UPમાં મજૂરોને મળશે રોજગાર, PM મોદીએ લોન્ચ કર્યું આત્મનિર્ભર અભિયાન

લોકડાઉન (Lockdown) બાદ દેશની અર્થવ્યવસ્થાને ફરીથી દોડાવવા માટે કેન્દ્ર સરકારે હવે પોતાની જાહેરાતને હકીકતમાં ફેરવવાની શરૂઆત કરી દીધી છે. આ જ કડીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)  આજે ઉત્તર પ્રદેશમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આત્મનિર્ભર ઉત્તર પ્રદેશ રોજગાર અભિયાન  (Atma Nirbhar UP Rojgar Abhiyan) લોન્ચ કર્યું. 

UPમાં મજૂરોને મળશે રોજગાર, PM મોદીએ લોન્ચ કર્યું આત્મનિર્ભર અભિયાન

નવી દિલ્હી: લોકડાઉન (Lockdown) બાદ દેશની અર્થવ્યવસ્થાને ફરીથી દોડાવવા માટે કેન્દ્ર સરકારે હવે પોતાની જાહેરાતને હકીકતમાં ફેરવવાની શરૂઆત કરી દીધી છે. આ જ કડીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)  આજે ઉત્તર પ્રદેશમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આત્મનિર્ભર ઉત્તર પ્રદેશ રોજગાર અભિયાન  (Atma Nirbhar UP Rojgar Abhiyan) લોન્ચ કર્યું. 

— ANI UP (@ANINewsUP) June 26, 2020

યુપીના એક કરોડ લોકોને મળશે રોજગાર
આત્મનિર્ભર ઉત્તર પ્રદેશ રોજગાર અભિયાન હેઠળ ઉત્તર પ્રદેશમાં એક કરોડ લોકોને રોજગારી ઉપલબ્ધ કરાવવામાં આવશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ એક સાથે એક કરોડ લોકોને રોજગાર આપીને એક નવો રેકોર્ડ બનાવશે. એક સાથે એક કરોડથી વધુ લોકોને રોજગારી આપનારું ઉત્તર પ્રદેશ પહેલવહેલું રાજ્ય બનશે. સાથે સાથે આજ દિવસે એમએસએમઈ શાખાઓને કરજ પણ અપાશે. 

પ્રધાનમંત્રી મોદી ગ્રામીણો સાથે કરશે વાત
મળતી માહિતી મુજબ યોજનાના શુભારંભ બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રદેશના છ જિલ્લાના ગ્રામીણો સાથે સંવાદ કરશે. આ જિલ્લાઓના લોકો કોમન સર્વિસ સેન્ટર અને કૃષિ  વિજ્ઞાન કેન્દ્રોના માધ્યમથી પ્રધાનમંત્રી સાથે વાત કરશે. 

મળતી માહિતી મુજબ યોજનાના વર્ચ્યુઅલ ઉદ્ધાટનમાં પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત અનેક કેન્દ્રીય અને રાજ્યમંત્રીઓ સામેલ થશે. આ અભિયાનનો હેતુ બહારથી પાછા ફરેલા કામદારોને રોજગારી ઉપલબ્ધ કરાવવાનો, લોકલ સ્તર પર વેપારધંધાને પ્રોત્સાહન આપવાનો અને ઔદ્યોગિક સંગઠનોને એકસાથે જોડવાનો છે. 

જુઓ LIVE TV

ઉત્તર પ્રદેશમાં 30 લાખથી વધુ પ્રવાસી મજૂરો પાછા ફર્યા છે. પ્રદેશના ફક્ત 31 જિલ્લામાં જ 25 હજારથી વધુ પ્રવાસી કામદારો હાજર છે. આવામાં આ કામદારો માટે પ્રદેશની યોગી સરકારે રોજગારની વ્યવસ્થા કરવાની કવાયત શરૂ કરી દીધી છે. જે હેઠળ આ આત્મનિર્ભર ઉત્તર પ્રદેશ રોજગાર અભિયાનની શરૂઆત કરવામાં આવી રહી છે. 

મુખ્યમંત્રીએ આ માટે રાજ્યમાં પ્રવાસી મજૂરોના આવવાની સાથે જ સ્કિલ મેપિંગનું કામ શરૂ કરી દીધુ હતું. પ્રદેશ સરકાર પાસે 36 લાખથી વધુ પ્રવાસી શ્રમિકોનો પૂરેપૂરો ડેટા બેન્ક મેપિંગ સાથે તૈયાર છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news