દેશના આ રાજ્યોને મળશે કાળઝાળ ગરમીથી રાહત, આજે ભારે વરસાદની સંભાવના
ભીષણ ગરમીનો માર સહન કરનાર સમગ્ર ભારતના કેટલાક ભાગમાં આજે ગરમીથી રાહત મળવાની આશા છે. ભારતીય હવામાન વિભાગે અનુમાન વ્યક્ત કર્યું છે કે, ઉત્તર પૂર્વ રાજ્યોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે.
Trending Photos
નવી દિલ્હી: ભીષણ ગરમીનો માર સહન કરનાર સમગ્ર ભારતના કેટલાક ભાગમાં આજે ગરમીથી રાહત મળવાની આશા છે. ભારતીય હવામાન વિભાગે અનુમાન વ્યક્ત કર્યું છે કે, ઉત્તર પૂર્વ રાજ્યોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. આ ઉપરાંત દક્ષિણ ભારતીય રાજ્ય કેરળમાં પણ ભારે વરસાદની સંભાવના છે.
વધુમાં વાંચો: રાજસ્થાન ભાજપ અધ્યક્ષના ‘રાણી-અકબર’ મામલે વિવાદિત બોલ
ન્યૂઝ એજન્સી એએનઆઇના જણાવ્યા અનુસાર, ભારતીય હવામાન વિભાગે કહ્યું કે, નાગલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં જુદી જુદી જગ્યાઓઓ પર ભારે વરસાદ થવાની સંભાવના છે. આસામ, મેઘાલય, કેરળ અને પશ્ચિમ બંગાળના ગગાં ઘાટ વિસ્તારોમાં જુદી જુદી જગ્યાઓ પર પણ ભારે વરસાદની સંભાવના છે.
Indian Meteorological Department: Heavy to very heavy rainfall expected today at isolated places likely over Nagaland, Manipur, Mizoram & Tripura. Heavy rainfall at isolated places likely over Assam,Meghalaya, Kerala and Gangetic West Bengal pic.twitter.com/XUofgMwQLx
— ANI (@ANI) June 7, 2019
આ પહેલા હવામાન વિભાગે ગઇકાલે કહ્યું હતું કે, દેશના મોટા ભાગમાં વધુ એક અઠવાડીયા સુધી ગરમીનો કહેર ચાલુ રહેશે. જોકે, આગામી 48 કલાકમાં ચોમાસુંનું કેરળથી અથડાઈ જાય તેવી શક્યતા છે પરંતુ કાળઝાળ ગરમીની સ્થિતિનો સામનો કરી રહેલા દેશના મધ્ય અને પશ્ચિમ વિસ્તારો સુધી ચોમાસું પહોંચવામાં ઓછામાં ઓછા સાત દિવસ લાગશે.
મહત્તમ તાપમાન 45 થી 50 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેવાથી દેશમાં છેલ્લા કેટલાક દિવસોમાં હીટ સ્ટ્રોકના કારણે કેટલાક લોકોના મોત થયા છે. ભારતના હવામાન વિજ્ઞાન વિભાગ (આઇએમડી)ના જણાવ્યા અનુસાર, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્રના વિવિધ ક્ષેત્રો, તેલંગાણા અને કોસ્ટલ આંધ્ર પ્રદેશમાં ગરમી યથાવત રહેવાના આશંકા છે.
રાષ્ટ્રીય રાજધાની અને કેટલાક ઉત્તરી શહરોમાં ગરમી આગામી થોડા દિવસમાં ગંભીર થઇ શકે છે. જેનાથી પારો 45 ડિગ્રી સેલ્સિયસને પાર જવાના સંભાવના છે. રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર (એનસીઆર), હરિણાયા અને પંજાબમાં 11 જૂન બાદ પ્રચંડ ગરમીથી રાહત મળશે, જ્યારે પશ્ચિમી વિક્ષેપના કારણે વીજળી અને વરસાદ થવાની સંભાવના છે.
ખાનગી ફોરકાસ્ટર સ્કાયમેટના નિર્દેશક મહેશ પલાવતે કહ્યું કે, સામાન્ય રીતે દિલ્હીમાં ચોમાસું 29 જૂન સુધીમાં આવે છે, જોકે, આ વખતે ચોમાસું આવતા એક અઠવાડીયાનો વિલંબ થવાની આસા છે. તે જુલાઇના પહેલા અઠવાડીયામાં આવી શકે છે.
જુઓ Live TV:-
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે