MSP પર મોદી સરકારનું મોટું પગલું, ખેડૂતોની આવક વધારવા માટે કમિટીનું ગઠન, જાણો કોણ છે આમાં સામેલ

કેન્દ્ર સરકાર તરફથી આખરે એમએસપી સહિત કિસાનો સાથે જોડાયેલા તમામ મુદ્દાનો હલ કરવા માટે કમિટીની રચના કરી દેવામાં આવી છે. સંયુક્ત કિસાન મોર્ચા પાસે એમએસપીની રચના કરવા માટે કમિટી પાસે ત્રણ નામ માંગ્યા હતા પરંતુ તે નામ સરકારને મળ્યા નહીં. 

MSP પર મોદી સરકારનું મોટું પગલું, ખેડૂતોની આવક વધારવા માટે કમિટીનું ગઠન, જાણો કોણ છે આમાં સામેલ

નવી દિલ્હીઃ કિસાન આંદોલન પૂર્ણ થયા બાદ કેન્દ્ર સરકારે સંયુક્ત કિસાન મોર્ચા પાસેથી એમએસપી માટે રચાનારી કમિટી માટે ત્રણ નામ માંગ્યા હતા પરંતુ તે નામ સરકારને મળ્યા નહીં. લાંબી રાહ જોયા બાદ કેન્દ્ર સરકારે એમએસપી માટે કમિટીની રચના કરી દીધી છે. આ કમિટીમાં 16 લોકોના નામ છે. પરંતુ તેમાં હજુ 3 નામ સામેલ કરી શકાય છે. પૂર્વ કૃષિ સચિવ સંજય અગ્રવાલને આ કમિટીના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. સરકાર તરફથી તેનું નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે. 

ઝીરો બજેટ આધારિત ખેતીને પ્રોત્સાહન આપવા, દેશની બદલતી જરૂરીયાતોને ધ્યાનમાં રાખી પાક પેટર્નને બદલવા, એમએસપીને વધુ પ્રભાવી તથા પારદર્શી બનાવવા માટે આ સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિમાં કેન્દ્ર તથા રાજ્ય સરકારોના પ્રતિનિધિ, કિસાન, કૃષિ વૈજ્ઞાનિક અને કૃષિ અર્થશાસ્ત્રી સામેલ છે. 

— ANI (@ANI) July 18, 2022

દેશના કિસાનો માટે એમએસપી મલવાની વ્યવસ્થાને વધુ પ્રભાવી બનાવવાનું સૂચન આ કમિટી આપશે. આ કમિટી તે દિશામાં કામ કરશે કે દેશની બદલાતી જરૂરીયાતો અનુસાર ઘરેલૂ અને નિકાસ અવસરોનો લાભ ઉઠાવતા કિસાનો માટે તેના પાકની ઉચ્ચ કિંમતો નક્કી કરી શકાય. દેશની બદલતી જરૂરીયાત અનુસાર પાક પદ્ધતિમાં કઈ રીતે ફેરફાર કરવામાં આવે તે પણ કમિટી જોશે. 

આ કમિટીના અધ્યક્ષ સંજય અગ્રવાલ છે જે પૂર્વ કૃષિ સચિવ રહી ચુક્યા છે. સભ્યોમાં નીતિ પંચના કૃષિ રમેશ ચંદ છે. કૃષિ અર્થશાસ્ત્રી તરીકે ડો. સીએસસી શેખર અને ડો. સુખપાલ સિંહ છે. રાષ્ટ્રીય સ્તર પર પુરસ્કાર વિજેતા કિસાન તરીકે ભારત ભૂષણ ત્યાગી સામેલ છે. કિસાનોના પ્રતિનિધિ સંયુક્ત કિસાન મોર્ચા પાસેથી ત્રણ નામ આવ્યા બાદ સામેલ કરવામાં આવશે. તો અન્ય કિસાન સંગઠનોમાંથી ગુણવંત પાટિલ, કૃષ્ણવીર ચૌધરી, પ્રમોદ કુમાર ચૌધરી, ગુણી પ્રકાશ, સૈય્યદ પાશા પટેલનું નામ સામેલ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news