Protesting Farmers Vaccination : રાકેશ ટિકૈત બોલ્યા- પ્રદર્શનકારી કિસાનોને પણ લગાવો કોરોના વેક્સિન
Kisan Andolan News Updates : ભારતમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. પ્રથમ તબક્કામાં સ્વાસ્થ્યકર્મીઓ અને ફ્રંટ લાઇન વર્કર્સને કોરોના વેક્સિન આપવામાં આવી. 1 માર્ચથી રસીકરણનું બીજુ અભિયાન શરૂ થયું જેમાં બીમારીથી ગ્રસ્ત 45થી 59 વર્ષના લોકો અને 60 વર્ષથી ઉપરની ઉંમરના લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે.
Trending Photos
નવી દિલ્હીઃ કિસાન નેતા રાકેશ ટિકૈત (Rakesh Tikait) પ્રદર્શન સ્થળ પર કોરોના વેક્સિનનો ડોઝ લેશે. તેમણે માંગ કરી કે પ્રદર્શન કરી રહેલા કિસાનોને પણ કોરોનાની રસી લગાવવામાં આવે. ભારતીય કિસાન યુનિયન (BKU) ના પ્રવક્તાએ કહ્યુ કે, તે પણ રસી લગાવવા ઈચ્છે છે. તેમણે શરત જેવી વાત તો કહી નથી, પરંતુ એટલું જરૂર કહ્યું કે, પ્રદર્શનકારી કિસાનો અને જેલમાં બંધ કેદીઓને પણ વેક્સિન આપવી જોઈએ. તેમના નિવેદન બાદ તે અર્થ કાઢવામાં આવી રહ્યો છે કે ટિકૈત પ્રદર્શન સ્થળ પર રસીકરણ અભિયાન ચલાવવાની માંગ રાખી છે. ટિકૈટ હાલ ગાઝીપુર બોર્ડર પર છે.
આ નેતા કરી રહ્યાં છે પ્રદર્શનનું નેતૃત્વ
ત્રણ કેન્દ્રીય કૃષિ કાયદાને કિસાન વિરોધી જણાવતા હજારો કિસાન દિલ્હીની અલગ-અલગ સરહદ પર ધરણા આપી રહ્યાં છે. આ કિસાનો મુખ્ય રૂપે હરિયાણા અને પંજાબના કિસાન યુનિયનોની આગેવાનીમાં પ્રદર્શન કરી રહ્યાં છે. રાકેશ ટિકૈત સિવાય ક્રાંતિકારી કિસાન યુનિયનના અધ્યક્ષ તથા ઓલ ઈન્ડિયા કિસાન સંઘર્ષ કો-ઓર્ડિનેશન કમિટી (AIKSCC) ની કાર્યકારી સમિતિના દર્શનલ પાલ, અખિલ ભારતીય કિસાન સભાના મહાસચિવ હન્નાન મોલ્લાહ, કિસાન મજદૂર સંઘર્ષ કમિટીના મહાસચિવ શ્રવણ સિંહ પંઢેર, કિસાન મજદૂર સંઘર્ષ સમિતિ તથા પંજાબ કિસાન સંઘર્ષ સમિતિના અધ્યક્ષ સતનામ સિંહ પન્નૂ, ઓલ ઈન્ડિયા કિસાન ફેડરેશનના અધ્યક્ષ પ્રેમ સિંહ ભંગૂ, સ્વરાજ ઈન્ડિયાના યોગેન્દ્ર યાદવ અને કિસાન નેતા ગુરનામ સિંહ ચઢૂની જેવા વ્યક્તિઓ આગેવાની કરી રહ્યાં છે.
कोरोना की वैक्सीन दिल्ली में प्रदर्शन कर रहे किसानों और जेल के कैदियों को भी लगनी चाहिए: भारतीय किसान यूनियन के राष्ट्रीय प्रवक्ता राकेश टिकैत #CovidVaccine pic.twitter.com/OpL4awi2zc
— ANI_HindiNews (@AHindinews) March 18, 2021
16 જાન્યુઆરીથી શરૂ થયું રસીકરણ અભિયાન
ધ્યાનમાં રહે કે ભારતમાં 16 જાન્યુારીથી રસીકરણ અભિયાનની શરૂઆત થઈ હતી. પ્રથમ તબક્કામાં સ્વાસ્થ્યકર્મીઓ અને ફ્રંટ લાઇન વર્કર્સને કોરોના વેક્સિન આપવામાં આવી. 1 માર્ચથી રસીકરણનું બીજુ અભિયાન શરૂ થયું જેમાં બીમારીથી ગ્રસ્ત 45થી 59 વર્ષના લોકો અને 60 વર્ષથી ઉપરની ઉંમરના લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે. આમ તો અલગ-અલગ સમૂહો પોતાના વેક્સિનની માંગ કરવા લાગ્યા છે. તેને લઈને સુપ્રીમ કોર્ટમાં પણ અરજી દાખલ કરવામાં આવી છે.
દેશમાં હાલ કોવૈક્સીન અને કોવીશીલ્ડ, બે પ્રકારની રસીના ઉપયોગને મંજૂરી મળી છે. જ્યારે કેટલીક વેક્સિનને નજીકના ભવિષ્યમાં મંજૂરી મળવાની આશા છે. સંભવતઃ અન્ય રસીને મંજૂરી મળ્યા બાદ રસીકરણ અભિયાનનું વર્તુળ વધારી પ્રાથમિકતાની યાદીમાં ફેરફાર કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે