લોકસભા 2019 મારા માટે ચૂંટણી નહી તિર્થયાત્રા હતી, નરેન્દ્ર મોદી

લોકસભા ચૂંટણીમાં ઐતિહાસિક વિજય બાદ સેન્ટ્રલ હોલ ખાતે એનડીએના સાંસદોની ઔપચારિક મીટિંગમાં મોદીને દળનાં નેતા તરીકે ચૂંટવામાં આવશે

લોકસભા 2019 મારા માટે ચૂંટણી નહી તિર્થયાત્રા હતી, નરેન્દ્ર મોદી

નવી દિલ્હી : લોકસભા ચૂંટણીમાં એનડીએને ઐતિહાસિક બહુમતી પ્રાપ્ત થઇ છે. એકવાર ફરીથીનરેન્દ્ર મોદી વડાપ્રધાન પદના શપથ ગ્રહણ કરશે. મળતી માહિતી અનુસાર નરેન્દ્ર મોદી 30 મેના રોજ શપથ ગ્રહણ કરી શકે છે. શપથ પહેલા વડાપ્રધાન પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસી જશે. જો કે તે અગાઉ તેઓ પોતાનાં ગૃહરાજ્ય નગર ગુજરાતની મુલાકાત લેશે. અહીં મોદી માં પાસે જીતનો આશિર્વાદ લેવા માટે પણ પહોંચશે. આ અગાઉ શુક્રવારે વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરી અને પોતાનું રાજીનામું ધર્યું હતું. આ રાજીનામાને રાષ્ટ્રપતિ કોવિંદે મંજુર કર્યું હતું અને લોકસભા ભંદ કરી દીધી હતી. રાષ્ટ્રપતિએ 16મી લોકસભા ભંગ કરી દીધી હતી. આજે એનડીએ ને સરકાર બનાવવાનું રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા આમંત્રણ મળી શકે છે. 

જનપ્રતિનિધિ ક્યારે ભેદ નથી કરતા
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, જનપ્રતિનિધિ ક્યારે પણ ભેદ કરી શકે નહી. નવા જનપ્રતિનિધિઓને સંબોધિત કરતા તેમણે કહ્યું કે, આ પ્રતિનિધિત્વમાં કોઇ પોતાનું અને પરાયું હોઇ શકે નહી. તેની શક્તિ ઘણી મોટી હોય છે. હૃદય જીતવાનાં પ્રયાસો કરશે. વડાપ્રધાને કહ્યું કે મારા જીવનમાં અનેક પડાવ રહ્યા, એટલા માટે આ વસ્તુઓને ભલીભાંતી સમજુ છું. મે આટલી ચૂંટણીઓ જોઇ, હાર જીત બધુ જોયું પરંતુ હું કહી શકુ છું કે મારા જીવનમાં 2019ની ચૂંટણી એક પ્રકારની તિર્થયાત્રા છે

2019ની ચૂંટણી મારા માટે તિર્થયાત્રા
નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આઝાદી બાદ પહેલીવાર આટલુ વોટિંગ થયું છે. તેમણે કહ્યું કે, આ ચૂંટણી મારા માટે તિર્થયાત્રા છે. આ ચૂંટણી પોઝીટીવ વોટની ચૂંટણી છે. તેમણે કહ્યું કે, વિશ્વાસની ડોર જ્યારે મજબુત થાય છે, તો પ્રો ઇકમ્બન્સી વેવ પેદા થાય છે, તેઓ વેવ વિશ્વાસની ડોર સાથે બંધાયેલા છે. આ ચૂંટણી પોઝીટીવ મતની ચૂંટણી છે. ફરીથી સરકારને લાવવાની છે, કામ દેવાનું છે, જવાબદારી દેવાની છે. આ સકારાત્મક વિચારે એટલો મોટો જનાદેશ આપ્યો છે. 

ચૂંટણીએ એક નવા યુગનો આરંભ કર્યો
નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ભારતે લોકશાહીનાં જીવનમાં ચૂંટણી પરંપરામાં દેશની જનતાએ એક નવા યુગનો આરંભ કર્યો છે. અમે તમામ લોકો સાક્ષી છીએ. 2014થી 2019 સુધી દેશ અમારી સાથે ચાલ્યો છે, ક્યારેક અમે બે પગલા આગળ ચાલ્યા છીએ, આ દરમિયાન દેશે અમારી સાથે ભાગીદારી કરી છે. 

2019ની ચૂંટણી લોકોનાં દિલને જોડ્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, સામાન્ય રીતે ચૂંટણી વહેંચી દેતી હોય છે, અંતર પેદા કરે છે, દીવાર બનાવે છે, ખાઇ પેદા કરી દે છે. જો કે 2019 ચૂંટણીમાં દિવાલોને તોડવાનું કામ કર્યું છે. દિલોને જોડવાનું કામ કર્યું છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 2019ની ચૂંટણી સામાજિક એકતાનુ આંદોલન બની ગઇ. સમતા પણ મમતા પણ, સમભાવ પણ અને મમભાવ પણ . આ વાતાવરણે આ ચૂંટણીને એક નવી ઉંચાઇએ પહોંચાડી. 

હું પણ તમારા બધા જેવો જ છું
નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આજે એનડીએનાં તમામ વરિષ્ઠ સાથીઓએ મને આશિર્વાદ આપ્યા છે. તમે બધાએ મને નેતા તરીકે પસંદ કર્યો છે. હું આ વ્યવસ્થાનો હિસ્સો માનુ છું. હું પણ તમારા પૈકી એક છું. હું પણ તમારી સાથે સંમત છું. હું પણ તમારી બરોબર છું, ખભે ખભો મિલાવીને ચાલવાનું છે. 

- આ ચૂંટણીમાં મોદીએ જ મોદીને પડકાર ફેંક્યો અને તમામ રેકોર્ડ તોડ્યા
- ભારતની આઝાદી બાદ પહેલીવાર આટલી મહિલા MP ચૂંટાઇ આવી છે. 
- હંમેશા માતૃ શક્તિ મારુ રક્ષણ કરે છે, મારુ માર્ગદર્શન કરે છે. 
- દેશનાં ઉજવળ ભવિષ્ય માટે ગઠબંધનની રાજનીતિ જરૂરી
- પુર્વ પીએમ અટલ બિહારી વાજપેયીએ ગઠબંધનની રાજનીતિને આગળ વધારી
- એનડીએએક વિશ્વવસ્થ આંદોલન બની ચુક્યું છે.
- દેશની અંદર ગઠબંધનની રાજનીતિમાં કામચલાઉ રમત નહી સાથે ચાલવાની રાજનીતિ સાથે આગળ વધવું.
- તમામ દળો કંઇક જતું કરે છે અને તેમાંથી શક્તિનું નિર્માણ કરે છે. 
-વિશ્વાસની એક ડોર જન જનની વચ્ચે બની છે. 
- અનેક નિર્ણયોથી સરકાર હલી પણ જતી હોય છે. 
- દેશવાસીઓએ આ દેશને ચલાવ્યો છે પાંચ વર્ષ સુધી
- વિશ્વાસની ડોર હોય ત્યાં ક્યારે પણ નારાજતી હોતી નથી.
- સકારાત્મક રાજનીતિના કારણે જ ફરી એકવાર તક મળી.
- દેશ પરિશ્રમની પુજા કરે છે અને પવિત્રને મસ્તક પર બેસે છે.
- જનપ્રતિનિધિતે બદલો લેવાની કોઇ જ હક નથી હોતો.
- જે આપણી સાથે નથી તેમની સાથે પણ છીએ, જે સાથે છે તેમની સાથે પણ
- તમારા ક્ષેત્રનો સર્વાંગિક વિકાસ થાય તે ખુબ જ જરૂરી છે. 
- આપણું સુત્ર જ સબકા સાથ સબકા વિકાસ છે. 
- જનપ્રતિનિધિત તરીકે માનવીય સંવેદના હોવી જોઇએ અને આપણું પોતાનું હોઇ શકે નહી
- અમેરિકાનાં રાષ્ટ્રપતિને જેટલો મત મળ્યા હતા તેટલા મત આપણા 2014ની તુલનાએ 2019માં વધ્યા
- 17 રાજ્યોમાં તો 50 ટકા અથવા તો તેનાથી વધારે મત આપ્યા છે. 
- આ ચૂંટણી ભાજપ કે એનડીએ નથી લડ્યું જનતાએ લડી છે. 
- મે પ્રચાર માટે કોઇ રેલી કરી જ નથી મે માત્ર આભાર વ્યક્ત કરવા માટે રેલીઓ કરી
- 2019નીી લોકસભા ચૂંટણી મારા માટે તિર્થયાત્રા હતી.- ભારતનાં લોકશાહીને આપણે સમજવી પડશે. ભારતના મતદાતા, ભારતનાં નાગરિકો નીર, ક્ષીર વિવેકને કોઇ માપદંડથી માપી શકાય નહી.
- અમે કહી શકીએ છીએ કે સત્તાનો નશો ભારતનાં મતદાતાઓને ક્યારે પણ પ્રભાવિત નથી કરતા.
- સત્તાભાવ ભારતનાં મતદાતાઓ ક્યારે પણ સ્વિકારતો નથી.
- ભારતનો મતદાતા સત્તાભાવ સ્વિકાર નથી કરતો.

નરેન્દ્ર મોદીએ સંવિધાનના પુસ્તક સમક્ષ મસ્તક નમાવ્યું
એનડીએ સંસદીય દળનાં નેતા ચૂંટાયા બાદ નરેન્દ્ર મોદીએ સંસદમાં સંવિધાનના પુસ્તક સામે મસ્તક નમાવ્યું હતું. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, તેઓ નવી યાત્રા માટે સંકલ્પબદ્ધ છે

— ANI (@ANI) May 25, 2019

પરિવારવાદ, જાતીવાદ અને તૃષ્ટિકરણને જનતાએ નકાર્યું
ભાજપ અધ્યક્ષ અમિત શાહે કહ્યું કે, દેશની ચૂંટણીમાં સરેરાશ પરિવારવાદ, જાતિવાદ અને તૃષ્ટિકરણ જોવા મળ્યું હતું, પરંતુ આ ચૂંટણીમાં જનતાના પરિવારવાદ, જાતીવાદ અને તૃષ્ટિકરણને બહારનો રસ્તો દેખાડ્યો છે. 

અભુતપુર્વ લોકશાહીની સુંદરતા દર્શાવે છે
અમિત શાહે કહ્યું કે, જનાદેશ અમારી સુંદરતાને દેખાડે છે. તેમણે કહ્યું કે, અમારી સરકારે 22 કરોડ પરિવારનાં જીવન સ્તરને ઉપર ઉઠાવ્યું છે. તેમણે કહ્યું કે, આ સરકારમાં લોકોને ગેસ, વિજળી, શૌચાલય મળ્યું છે. 

ગરીબથી ગરીબને પણ મોદી પર ભરોસો છો
પોતાના સંબોધનમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહે કહ્યું કે, દેશની જનતા નરેન્દ્ર મોદી પર વિશ્વાસ ધરાવે છે. તેમણે કહ્યું કે, દેશનાં ગરીબોને ગરીબ જનતાએ પણ નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં પોતાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. 

જનાદેશ પ્રચંડ સમર્થનની અભિવ્યક્તિ - શાહ
નરેન્દ્ર મોદીની એનડીએ સંસદીય દળનાં નેતા ચૂંટાયા બાદ અમિત શાહે કહ્યું કે, આ જનાદેશ જનતાના પ્રચંડ સમર્થનની અભિવ્યક્તિ છે. અમિત શાહે કહ્યું કે, 17 રાજ્યોમાં 50 ટકાથી વધારે મત અમને મળ્યા છે. અમિત શાહે કહ્યું કે, દેશનાં તમામ હિસ્સાઓમાંથી અમને આશિર્વાદ મળ્યા છે. 

નરેન્દ્ર મોદી NDAના સાંસદીય દળનાં નેતા બન્યા
ભાજપ સંસદીય દળનાં નેતા પસંદ થયા બાદ નરેન્દ્ર મોદીને એનડીએ સંસદીય દળનાં નેતા ચૂંટવામાં આવ્યા. શિરોમણી અકાલી દળનાં નેતા પ્રકાશ સિંહ બાદલે નરેન્દ્ર મોદીનાં નામનો પ્રસ્તાવ મુક્યો હતો. તેમના નામના સમર્થનમાં જેડુયૂ અધ્યક્ષ નીતીશ કુમાર, એલજેપી અધ્યક્ષ રામવિલાસ પાસવા સહિત એનડીનાં સહયોગીઓએ નરેન્દ્ર મોદીનાં નામનું સમર્થન કર્યું. 

અડવાણી-જોશીએ નરેન્દ્ર મોદીનું સન્માન કર્યું.
સંસદની અંદર ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીએ નરેન્દ્ર મોદીનું પુષ્પગુચ્છ આપીને સ્વાગત કર્યું. નરેન્દ્ર મોદીએ સંસદ ભવનની અંદર અડવાણી અને મુરલી મનોહર જોશીના ચરણસ્પર્શ કરીને આશિર્વાદ લીધા. 
 

— ANI (@ANI) May 25, 2019

નરેન્દ્ર મોદી બન્યા ભાજપ સંસદીય દળના નેતા
ભાજપ અધ્યક્ષ અમિત શાહે ભાજપ સંસદીય દળનાં નેતા તરીકે નરેન્દ્ર મોદીના નામનો પ્રસ્તાવ મુક્યો. આ પ્રસ્તાવનો રાજનાથ સિંહ અને નિતિન ગડકરીએ સમર્થન કર્યું. ત્યાર બાદ ઔપચારિક રીતે અધ્યક્ષ અમિત શાહે એકવાર ફરીથી નરેન્દ્ર મોદીનાં ભાજપ સંસદીય દળનાં નેતા તરીકે ચૂંટાયા હતા. 

નરેન્દ્ર મોદીનાં નામનો પ્રસ્તાવ
અમિત શાહે ભાજપ સંસદીય દળનાં નેતા તરીકે નરેન્દ્ર મોદીનાંનામનો પ્રસ્તાવ રજુ કર્યો હતો. 

ગુરદાસપુરના નવા ચૂંટાયેલ સાંસદ સની દેઓલ બેઠકમાં પહોંચ્યા
પહેલીવાર સાંસદ બનેલા સની દેઓલ સંસદના સેન્ટ્રલ હોલમાં પહોંચ્યા હતા. સની દેઓલ અહીં સંસદીય દળની બેઠકમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા. 

અમિત શાહ સંસદીય દળની બેઠકમાં પહોંચ્યા
ભાજપ અધ્યક્ષ અમિત શાહ ભાજપ સંસદીય દળની બેઠકમાં પહોંચી ચુક્યા છે. 

થોડા સમયમાં ભાજપ સંસદીય દળની બેઠક
ભાજપ સંસદીય દળની બેઠક થોડા સમયમાં સંસદના સેન્ટ્રલ હોલમાં ચાલુ થવાની છે. સંસદીય દળની બેઠકમાં ભાગ લેવા માટે ભાજપનાં તમામ 303 સાંસદો અહીં પહોંચી રહ્યા છે. આ બેઠકમાં નરેન્દ્ર મોદીને ઔપચારિક રીતે સંસદીય દળનાં નવા નેતા તરીકે પસંદ કરવામાં આવશે. 

8 વાગ્યે રાષ્ટ્રપતિ કોવિંદ સાથે મુલાકાત કરી શકે છે વડાપ્રધાન મોદી
સાંજે 7 વાગ્યે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ એનડીએ નેતાઓને સરકાર બનાવવાનું આમંત્રણ આપી શકે છે. સાંજે 8 વાગ્યે સરકાર બનાવવાનો દાવો રજુ કરી શકે છે વડાપ્રધાન મોદી. દાવો રજુ કરી મીડિયા સાથે વિશેષ ચર્ચા કરે તેવી શક્યતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news