કોરોનાકાળમાં અહીં મળે છે 1 રૂપિયામાં ભોજનની થાળી, વ્યંજનોની વેરાઈટી જોઈને દંગ રહી જશો

લોકોનું કહેવું છે કે આ એક રૂપિયાની થાળીવાળું ભોજન 5 સ્ટાર હોટલ કરતા પણ સારુ છે. એટલું સ્વાદિષ્ટ ભોજન હોય છે. 

કોરોનાકાળમાં અહીં મળે છે 1 રૂપિયામાં ભોજનની થાળી, વ્યંજનોની વેરાઈટી જોઈને દંગ રહી જશો

નવી દિલ્હી: દિલ્હી (Delhi) ના નાંગલોઈની શ્યામ રસોઈમાં ફક્ત એક રૂપિયામાં ભોજનની થાળી (One Rupee food plate)  મળે છે. આ થાળીમાં પનીર, મખની, અને મીઠાઈ પણ સામેલ છે. આ થાળીને દિલ્હીની સૌથી સસ્તી થાળી ગણવામાં આવે છે. 

એક રૂપિયામાં મળે છે ભોજનની સજાવેલી થાળી
દિલ્હીના નાંગલોઈમાં ભૂતોવાળી ગલીમાં શ્યામ રસોઈ નામથી પ્રખ્યાત આ દુકાન પર એક રૂપિયામાં ભરપેટ ભોજન અપાય છે. ખાવાનું પણ કોઈ સાદું નહીં પરંતુ એકદમ સજાવેલું ભોજન. અહીં લોકો ભોજન માટે લાઈન લગાવે છે. લોકોનું કહેવું છે કે આ ભોજન 5 સ્ટાર કરતા પણ સારું છે. 

કોરોનાકાળમાં લોકોને મદદ કરવા શરૂ કરાયું રસોડું
આ રસોડાની શરૂઆત એક મહિના પહેલા કરવામાં આવી હતી. જેને ચલાવનારા પ્રવીણ ગોયલનું કહેવું છે કે આ થાળી માટે એક રૂપિયો એટલા માટે લેવામાં આવે છે કારણ કે જેથી કરીને લોકો ભોજનની કદર કરે અને ભોજનને બરબાદ ન કરે. કોરોનાકાળમાં અનેક લોકો આર્થિક રીતે પરેશાન છે. આ કારણે લોકોને ઓછા પૈસામાં ભોજન આપવા માટે આ રસોડું ખોલવામાં આવ્યું છે. લોકો પાસેથી થાળીના બદલે જે એક રૂપિયો લેવામાં આવે છે તેનાથી કારીગરોનું વેતન નીકળી જાય છે. 

અઠવાડિયાના સાતેય દિવસ ખુલ્લી રહે છે દુકાન
પ્રવીણ ગોયલના જણાવ્યાં મુજબ આ રસોડું અઠવાડિયામાં સાતેય દિવસ ખુલ્લું રહે છે. દરરોજના લગભગ 1000 લોકો અહીં ખાવાનું ખાય છે. ભોજનની લાઈનમાં ઊભેલા લોકોને તેઓ વારંવાર અપીલ કરે છે કે ભોજન બરબાદ ન કરે. આ માટે તેમણે પોસ્ટર પણ લગાવી રાખ્યા છે જેમાં લખ્યું છે કે ખાવાનું બરબાદ ન કરો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news