Aditya L1 Launch : ભારતના અભિમાન આદિત્ય-L1નું સફળ લોન્ચિંગ , ચંદ્ર પછી ભારતનો સૂર્ય મિશનમાં ડંકો
Aditya L1 Launch Live: ચંદ્રમાની સપાટી પર ચંદ્રયાન 3ના સફળ સોફ્ટ લેન્ડિંગ બાદ હવે દેશની સાથે સાથે સમગ્ર વિશ્વની નજર ઈસરોના સૂર્ય મિશન એટલે કે Aditya-L1 પર ટકેલી છે. શ્રીહરિકોટાના લોન્ચિંગ સેન્ટરથી આદિત્ય-એલ1 મિશનને આજે 11.50 વાગે લોન્ચ કરાયું છે. આદિત્ય એલ-1 અંતરિક્ષ યાનને પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું એક ટકા જેટલું અંતર કાપીને એલ-1 પોઈન્ટ પર પહોંચાડશે.
Trending Photos
ભારત ઝડપથી સ્પેસમાં પણ પોતાનો પાવર દેખાડી રહ્યું છે. ચંદ્ર પર વિજય મેળવ્યા બાદ, ભારતે આજે સૂર્યનો અભ્યાસ કરવા માટે તેનું પ્રથમ આદિત્ય-L1 (Aditya L1) મિશનનું સફળ લોન્ચિંગ કર્યું છે. આ મિશનની સફળતા સાથે ભારત સૂર્ય સુધી પહોંચવા માટે બહુ ઓછા દેશોની યાદીમાં સામેલ થઈ જશે. આદિત્ય-એલ1નો હેતુ સૂર્યના કિરણોનો અભ્યાસ કરવાનો છે. આદિત્ય-એલ1નો ઉદ્દેશ્ય CORONAમાંથી નીકળતી ગરમી અને ગરમ પવનોનો અભ્યાસ કરવાનો છે. ઈસરો આ મિશનની મદદથી સૌર વાતાવરણ અને તાપમાનનો અભ્યાસ કરશે. આદિત્ય-એલ1 સૌર તોફાન, સૌર તરંગો અને પૃથ્વીના વાતાવરણ પર તેમની અસરનું કારણ પણ શોધી કાઢશે. મિશન આદિત્ય-L1 (મિશન આદિત્ય L1) ને ISRO ના ISTRAC સાથે યુરોપિયન સ્પેસ એજન્સી (ESA) ના સેટેલાઇટ ટ્રેકિંગ સેન્ટર દ્વારા પણ ટ્રેક કરવામાં આવશે. આદિત્ય-એલ1ના પ્રક્ષેપણ સાથે, ભારતની અવકાશ એજન્સી ISRO વિશ્વની એવી કેટલીક અવકાશ એજન્સીઓમાંની એક બની જશે જેણે અત્યાર સુધી સૂર્યના અભ્યાસ માટે મિશન લોન્ચ કર્યા છે. આ યાદીમાં અમેરિકા (NASA), યુરોપિયન સ્પેસ એજન્સી (ESA), જાપાન અને ચીનના સ્પેસ મિશનના નામ સામેલ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે