એક કે બે નહીં...એકસાથે પાંચ મોરચે લડત લડી રહ્યો છે આપણો ભારત દેશ, જોઈએ છે જનતાનો સાથ!

દેશની સરકાર દેશના હિત માટે સંઘર્ષ કરી રહી છે. આથી દેશની જનતાએ પણ સરકારને ખભેથી ખભો મેળવીને સાથ આપવો જોઈએ. ભારતની મોદી સરકાર કોરોના, ચીન, નેપાળ અને પાકિસ્તાન  ઉપરાંત દેશની ગગડી રહેલી અર્થવ્યવસ્થા...આ તમામ મોરચે એક સાથે ઝઝૂમી રહી છે. આ સંક્રમણકાળમાં દેશની સરકારને દેશની જનતા પાસેથી સમર્થનની અપેક્ષા છે. આ વાતને બીજા શબ્દોમાં આ રીતે કહી શકાય કે દેશની જનતાએ પણ આ પાંચ મોરચા ઉપર સમાન્તર યુદ્ધ લડવું પડશે. દેશના દરેક નાગરિકનું આ દેશની સરકાર પ્રત્યે એ કર્તવ્ય બને છે કે આ પાંચ મોરચા પર તે સરકારનો સાથ નિભાવે અને આ દેશના નાગરિકોની પોતાના રાષ્ટ્ર પ્રત્યે ફરજ પણ છે. 
એક કે બે નહીં...એકસાથે પાંચ મોરચે લડત લડી રહ્યો છે આપણો ભારત દેશ, જોઈએ છે જનતાનો સાથ!

નવી દિલ્હી: દેશની સરકાર દેશના હિત માટે સંઘર્ષ કરી રહી છે. આથી દેશની જનતાએ પણ સરકારને ખભેથી ખભો મેળવીને સાથ આપવો જોઈએ. ભારતની મોદી સરકાર કોરોના, ચીન, નેપાળ અને પાકિસ્તાન  ઉપરાંત દેશની ગગડી રહેલી અર્થવ્યવસ્થા...આ તમામ મોરચે એક સાથે ઝઝૂમી રહી છે. આ સંક્રમણકાળમાં દેશની સરકારને દેશની જનતા પાસેથી સમર્થનની અપેક્ષા છે. આ વાતને બીજા શબ્દોમાં આ રીતે કહી શકાય કે દેશની જનતાએ પણ આ પાંચ મોરચા ઉપર સમાન્તર યુદ્ધ લડવું પડશે. દેશના દરેક નાગરિકનું આ દેશની સરકાર પ્રત્યે એ કર્તવ્ય બને છે કે આ પાંચ મોરચા પર તે સરકારનો સાથ નિભાવે અને આ દેશના નાગરિકોની પોતાના રાષ્ટ્ર પ્રત્યે ફરજ પણ છે. 

પહેલો મોરચો, કોરોના સામે ઘનઘોર યુદ્ધ
ઈંગ્લેન્ડ, સ્પેન, રશિયા, બ્રાઝિલ વગેરે ઓછી વસ્તીવાળા દેશોની કોરોનાથી બેહાલી જોઈએ અને તેની સરખામણી વિશ્વની બીજી સૌથી વધુ વસ્તી ધરાવતા દેશ ભારત સાથે કરીએ તો ખબર પડે કે ભારત કોરોના સામે જંગ મામલે હજુ સુધી હાર્યુ નથી. એટલે સુધી કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને પણ ભારતની પ્રશંસા કરતા કહ્યું કે જે રીતે કોરોનાને ભારતે કાબુમાં રાખ્યો છે તે દુનિયાના બીજા દેશો માટે પ્રેરણા છે. અને હા આપણી આયુષ્યમાન ભારત યોજનાના પણ કોરોના સામેની જંગમાં એક મહત્વની ભૂમિકા નિભાવવા બદલ વખાણ થવા જોઈએ. 

