કાનપુરમાં પોલીસટીમ પર હુમલો: DySP, 3 સબ ઈન્સ્પેક્ટર, સહિત 8 પોલીસકર્મી શહીદ અને 7 ઘાયલ

ઉત્તર પ્રદેશના કાનપુરમાં મધરાતે હિસ્ટ્રીશીટર વિકાસ દુબેને પકડાવા ગયેલી પોલીસની ટીમ પર બદમાશોએ અંધાધૂંધ ફાયરિંગ કર્યું જેમાં ડીવાયએસપી દેવેન્દ્ર મિશ્રા સહિત 8 પોલીસકર્મીઓએ જીવ ગુમાવ્યાં છે. 

કાનપુરમાં પોલીસટીમ પર હુમલો: DySP, 3 સબ ઈન્સ્પેક્ટર, સહિત 8 પોલીસકર્મી શહીદ અને 7 ઘાયલ

કાનપુર: ઉત્તર પ્રદેશના કાનપુર (Kanpur) માં મધરાતે હિસ્ટ્રીશીટર વિકાસ દુબેને પકડાવા ગયેલી પોલીસની ટીમ પર બદમાશોએ અંધાધૂંધ ફાયરિંગ કર્યું જેમાં ડીવાયએસપી દેવેન્દ્ર મિશ્રા સહિત 8 પોલીસકર્મીઓએ જીવ ગુમાવ્યાં છે તથા 6 જેટલા પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. મળતી માહિતી મુજબ ઉત્તર પ્રદેશમાં કાનપુરના બિઠૂરમાં બદમાશોએ મધરાતે રેડ પાડવા ગયેલી પોલીસ ટીમ પર ફાયરિંગ કર્યું. જેમાં એક ડીએસપી, 3 પોલીસ સબ ઈન્સ્પેક્ટર, 4 કોન્સ્ટેબલ શહીદ થયા છે. આ ફાયરિંગમાં 7 પોલીસકર્મી ઘાયલ પણ થયા છે. 

ઘાયલ પોલીસકર્મીની રિજેન્સી હોસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી છે. પોલીસ વિકાસ દુબે નામના હિસ્ટ્રી શીટરને પકડવા માટે વિકરુ ગામ ગઈ હતી. હુમલાખોરોએ ધાબા પરથી પોલીસ પર ફાયરિંગ કર્યું. 

— ANI UP (@ANINewsUP) July 3, 2020

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શહીદ પોલીસકર્મીઓને શ્રદ્ધાંજલિ આપી અને તેમના પરિજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. સીએમ યોગીએ બદમાશો પર કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે. તેઓ સતત એડિશનલ ચીફ સેક્રેટરી અને ડીજીપીના સતત સંપર્કમાં છે. 

યુપીના ડીજીપી હિતેશચંદ્ર અવસ્થીએ કહ્યું કે પોલીસને રોકવા માટે બદમાશોએ રસ્તામાં જેસીબી મશીન મૂક્યા હતાં. યોજના બનાવીને હિસ્ટ્રી ઠીર વિકાસ દુબે અને તેના સાથીઓએ પોલીસ ટીમ પર હુમલો કર્યો. 

અત્રે જણાવવા4નું કે રીજેન્સી હોસ્પિટલમાં ઘાયલ પોલીસકર્મીઓમાંથી કેટલાકની હાલત ગંભીર છે. પોલીસની ટિમ ચોબેપુર પોલીસ સ્ટેશન હદના વિકરુ ગામમાં રેડ પાડવા ગઈ હતી. જ્યાં બદમાશોએ પોલીસ ટીમ પર ફાયરિંગ કર્યું. અથડામણમાં બિઠુર થાણા પ્રભારી કૌશલેન્દ્ર પ્રતાપ સહિત અનેક પોલીસકર્મીઓને ગોળીઓ વાગી. બદમાશ વિકાસ દુબે અને તેના સાથીઓએ પોલીસના અનેક હથિયારો પણ લૂટી લીધા. 

જુઓ LIVE TV

કાનપુર આઈજી  રેન્જ મોહિતકુમારે જણાવ્યું કે 10-15 બદમાશીઓએ ઘાત લગાવીને પોલીસટીમ પર હુમલો કર્યો. અત્રે જણાવવાનું કે બદમાશ વિકાસ દુબે આ અગાઉ પણ રાજ્યમંત્રી અને પોલીસકર્મી સહિત અનેક લોકોની હત્યા કરી ચૂક્યો છે. એડીજી કાનપુર ઝોન આઈજી રેન્જ, એસએસપી કાનપુર સહિત અનેક જિલ્લાઓની પોલીસ ફોર્સ ઘટનાસ્થળે હાજર છે અને કોમ્બિંગ ચાલુ છે. ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપીઓ ઘટનાસ્થળેથી ભાગી ગયા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news