આ મુઘલ બાદશાહે છપાવ્યા હતા રામ-સીતાની તસવીરવાળા સિક્કા!, બખૂબી રોચક છે કહાની...

Ram Sita Coins: હિંદુસ્તાન પર ઘણા વર્ષો સુધી મુઘલોએ શાસન કર્યું. એમાંથી જ એક મુઘલ છે કે, જેણે પોતાના સમયમાં ભગવાન રામ અને સિતાની તસવીરવાળા સિક્કા છપાવ્યા હતા. ચાલો જાણીએ ક્યા મુઘલ બાદશાહે આ સિક્કા છપાવ્યા હતા.

આ મુઘલ બાદશાહે છપાવ્યા હતા રામ-સીતાની તસવીરવાળા સિક્કા!, બખૂબી રોચક છે કહાની...

Ram Sita Coins: હિંદુસ્તાન પર ઘણા વર્ષો સુધી મુઘલોએ શાસન કર્યું. એમાંથી જ એક મુઘલ છે કે, જેણે પોતાના સમયમાં ભગવાન રામ અને સિતાની તસવીરવાળા સિક્કા છપાવ્યા હતા. જી હા... આ હકીકત છે. અમે જેની વાત કરી રહ્યા છીએ તે મુઘલનું નામ છે અકબર... 

અકબરનું શાસન બીજા મુઘલો કરતા થોડું અલગ હતું. તેમણે પોતાના સમયમાં હિંદુ મંદિર બનાવવાની અનુમતિ આપી હતી. આ સિવાય ઘણા મંદિરોનો વિકાસ પણ કરાવ્યો હતો પરંતુ અહીં વાત એ છે કે, તેમણે રામ-સિતાની તસવીરવાળા સિક્કા શું કામ છપાવ્યા તેની પાછળનું કારણ શું.

હિંદુ દેવી દેવતાઓના સમ્માનમાં સિક્કા છપાવ્યા
તો મળતી માહિતી મુજબ અકબરે 1604-1605માં હિંદુ દેવી દેવતાઓના સમ્માનમાં આ સિક્કા જાહેર કર્યા હતા. જો કે, ઇસ્લામમાં મૂર્તિ-પૂજા વર્જિત છે પરંતુ અકબરે ધર્મનિરપેક્ષતા રાખીને ધાર્મિક સદ્બભાવ માટે આ કાર્ય કર્યું હતું. 

અકબરે જે સિક્કા છપાવ્યા તેમાં ભગવાન રામ અને સિતાની આકૃતિ બની હતી. જેમાં રામ ભગવાન ધનૂષ સાથે હતા. આ જ સિક્કામાં ઉર્દૂ અથવા તો અરબી ભાષામાં રામ સિયા લખાવ્યું હતું. આ સિક્કા સોના અને ચાંદીમાં બનાવેલા હતા પરંતુ અકબરના મૃત્યુ બાદ તેનું નિર્માણ પણ બંધ કરવામાં આવ્યું હતું. 

એવું પણ કહેવાય છે કે, અકબરે મોટી માત્રામાં આ સિક્કા છપાવ્યા ન હતા. જો કે, સિક્કાની તસવીરો અવાર-નવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે. જે અકબરની અલગ-અલગ કહાનીઓને દર્શાવે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news