Tea City of India ની કેટલીક મજેદાર વાતો, જે જાણીને તમે પણ ચોંકી જશો
ભારતના ઉત્તર-પૂર્વમાં આવેલા આસામને ચા (Tea) નું સૌથી મોટુ ઉત્પાદક રાજ્ય માનવામાં આવે છે. આ કારણોસર આસામને Tea City of India પણ કહેવામાં આવે છે.
Trending Photos
ઝી બ્યૂરો, અમદાવાદઃ ભારતના ઉત્તર-પૂર્વમાં આવેલા આસામને ચા (Tea) નું સૌથી મોટુ ઉત્પાદક રાજ્ય માનવામાં આવે છે. આ કારણોસર આસામને Tea City of India પણ કહેવામાં આવે છે. આજના આ આર્ટિકલમાં અમે આપને આસામની ચા સંબંધિત કેટલીક રોચક વાતો જણાવીશું.
આસામ એક એવું રાજ્ય છે જ્યાં દર પાંચમાંથી એક વ્યક્તિ ચા નાં ક્ષેત્રમાં કામ કરે છે. તમને જણાવી દઈએ કે, વિશ્વમાં ચીન પછી આસામ દુનિયાનો બીજા નંબરનો સૌથી મહત્વપૂર્ણ ચા ઉત્પાદક છે. અહીંની ચા ઘણા દેશોમાં નિકાસ થાય છે. રશિયા, સંયુક્ત રાજ્ય અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ઈરાન સહિતના ઘણા દેશમાં આસામની ચાની સારી ડિમાન્ડ છે.
આંકડા અનુસાર, આસામ દર વર્ષે 500 મિલિયન કિલોગ્રામથી પણ વધુ ચા(Tea)નું ઉત્પાદન કરે છે. અહીંની ચામાં સવારની ચામાં એક ખાસ Ingredient વાપરવામાં આવે છે. વર્ષ 1930માં સર વિલિયમ મૈકકેચરે CTC એટલે કે (cut, tear, curl)ની શોધ કરી હતી. CTC ચાની પ્રોસેસિંગની એક પદ્ધતિ છે. જેમાં ચા પત્તીને રોલર્સમાંથી પસાર કરવામાં આવે છે. આ રોલર્સ ચા પત્તીને નાના કડક દાણામાં પરિવર્તિત કરે છે. જેનાથી તે ચા પત્તીના દાણાં સરળતાથી પેક થઈ શકે.
આસામના ચા પ્લાન્ટની શોધ રોબર્ટ બ્રુસ દ્વારા કરવામાં આવી હતી. સૌથી પહેલા ચાનો પીણાં તરીકે ઉપયોગ અહીંની આદિવાસી પ્રજાતિએ કર્યો હતો. 1823માં આદિવાસી પ્રજાતિના પ્રમુખે બેસા ગામે 1823માં રોબર્ટ બ્રુસને ચાનો છોડ બતાવ્યો હતો. તમને જણાવી દઈએ કે, ભારતના પૂર્વોત્તર રાજ્યોમાં સૂર્યોદય સૌથી પહેલા થાય છે. એવામાં આસામના ચા(Tea)ની બાગાયતી ખેતી કરતા કર્મચારીઓ માટે અલગ ટાઈમ ઝોન બનાવવામાં આવ્યો છે. આ સમયને ચા બાગાનનો ટાઈમ કહેવામાં આવે છે. ચા બાગાનનો ટાઈમ ભારતીય માનક સમય (IST) કરતા એક કલાક આગળ હોય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે