સેક્સની દવાઓના નામ પર જંગલમાંથી ચોરી થઈ રહ્યું છે આ પ્રાણી, લાખોમાં વેચાય છે માંસ
Pangolin Trafficking News: થોડા વર્ષ પહેલા એનવાયરમેન્ટલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (EIA) દ્વારા બહાર પાડવામાં આવેલા રિપોર્ટમાં દાવો કરાયો હતો કે અનેક દવાઓ બનાવનારી કંપનીઓ દુર્લભ જીવ પેંગોલિનથી બનેલી ઉત્પાદનોને લાંબા સમયથી બજારમાં વેચી રહી છે. આ માટે તેમણે કાયદેસર રીતે લાયસન્સ પણ લીધુ છે. ત
Trending Photos
Pangolin Trafficking News: થોડા વર્ષ પહેલા એનવાયરમેન્ટલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (EIA) દ્વારા બહાર પાડવામાં આવેલા રિપોર્ટમાં દાવો કરાયો હતો કે અનેક દવાઓ બનાવનારી કંપનીઓ દુર્લભ જીવ પેંગોલિનથી બનેલી ઉત્પાદનોને લાંબા સમયથી બજારમાં વેચી રહી છે. આ માટે તેમણે કાયદેસર રીતે લાયસન્સ પણ લીધુ છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ પ્રાણીના સ્કેલ અને માંસનો ઉપયોગ લાંબા સમયથી સ્પર્મ કાઉન્ટ વધારવા માટે અને લેક્ટેશનવાળી માતાઓ માટે દવા બનાવવા માટે કરાય છે. એનિમલ રાઈટ્સ માટે કામ કરનારી અનેક એજન્સીઓએ દાવો કર્યો છે કે જે રીતે આ જીવનો શિકાર થઈ રહ્યો છે તે જોતા આવનારા સમયમાં આ પણ ડોડો પક્ષીની કેટેગરીમાં જતું રહેશે. એટલે કે લુપ્ત થવાનું જોખમ તોળાવવા લાગશે.
શું હોય છે પેંગોલિન?
પેગોલિન એક સ્તનધારી જીવ છે જે કીડા ખાઈને પોતાનું જીવન પસાર કરે છે. તેની પ્રજાતિ લગભગ 83 મિલિયન વર્ષથી ધરતી પર અસ્તિત્વ ધરાવે છે. આફ્રિકા અને એશિયાના જંગલોમાં મળી આવતા પેંગોલિનના શરીર પર મોટા મોટા સ્કેલ્સ હોય છે. જે તેમના શરીરની રક્ષા કરે છે. તેના સેલ એટલા કઠણ હોય છે કે તેને સિંહ પણ પોતાના દાંતથી જલદી કાપી શકતો નથી. પેંગોલિનની કુલ 8 પ્રજાતિઓમાંથી 5 માટે એવું કહેવાય છે કે જલદી તે ધરતી પરથી લુપ્ત થઈ જશે. કારણે મોટા પાયે તેનો શિકાર થઈ રહ્યો છે.
એજન્સીનો દાવો
એનિમલ રાઈટ્સ માટે કામ કરતી એજન્સીઓએ દાવો કર્યો છે કે ચીનની ટ્રેડિશનલ મેડિસિન્સ બનાવવામાં પેંગોલિનના સેલથી લઈને માંસ સુધીનો ઉપયોગ થાય છે. એજન્સીએ દાવો કર્યો કે પેંગોલિનથી સ્પર્મ કાઉન્ટમાં વધારો કરનારી દવાઓ બનાવવામાં આવે છે. આ ઉપરાંત સ્તનપાન કરાવતી માાતઓને તેમાંથી બનતી દવાઓ અપાઈ રહી છે. ચીનની ટ્રેડિશનલ મેડિસિનમાં એવું મનાય છે કે એનર્જી સંલગ્ન બીમારીને ઠીક કરવા માટે પણ પેંગોલિન સૌથી ઉપયોગી જીવ છે. જેના કારણે ચીનમાં તેની તસ્કરી ઝડપથી વધી છે. જો કે તથ્યાત્મક રીતે આ વાતની પુષ્ટિ થઈ શકી નથી કે વાસ્તવમાં તેનાથી બનેલી દવાઓ સેક્સ સંબંધિત સમસ્યાઓ દૂર કરી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે