સંજીવ ખન્ના બનશે દેશના આગામી ચીફ જસ્ટિસ! CJI ચંદ્રચૂડે કેન્દ્ર સરકારને લખ્યો પત્ર

દેશની સર્વોચ્ચ કોર્ટ એટલે કે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડી વાય ચંદ્રચૂડનો કાર્યકાળ નવેમ્બરમાં પૂરો થઈ રહ્યો છે. તેમણે પોતાના ઉત્તરાધિકારી તરીકે નામની પણ ભલામણ કરી દીધી છે.

સંજીવ ખન્ના બનશે દેશના આગામી ચીફ જસ્ટિસ! CJI ચંદ્રચૂડે કેન્દ્ર સરકારને લખ્યો પત્ર

દેશની સર્વોચ્ચ કોર્ટ એટલે કે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડી વાય ચંદ્રચૂડનો કાર્યકાળ નવેમ્બરમાં પૂરો થઈ રહ્યો છે. તેમણે પોતાના ઉત્તરાધિકારી તરીકે નામની પણ ભલામણ કરી દીધી છે. સીજેઆઈ ચંદ્રચૂડે કેન્દ્ર સરકારને મોકલેલી પોતાની ભલામણમાં કહ્યું છે કે દેશના આગામી ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા જસ્ટિસ સંજીવ ખન્ના હશે. 

અત્રે જણાવવાનું કે હાલના સીજેઆઈ ડી વાય ચંદ્રચૂડનો કાર્યકાળ 10 નવેમ્બર 2024ના રોજ પૂરો થઈ રહ્યો છે. પરંપરા મુજબ સીજેઆઈ પોતાના ઉત્તરાધિકારીના નામની ભલામણ ત્યારે જ કરે છે જ્યારે તેમને કાનૂન મંત્રાલય આમ કરવાનો આગ્રહ કરે છે જેના પગલે તેમણે સીજઆઈના પદ માટે જસ્ટિસ સંજીવ ખન્નાના નામની ભલામણ કરી છે. 

જસ્ટિસ સંજીવ ખન્ના સીનિયરિટીમાં જોઈએ તો પહેલું નામ છે. આથી તેમનું નામ આગળ વધારવામાં આવ્યું છે. નોંધનીય છે કે 64 વર્ષના જસ્ટિસ સંજીવ ખન્નાનો સીજેઆઈ તરીકેનો કાર્યકાળ 6 મહિના જેટલો જ રહેશે. 

જસ્ટિસ ખન્ના 13 મે 2025ના રોજ રિટાયર થશે. તેઓ સુપ્રીમ કોર્ટના જજ તરીકે 65 ચુકાદા આપી ચૂક્યા છે. પોતાના આ કાર્યકાળ દરમિયાન તેઓ 275 બેંચોનો ભાગ રહી ચૂક્યા છે. 

14 વર્ષ રહ્યા દિલ્હી હાઈકોર્ટના જજ
જસ્ટિસ સંજીવ ખન્ના વિશે વાત કરીએ તો તેઓ દિલ્હી હાઈકોર્ટમાં જજ રહ્યા છે. તેમનો જન્મ 14 મે 1960ના રોજ થયો હતો. તેમણે દિલ્હી યુનિવર્સિટીના કેમ્પસ લો સેન્ટરથી કાયદાનો અભ્યાસ કર્યો હતો. ગ્રેજ્યુએશન બાદ તેમણે 1983માં દિલ્હી બાર કાઉન્સિલમાં એક વકીલ તરીકે રજિસ્ટ્રેશન કરાવ્યું. તેમને 2019માં સુપ્રીમ કોર્ટમાં પ્રમોટ કરાયા હતા. 

સંજીવ ખન્નાના સુપ્રીમ કોર્ટના જજ બનવા અંગે વિવાદ પણ થયો હતો. તેમને 32 જજોની અનદેખી કરીને સુપ્રીમ કોર્ટના જજ બનવવા પર  ખુબ વિવાદ થયો હતો. 10 જાન્યુઆરી 2019ના રોજ કોલેજિયમે તેમની જગ્યાએ જસ્ટિસ મહેશ્વરી અને સીનિયરિટીમાં 33માં સ્થાને જસ્ટિસ ખન્નાને પ્રમોટ કરવાનો નિર્ણય લીધો હતો. જેને તત્કાલિન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા સ્વીકારવામાં આવ્યો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news