Shatrughan Sinha ભાજપમાં પાછા ફરશે? બિહારીબાબુએ આપ્યો આ જવાબ

શત્રુઘ્ન સિન્હાએ કહ્યું કે, તે મનોરંજન માટે રવિવારે વ્યંગ તરીકે કહ્યું હતું. હું દર રવિવારે મનોરંજન માટે કેટલીક ટ્વીટ કરું છું અને તેનો કોઈ રાજનીતિક અર્થ કાઢવો જોઈએ નહીં.

Shatrughan Sinha ભાજપમાં પાછા ફરશે? બિહારીબાબુએ આપ્યો આ જવાબ

પટણા: અભિનેતા અને કોંગ્રેસ નેતા શત્રુઘ્ન સિન્હાએ ભારતીય જનતા પાર્ટીમાં વાપસી અંગેની અટકળો પર પૂર્ણવિરામ મૂકી દીધુ છે. અત્રે જણાવવાનું કે હાલમાં જ શત્રુઘ્ન સિન્હાએ પીએમ નરેન્દ્ર મોદીના સમર્થનમાં એક ટ્વીટ કરી હતી. ત્યારબાદ તેમના ભાજપમાં પાછા ફરવાની અટકળો શરૂ થઈ ગઈ હતી. 

વ્યંગ તરીકે કરી હતી ટિપ્પણી- શત્રુઘ્ન સિન્હા
શોટગન શત્રુઘ્ન સિન્હાએ હવે કહ્યું કે તેમણે આ ટિપ્પણી એક 'વ્યંગ' તરીકે કરી હતી અને પાર્ટી બદલવાની તેમની કોઈ ઈચ્છા નથી. તેમણે રવિવારે ટ્વીટ કરીને કહ્યું હતું કે 'દુનિયામાં ચાર  પ્રકારના દુ:ખી લોકો હોય છે. પોતાના દુ:ખથી દુખી, બીજાના દુ:ખથી દુખી, બીજાના સુખથી દુખી અને કારણ વગર મોદીથી દુ:ખી'.

મનોરંજન માટે રવિવારે કરુ છું ટ્વીટ
શત્રુઘ્ન સિન્હાએ કહ્યું કે, તે મનોરંજન માટે રવિવારે વ્યંગ તરીકે કહ્યું હતું. હું દર રવિવારે મનોરંજન માટે કેટલીક ટ્વીટ કરું છું અને તેનો કોઈ રાજનીતિક અર્થ કાઢવો જોઈએ નહીં. અભિનેતામાંથી રાજનેતા બનેલા શત્રુઘ્ન સિન્હાએ કહ્યું કે 'ન તો મને કોંગ્રેસ છોડવાની અને ભાજપમાં સામેલ થવાની કોઈ ભાવના છે કે ન તો આ અંગે મારી કોઈ ઈચ્છા છે.'

१. अपने दु:खों से दु:खी,

२. दूसरों के दु:ख से दु:खी,

३. दूसरों के सुख से दु:खी,

और
*New Variant*
४. बिना बात खामखां मोदी से दु:खी!

😁😁😂😂

— Shatrughan Sinha (@ShatruganSinha) June 27, 2021

ભાજપ છોડી  કોંગ્રેસમાં જોડાયા હતા શોટગન
અટલ બિહાર વાજપેયી સરકારમાં કેન્દ્રીય મંત્રી તરીકે કાર્યભાર સંભાળનારા શત્રુઘ્ન સિન્હા 2019ની લોકસભા ચૂંટણી સમયે ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા તથા કોંગ્રેસની ટિકિટ પર પૈતૃક સ્થાન પટણાસાહિબ મતવિસ્તારમાંથી ચૂંટણી લડ્યા હતા. બિહારીબાબુ તરીકે ઓળખાતા શત્રુઘ્નએ 2009ની સાથે સાથે 2014માં પણ ભાજપની ટિકિટ પરથી આ બેઠકથી શાનદાર જીત મેળવી હતી. જો કે તેઓ 2019માં પટણા સાહિબ બેઠકથી કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ સામે મોટા અંતરથી હાર્યા હતા. 

કોંગ્રેસમાં નથી મળી કોઈ મહત્વપૂર્ણ ભૂમિકા
ભાજપ છોડ્યા પહેલા તેમણે પ્રધાનમંત્રી મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ અનેક પરોક્ષ ટિપ્પણીઓ કરી હતી. લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી ખરાબ રીતે ચૂંટણી હારી અને શત્રુઘ્ન સિન્હા પણ સૌથી જૂની પાર્ટીમાં કોઈ પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળ્યા નહીં. મોદી પર તેમની ટિપ્પણીને રાજકીય રીતે તેમની જૂની પાર્ટી સુધી પહોંચવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહી હતી. 

શત્રુઘ્ન સિન્હા હજુ પણ જૂના નિવેદન પર મક્કમ
શત્રુઘ્ન સિન્હા હજુ પણ કહે છે કે તેમણે રાજનીતિનો કક્કો ભાજપમાં શીખ્યો છે અને ભગવા પાર્ટીમાં તેમના અનેક સારા મિત્રો છે. તેમણે કહ્યું કે મે નોટબંધી અને જટિલ જીએસટી લાગૂ કરવા જેવા અનેક મુદ્દાઓ પર નેતૃત્વ સાથે અસહમતિ જતાવીને ભાજપ સાથે છેડો ફાડ્યો હતો અને હજુ પણ તેના પર મક્કમ છું. 

સત્તામાં વાપસી કરશે કોંગ્રેસ
કોંગ્રેસ પાર્ટીના ભવિષ્ય અંગે શત્રુઘ્ન સિન્હાએ કહ્યું કે છેલ્લી બે સંસદીય  ચૂંટણીમાં સાંસદોની સંખ્યા ઓછી હોવાના આધારે આપણે જૂની પાર્ટીને નકારવી જોઈએ નહીં. કોંગ્રેસ સત્તામાં વાપસી કરી શકે છે. કોઈએ એ ન ભૂલવું જોઈએ કે ભાજપ પણ એક સમયે બે સાંસદોની પાર્ટી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news