હવે દારૂની બોટલ પર પણ સ્વાસ્થ્ય ચેતવણી અનિવાર્ય બનશે

અત્યાર સુધી તમાકુનાં ઉત્પાદનો પર સ્વાસ્થ્ય અંગેની ચેતવણી લગાવવી ફરજિયાત હતી

હવે દારૂની બોટલ પર પણ સ્વાસ્થ્ય ચેતવણી અનિવાર્ય બનશે

સુમન અગ્રવાલઃ આવતા વર્ષથી દારૂની દરેક બોટલ પર એક ચેતવણી લખવી ફરજિયાત બની જશે. (વ્હિસ્ક, રમ, વોડકા, બ્રાન્ડી) કોઈ પણ પ્રકારનો દારો હોય, દરેક બોટલ પર દારૂનું સેવન આરોગ્યને નુકસાનકારક છે અને દારૂ પીધા બાદ ગાડી ચલાવવી નહીં
એવી ચેતવણી લખવી ફરજિયાત બની જશે. 

તાજેતરમાં જ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા દારૂની બોટલ પર આરોગ્ય અંગેની ચેતવણી લખવાનું ફરજિયાત કરવા માટે જણાવ્યું હતું. તેને અનુલક્ષીને ફૂડ સેફ્ટની એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) દ્વારા ભારતમાં પણ આલ્કોહોલ ધરાવતા તમામ
પીણા બાબતે એક ગાઈડલાઈન બહાર પાડી છે. આ ગાઈડલાઈન એપ્રિલ, 2019થી દેશભરમાં લાગુ થઈ જશે. 

ભારત સરકારની ગાઈડલાઈન મુજબ આરોગ્ય અંગે જે ચેતવણી લખવામાં આવશે તેને બોલ્ડ અક્ષરમાં લખવાની રહેશે. દારૂની બોટલ પર બે ચેતવણી લખેલી હશે. 
1. દારૂ પીવો આરોગ્ય માટે નુકસાનકારક છે. 
2. દારૂ પીધા પછી ગાડી ન ચલાવો. 

એફએસએસએઆઈના જણાવ્યા મુજબ, આવતા વર્ષથી કોઈ પણ પ્રકારની તસવીર આધારિત ચેતવણી છાપી શકાશે નહીં. સરકાર દ્વારા નક્કી કરેલા ધારાધોરણ પ્રમાણે મોટા અક્ષરોમાં ચેતવણી લખવાની રહેશે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news