National Herald Case: ઈડી દ્વારા રાહુલ ગાંધીની પૂછપરછ; કોંગ્રેસીઓનું ઉગ્ર વિરોધ પ્રદર્શન, ભાજપે કર્યો પલટવાર

કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓની ઈડી દ્વારા પૂછપરછ વિરુદ્ધ પ્રદર્શન આજે પણ ચાલુ છે. અનેક નેતાઓને અટકાયતમાં લેવાયા છે. 

National Herald Case: ઈડી દ્વારા રાહુલ ગાંધીની પૂછપરછ; કોંગ્રેસીઓનું ઉગ્ર વિરોધ પ્રદર્શન, ભાજપે કર્યો પલટવાર

National Herald Case: નેશનલ હેરાલ્ડ કેસમાં ઈડી છેલ્લા 2 દિવસથી કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની પૂછપરછ કરી રહી છે. આજે પણ ઈડી તેમની પૂછપરછ કરશે. જો કે તે પહેલા કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓની ઈડીની પૂછપરછ વિરુદ્ધ પ્રદર્શન આજે પણ ચાલુ છે. અનેક નેતાઓને અટકાયતમાં લેવાયા છે. મુખ્ય વિપક્ષી દળે દાવો કર્યો કે પાર્ટી નેતાઓ અને કાર્યકરોને કોંગ્રેસ મુખ્યાલય જવા દેવાતા નથી તથા ફક્ત બે મુખ્યમંત્રીઓ અશોક ગહેલોત અને ભૂપેશ બઘેલને 24 અકબર રોડ પહોંચવાની મંજૂરી અપાઈ છે. તેમણે એમ પણ કહ્યું કે કોંગ્રેસ અને રાહુલ ગાંધી ઝૂકશે નહીં. 

Live Updates: 

3.30 કલાક પૂરપરછ બાદ ઘરે ગયા રાહુલ ગાંધી
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની આજે ત્રીજા દિવસ પણ ઈડી પૂછપરછ કરી રહી છે. સાડા ત્રણ કલાકની પૂછપરછ બાદ તેઓ લંચ બ્રેકમાં ઘરે ગયા. ત્યારબાદ ફરીથી પૂછપરછમાં સામેલ થશે. 

150 લોકોની અટકાયત
દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ સીપી સાગર હુડાએ કહ્યું કે પોલીસે આજે પણ કેટલાક લોકોને અટકમાં લીધા છે. આજના પ્રદર્શન માટે કોંગ્રેસ તરફથી કોઈ મંજૂરી લેવાઈ નહતી. અત્યાર સુધીમાં 150 લોકોની અટકાયત કરાઈ છે. પોલીસ દ્વારા લાઠીચાર્જ થયો હોવાની વાત સાવ ખોટી છે. 

— ANI_HindiNews (@AHindinews) June 15, 2022

ભાજપનો પ્રહાર
કોંગ્રેસના વિરોધ પ્રદર્શન પર ભાજપે પ્રહાર કર્યા છે. ભાજપના પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ કહ્યું કે કોંગ્રેસનો અસલ ચહેરો સામે આવ્યો છે. રાહુલ માત્ર એક સાંસદ છે. પ્રદર્શનના નામે હિંસા થઈ રહી છે. પ્રદર્શનમાં આગચંપી કરાઈ. રાહુલ ગાંધી કોંગ્રેસ અધ્યક્ષ નથી. તેમણે કહ્યું કે હિંસાની આડમાં ભ્રષ્ટાચાર છૂપાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. 

— ANI_HindiNews (@AHindinews) June 15, 2022

અમને પણ જવાબ આપતા આવડે છે- સૂરજેવાલા
રણદીપ સૂરજેવાલાએ કહ્યું કે ભાજપ, મોદી સરકાર અને દિલ્હી પોલીસ ગુંડાગીરી પર ઉતરી છે. AICC ના કાર્યાલયમાં ઘૂસીને કાર્યકરો અને નેતાઓની મારપીટ સંયમની તમામ હદ પાર કરી ગઈ છે. દિલ્હી પોલીસના કઠપૂતળી અધિકારી પણ જાણી લે કે આ યાદ રાખવામાં આવશે. અમે ગાંધીવાદી, શાંતિપ્રિય અને હિંસક છીએ. તમે જો નેમપ્લેટ ઉતારીને ઓફિસના દરવાજા તોડીને ગુંડાગીરી કરીશો તો પછી એ ન સમજતા કે કોંગ્રેસના કાર્યકરો ચૂપ બેસી રહેશે. અમને પણ જવાબ આપતા આવડે છે.  

કોંગ્રેસના કાર્યકરોનું ઉગ્ર પ્રદર્શન
ઈડી ઓફિસ પાસે કોંગ્રેસના કાર્યકરોએ ઉગ્ર પ્રદર્શન શરૂ કર્યું છે. કાર્યકરોએ ટાયરોને આગચંપી કરી. કાર્યકરોએ કહ્યું કે અમારો અવાજ દબાવી શકાશે નહી. આ દરમિયાન એક કાર્યકર બેભાન પણ થઈ ગયો.

— ANI (@ANI) June 15, 2022

કોંગ્રેસ નેતાઓની બેઠક
કોંગ્રેસ હેડક્વાર્ટરમાં આજે કોંગ્રેસના કાર્યકરોને પ્રવેશ ન મળ્યો. જેના કારણે કોંગ્રેસ નેતાઓ પોલીસ પર નારાજ છે. હાલ પોલીસના મુખ્યાલયમાં પ્રવેશ મુદ્દે કોંગ્રેસ મુખ્યાલયમાં કેસી વેણુગોપાલ, ભૂપેશ બઘેલ, રણદીપ સૂરજેવાલા, અધીર રંજન ચૌધરી સહિત કોંગ્રેસના નેતાઓની બેઠક ચાલુ છે. કોંગ્રેસના નેતા દિપેન્દ્રસિંહ હૂડાએ કહ્યું કે દુર્ભાગ્યપૂર્ણ છે કે અમે અમારી જ પાર્ટીના કાર્યાલય જઈ શકતા નથી. આ સરકારની રાજનીતિક બદલાની ભાવનાથી કરાયેલી કાર્યવાહી જણાય છે. તમામ રાજકીય વિરોધીઓનો અવાજ દબાવવાની કોશિશ થઈ રહી છે. આજે મારા સરકારી ઘરને પણ સીલ કરી દેવાયું. 

— ANI_HindiNews (@AHindinews) June 15, 2022

એવા કેટલાક સવાલ...જેના રાહુલ ગાંધી નથી આપી શક્યા જવાબ!
- એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડમાં તમારી શું ભૂમિકા હતી?
- યંગ ઈન્ડિયા લિમિટેડ સાથે તમે કેવી રીતે જોડાયા?
- તમારા નામ પર શેર કેવી રીતે આવ્યા?
- તમે જૂના શેરહોલ્ડર્સ સાથે બેઠક કરી હતી? જો ના.. તો કેવી રીતે?
- કોંગ્રેસે યંગ ઈન્ડિયા લિમિટેડને લોન આપવાનું કેમ નક્કી કર્યું?
- કોંગ્રેસ શાં માટે નેશનલ હેરાલ્ડને ફરીથી જીવંત કરવા માંગે છે? 
- કોંગ્રેસ દ્વારા અપાયેલી લોન વિશેની માહિતી આપી શકશો?
- શું તમે એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ અને નેશનલ હેરાલ્ડની સંપત્તિ વિશે માહિતી આપી શકશો?

ઈડી ઓફિસ પહોંચ્યા રાહુલ ગાંધી
રાહુલ ગાંધી ઈડી ઓફિસ પહોંચી ગયા છે. આ દરમિયાન કોંગ્રેસનો સતત હંગામો ચાલુ છે. AICC ઓફિસ બહાર કોંગ્રેસના કાર્યકરોએ અનેક પોલીસ બેરિકેડ તોડી નાખ્યા. છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે કહ્યું કે પહેલીવાર કોઈ પાર્ટીના કાર્યકરો તેમના જ કાર્યાલયમાં જઈ શકતા નથી અને આવી સ્થિતિ કેમ બની...કારણ કે છેલ્લા 8 વર્ષથી દેશમાં જે થઈ રહ્યું છે તેને એક વ્યક્તિ સતત કેન્દ્ર સરકારની નિષ્ફળતાઓને લોકો સામે લાવી રહ્યો છે અને તે છે રાહુલ ગાંધી. 

તેમણે કહ્યું કે અમને કહેવાયું કે માત્ર બે મુખ્યમંત્રી આવી શકે છે અને અન્ય લોકો આવી શકશે નહીં. કઈ રીતે અમે પાર્ટી કાર્યાલય પહોંચ્યા...આવી સ્થિતિ પહેલા ઊભી થઈ નથી. સમગ્ર દેશમાં જે હાલાત છે તે બધાની સામે છે. ત્રણ દિવસથી અમારા લોકો દિલ્હીમાં છે અને પહેલા દિવસે 200 લોકોને મંજૂરી અપાઈ, ગઈ કાલે કેટલાક નેતાઓને મંજૂરી અપાઈ અને આજે તો હદ થઈ ગઈ કે અમે અમારા સ્ટાફને પણ નથી લઈ જઈ શકતા. તેમણે કહ્યું કે આ બધુ તેમને બહુ ભારે પડશે. તમે કાર્યકરો-નેતાઓને કાર્યાલયમાં આવવા પર પ્રતિબંધ લગાવી રહ્યા છો. તમે કોઈને એક હદ સુધી દબાવી શકો તેનાથી વધુ નહીં. સમગ્ર દેશ આ ઘટનાને ખુબ નજીકથી જોઈ રહ્યો છે. 

— ANI_HindiNews (@AHindinews) June 15, 2022

તેમણે  કહ્યું કે દેશના દરેક મુદ્દાને રાહુલ ગાંધીએ ઉઠાવ્યો છે અને  આથી તેમને પરેશાન કરાઈ રહ્યા છે. તેમનો (ભાજપ) જે રાષ્ટ્રવાદ છે તે આયાતિત રાષ્ટ્રવાદ છે. તે રાષ્ટ્રવાદમાં જે પણ વિરોધમાં હોય તેને દબાવી દેવાય અને કચડી નાખવામાં આવે..આવું થાય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

    

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news