બીજો મોરચો, સરહદે ચીને ઊભો કરેલો વિવાદ
ચીન સાથે સરહદ વિવાદ એ પણ એવા સમયે કે જ્યારે આખી દુનિયાની જેમ ભારત પણ કોરોના સામે ઝઝૂમી રહ્યો છે ત્યારે તે અત્યંત પડકારજનક સ્થિતિ છે. પરંતુ આત્મવિશ્વાસના ધની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તેમની ટીમે સરહદ પર જબરદસ્ત સૈન્ય તણાવ વચ્ચે પણ દેશની અંદર કોઈ જ તણાવ પેદા થવા દીધો નથી. જો કે ભારતની રાષ્ટ્રભક્ત જનતાએ સ્થિતિની ગંભીરતા સમજી છે અને ચીનને ગ્રાઉન્ડ સ્તરે હરાવવાની તૈયારી કરી લીધી છે. બીજા શબ્દોમાં કહીએ તો આવતી કાલ એટલે કે 10મી જૂનથી દેશમાં ચીની સામાનના બહિષ્કારનું આંદોલન શરૂ થઈ રહ્યું છે જે ચાલાક વેપારી ચીનની આર્થિક કરોડ રજ્જુ પર ભારે ચોટ પહોંચાડશે. 

ત્રીજો મોરચો, નેપાળે ઊભો કરેલો મુરખતાપૂર્ણ સરહદ વિવાદ
નેપાળે પણ ચીને ભડકાવી મારતા તેની જેમ જ કારણવગરની ભારત સાથે શત્રુતા કરવાનું નક્કી કરી લીધુ છે અને ભારત-નેપાળ સરહદે માથાનો દુખાવો પેદા કર્યો છે. ભારત શાંતિનું સમર્થક છે અને આથી તેણે ચીનની જેમ જ નેપાળ સાથે પણ વાતચીત કરીને સમસ્યાનો ઉકેલ લાવવાનો વિકલ્પ શોધ્યો છે. જો કે નેપાળ સાથે સરહદે સૈન્ય તણાવ નથી પરંતુ વાતચીતના સ્તર પર હજુ પણ ગતિરોધ ચાલુ છે. નેપાળનો હંમેશાથી મદદગાર રહેલો ભારત દેશ કહે છે કે હવે પહેલા વિશ્વાસ પેદા કરો અને પછી વાત કરો. 

ચોથો મોરચો, પાકિસ્તાનના આતંકી હુમલા અને સરહદ સંધિઓનો ભંગ
આ બાજુ કેટલાક દિવસોથી જ્યારથી ચીન અને નેપાળ સાથે ભારતનો સરહદ વિવાદ પેદા થયો છે ત્યારથી સરહદ પર થનારી આતંકી ગતિવિધિઓ વધી ગઈ છે. આતંકી હુમલા અને સુરક્ષાદળો સાથે અથડામણના વારંવાર અહેવાલો સામે આવી રહ્યાં છે. એટલું જ નહીં હાલના દિવસોમાં ભારત સતત યુદ્ધવિરામનો ભંગ કરી રહ્યું છે અને પાકિસ્તાની સરહદથી થનારા ફાયરિંગ વધી ગયા છે. આ પણ દુશ્મન ચીનની એક શાતિર યુદ્ધનિતિ છે. નેપાળની જેમ જ પાકિસ્તાનને પણ ચીને પોતાની જેમ જ હાલ ભારત સાથે તણાવ પેદા કરવા માટે ઉક્સાવ્યું છે. 

પાંચમો મોરચો, ગગડતી અર્થવ્યવસ્થાને પાટા પર લાવવાનો પડકાર
કોરોનાથી જાનહાનિ અને કોરોનાથી ધનહાનિ બંને જ ભારત સરકાર માટે સતત ચિંતાજનક છે. તેને નિયંત્રણમાં લેવા માટે સરકાર દરેક શક્ય પગલું લઈ રહી છે. સરકારે કોરોના રાહત માટે વીસ લાખ કરોડના પેકેજની જાહેરાત તો કરી પરંતુ હવે બેરોજગારીના આર્થિક દુર્દશાવાળા ભાવિ ચિત્રને સુધારવા માટે રોજગાર રાહત માટે પણ આર્થિક જાહેરાતો કરવી પડશે. બંધ થયેલા કારખાનાને પુર્નજીવિત કરવા માટે નાણાકીય ફંડિંગનું ઈમરજન્સી પગલું ભરવું પડશે અને બેરોજગાર થયેલા લોકોના ઘરના ચૂલ્હા ચાલુ થઈ શકે તે માટે તેમને યેનકેન પ્રકારે રોજગારી આપવી પડશે. આ હેતુથી સૌથી મહત્વનું પગલું એ હશે કે સરકાર પોતાના નાણાકીય જાણકારો અને યોજના વિશેષજ્ઞોની મદદ લઈને એક એવી ટીમ બનાવે કે જે કોરોના સમયકાળની સ્થિતિઓને દ્રષ્ટિમાં રાખીને રોજગારીની નવી નવી તકોનું સર્જન કરે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news