રાષ્ટ્રપતિ ચૂંટણીને લઈને મમતા બેનર્જીએ 22 વિપક્ષી નેતાઓને લખ્યો પત્ર, 16 જૂને બોલાવી બેઠક
બંગાળના મુખ્યમંત્રીએ પોતાના પત્રમાં લખ્યું કે ભારતમાં ગણતંત્ર સંપૂર્ણ રીતે ખતમ થઈ રહ્યું છે તેવામાં વિપક્ષે એક સાથે આવવું જોઈએ કારણ કે તેના દ્વારા ફરી ગણતંત્રને બચાવી શકાશે.
Trending Photos
નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ ચૂંટણીની જાહેરાતની સાથે તમામ રાજકીય પાર્ટીઓ સક્રિય થઈ ગઈ છે. હજુ સુધી સત્તામાં રહેલી એનડીએ પોતાના ઉમેદવારની જાહેરાત કરી નથી. પરંતુ રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા વિપક્ષી નેતા અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ સક્રિય થઈ ગયા છે. નોંધનીય છે કે રાષ્ટ્રપતિ ચૂંટણી માટે 18 જુલાઈએ મતદાન અને 21 જુલાઈએ મત ગણતરી થવાની છે.
તૃણમૂલ કોંગ્રેસે કહ્યું છે કે રાષ્ટ્રપતિ ચૂંટણી નજીક છે, તેને લઈને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પહેલ કરી છે. તેમણે વિભાજનકારી તાકાતો વિરુદ્ધ મજબૂત અને પ્રભાવી વિપક્ષ માટે 15 જૂને કોન્સ્ટીટ્યૂશન ક્લબ દિલ્હીમાં એક સંયુક્ત બેઠકમાં ભાગ લેવા માટે વિપક્ષી મુખ્યમંત્રીઓ અને નેતાઓને પત્ર લખ્યો છે. તેમણે અરવિંદ કેજરીવાલ, કેરલના સીએમ પિનારાઈ વિજયન, નવીન પટનાયક, તેલંગણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ, તમિલનાડુના એમકે સ્ટાલિન, ઉદ્ધવ ઠાકરે, ઝારખંડના સીએમ હેમંત સોરેન, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીને પત્ર લખ્યો છે.
Our hon'ble chairperson @MamataOfficial calls upon all progressive opposition forces to meet and deliberate on the future course of action keeping the Presidential elections in sight; at the Constitution Club, New Delhi on the 15th of June 2022 at 3 PM. pic.twitter.com/nrupJSSbT8
— All India Trinamool Congress (@AITCofficial) June 11, 2022
સંયુક્ત બેઠકમાં ભાગ લેવા માટે વિપક્ષી મુખ્યમંત્રીઓ અને નેતાઓની યાદી
1. અરવિંદ કેજરીવાલ (મુખ્યમંત્રી, દિલ્હી)
2. પિનરાઈ વિજયન (મુખ્યમંત્રી, કેરળ)
3. નવીન પટનાયક (મુખ્યમંત્રી, ઓડિશા)
4. કલવકુંતલા ચંદ્રશેખર રાવ (મુખ્યમંત્રી, તેલંગાણા)
5. એમકે સ્ટાલિન (મુખ્યમંત્રી, તમિલનાડુ)
6. ઉદ્ધવ ઠાકરે (મુખ્યમંત્રી, મહારાષ્ટ્ર)
7. હેમંત સોરેન (મુખ્યમંત્રી, ઝારખંડ)
8. ભગવંત સિંહ માન (મુખ્યમંત્રી, પંજાબ)
9. સોનિયા ગાંધી (પ્રમુખ, કોંગ્રેસ)
10. લાલુ પ્રસાદ યાદવ (પ્રમુખ, આરજેડી)
11. ડી. રાજા (સેક્રેટરી જનરલ, CPI)
12. સીતારામ યેચુરી (સેક્રેટરી જનરલ, CPIM)
13. અખિલેશ યાદવ (પ્રમુખ, સમાજવાદી પાર્ટી)
14. શરદ પવાર (પ્રમુખ, NCP)
15. જયંત ચૌધરી (રાષ્ટ્રીય પ્રમુખ, RLD)
16. એચડી કુમારસ્વામી (કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન)
17. એચડી દેવગૌડા (MP, ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન)
18. ફારૂક અબ્દુલ્લા (ચેરમેન, JKNC)
19. મહેબૂબા મુફ્તી (ચેરમેન, પીડીપી)
20. એસ. સુખબીર સિંહ બાદલ (પ્રમુખ, શિરોમણી અકાલી દળ)
21. પવન ચામલિંગ (પ્રમુખ, સિક્કિમ ડેમોક્રેટિક ફ્રન્ટ)
22. કે એમ કાદર મોહિદ્દીન (પ્રમુખ, IUML)
શું છે રાષ્ટ્રપતિ ચૂંટણીમાં મતોનું ગણિત
આજની તારીખે રાજ્યોમાં કુલ 4790 ધારાસભ્યો છે. તેના મતનું મૂલ્ય 5.4 લાખ (5,42,306) થાય છે. સાંસદોની સંખ્યા 767 છે, જેના મતનું કુલ મૂલ્ય પણ આશરે 5.4 લાખ (5,36,900) થાય છે. આ રીતે રાષ્ટ્રપતિ ચૂંટણી માટે કુલ મત લગભગ 10.8 લાખ (10,79,206) છે. એક ધારાસભ્યના મતનું મૂલ્ય રાજ્યની વસ્તી અને ધારાસભ્યોની સંખ્યા હિસાબે નક્કી થાય છે. સાંસદોના મતનું મૂલ્ય ધારાસભ્યોના મતના કુલ મૂલ્યને લોકસભા અને રાજ્યસભાના સાંસદોની સંખ્યા વડે ભાગી નક્કી કરવામાં આવે છે.
એનડીએ પાસે 5,26,420 મત છે. યૂપીએના ભાગમાં 2,59,892 મત છે. અન્ય (ટીએમસી, YSRCP, BJD, સપા અને લેફ્ટ) પાસે કુલ 2,92,894 મત છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે