Weather Update: વિદાય લેતા પહેલા રૌદ્ર સ્વરૂપ ધારણ કરશે ચોમાસું! આ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: ભારતીય હવામાન વિભાગ (IMD) એ લેટેસ્ટ બુલેટિનમાં 28 સપ્ટેમ્બર સુધી દેશના અનેક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. હવામાન એજન્સીએ એમ પણ કહ્યું કે દક્ષિણ પશ્ચિમ મોનસૂનની વાપસીની સ્થિતિઓ પશ્ચિમ રાજસ્થાનના કેટલાક ભાગો માટે અનુકૂળ થતી જોવા મળી રહી છે.
Trending Photos
ભારતીય હવામાન વિભાગ (IMD) એ લેટેસ્ટ બુલેટિનમાં 28 સપ્ટેમ્બર સુધી દેશના અનેક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. હવામાન એજન્સીએ એમ પણ કહ્યું કે દક્ષિણ પશ્ચિમ મોનસૂનની વાપસીની સ્થિતિઓ પશ્ચિમ રાજસ્થાનના કેટલાક ભાગો માટે અનુકૂળ થતી જોવા મળી રહી છે. આ ઉપરાંત એ પણ ભવિષ્યવાણી કરાઈ છે કે 30 સપ્ટેમ્બરની આજુબાજુ ઉત્તર આંદમાન સાગર અને તેની નજીક પૂર્વ મધ્ય બંગાળની ખાડી ઉપર એક ઓછા દબાણનું ક્ષેત્ર બનવાની સંભાવના છે અને ધીરે ધીરે તે તીવ્ર થવાની સંભાવના સાથે પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ તરફ વધવાની સંભાવના છે.
આજે ક્યાં પડી શકે છે વરસાદ
આજના હવામાની વાત કરીએ તો પૂર્વ ઉત્તર પ્રદેશ, પૂર્વ રાજસ્થાન, ઉત્તરાખંડ, તમિલનાડુ, લક્ષદ્વીપ, અને રાયલસીમામાં હળવો વરસાદ પડી શકે છે. પૂર્વોત્તર ભારત, સિક્કિમ, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, ઓડિશા, છત્તીસગઢ, તેલંગણા, દક્ષિણ પશ્ચિમ મધ્ય પ્રદેશ, દક્ષિણ ગુજરાત અને દક્ષિણ પૂર્વ રાજસ્થાનમાં હળવાથી મધ્યમ વરસાદની વકી છે. જયારે મહારાષ્ટ્ર, ઓડિશાના કેટલાક ભાગોમાં, છત્તીસગઢ અને આંદમાન તથા નિકોબર દ્વિપ સમૂહમાં હળવાથી મધ્યમ વરસાદની સાથે કેટલાક સ્થળો પર ભારે વરસાદની શક્યતા છે.
વિદાય થતા પહેલા રૌદ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે ચોમાસુ
હવામાન વિભાગે યુપીના કેટલાક જિલ્લાઓમાં 30 સપ્ટેમ્બર સુધી વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. વાત જાણે એમ છે કે પાકિસ્તાનથી આવી રહેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે યુપીના હવામાનમાં આ ફેરફાર જોવા મળી રહ્યો છે. વિદાય પહેલા મોનસૂન યુપીમાં પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે. પૂર્વ યુપીના જિલ્લાઓમાં ભીષણ આંધી તોફાન સાથે આકાશમાંથી વિજળી પડવાની શક્યતાના પગલે એલર્ટ જાહેર કરાયું છે.
સ્કાયમેટ વેધરના રિપોર્ટ મુજબ બિહારના અલગ અલગ ભાગોમાં ઓક્ટોબરના શરૂઆતના દિવસોમાં એટલે કે 29 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધી ભારે વરસાદ પડી શકે છે. અત્રે જણાવવાનું કે આ વર્ષે બિહાર સમગ્ર ચોમાસા દરમિયાન સતત વરસાદની કમી સામે ઝઝૂમતું રહ્યું છે.
ગુજરાત માટે શું કરાઈ છે આગાહી
ગુજરાતમાં આગામી 4 દિવસ છૂટા છવાયા વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છૂટો છવાયો વરસાદ આવશે. તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. હવે ચોમાસાની વિદાયની ઘડીઓ ગણાય રહી છે. તેમ છતાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાંથી ચોમાસુ પૂર્ણ થવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જોકે, ચોમાસુ સંપૂર્ણ પૂર્ણ થતાં હજુ કેટલાક દિવસો બાકી છે. આખરે ગુજરાતમાંથી મેઘરાજાએ વિદાય લેવાની શરૂઆત કરી દીધી છે. જેની હવામાન વિભાગે પણ સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ત્યારે મેઘરાજા જતાં જતાં પણ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ધમધોકાર વરસી રહ્યા છે.
અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, 26 સપ્ટેમ્બરે ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગો અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની પણ શક્યતા છે. તેમજ મુંબઈ નજીકના ભાગમાં 30 સપ્ટેમ્બરે એક સિસ્ટમ બનવાની છે. આ સિસ્ટમ લો પ્રેશર બનશે. જેના લીધે મહારાષ્ટ્ર મુંબઈ અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે.
26 સપ્ટેમ્બરથી સિસ્ટમ સક્રિય થતા 30 સપ્ટેમ્બર સુધીમાં સિસ્ટમ મજબુત થશે. લો પ્રેશરમાંથી વાવાઝોડામાં પરિવર્તિત થવાની શક્યતા છે. હાલ તેની ગતિવિધિ પૂર્વ ભારત તરફ રહેવાની શક્યતા રહેશે. બંગાળના ઉપસાગરમાં 3 ઓક્ટોબર આસાપસ એક સિસ્ટમ સક્રિય થશે. 6થી 9 ઓક્ટોબરે બંગાળના ઉપસાગરમાં હલચલ જોવા મળશે. ઓક્ટોબરની શરુઆતમાં આ સિસ્ટમના કારણે પૂર્વભાગમાં વરસાદ થશે. જોકે, ઓક્ટોબરથી ગુજરાતના ભાગોમાંથી ચોમાસું પીછેહટ થતું જોવા મળશે અને ગરમી વધશે. એક પછી એક સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ આવી શકે છે. 27 સપ્ટેમ્બરે ગુજરાતના ભિન્ન ભિન્ન ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. 15 ઓક્ટોબર સુધીમાં ગુજરાતના ભિન્ન-ભિન્ન ભાગોમાં વરસાદની શક્યતા રહેશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે