ખેડૂત પરિવારમાંથી આવતા Justice N V Ramana હશે આગામી ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા
ભારતના ચીફ જસ્ટિસ શરદ અરવિંદ બોબડેએ કેન્દ્ર સરકારને એન વી રમન્નાને પોતાના ઉત્તરાધિકારી અને દેશના 48માં ચીફ જસ્ટિસ બનવાની ભલામણનો પત્ર મોકલી દીધો છે. પરંપરા મુજબ જસ્ટિસ બોબડેએ વિધિ અને ન્યાય મંત્રાલયને પત્ર લખ્યો છે.
Trending Photos
નવી દિલ્હી: ભારતના ચીફ જસ્ટિસ શરદ અરવિંદ બોબડેએ કેન્દ્ર સરકારને એન વી રમન્નાને પોતાના ઉત્તરાધિકારી અને દેશના 48માં ચીફ જસ્ટિસ બનવાની ભલામણનો પત્ર મોકલી દીધો છે. પરંપરા મુજબ જસ્ટિસ બોબડેએ વિધિ અને ન્યાય મંત્રાલયને પત્ર લખ્યો છે.
23 એપ્રિલના રોજ રિટાયર થઈ રહ્યા છે ચીફ જસ્ટિસ બોબડે
આગામી મહિને 23 એપ્રિલના રોજ ચીફ જસ્ટિસ બોબડે રિટાયર થઈ રહ્યા છે. નાગપુરમાં જન્મેલા બોબડેએ 18 નવેમ્બર 2019ના રોજ 63 વર્ષની ઉંમરમાં દેશના 47માં સીજેઆઈ તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. પોતાના રિટાયરમેન્ટના લગભગ એક મહિના પહેલા ચીફ જસ્ટિસ પોતાના ઉત્તરાધિકારીનું નામ સીલબંધ કવરમાં સરકારને મોકલે છે.
અત્રે જણાવવાનું કે ત્યારબાદ પ્રધાનમંત્રી સાથે વિચાર વિમર્શ કર્યા બાદ દેશના રાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટના ટોચના પદ માટે નામની જાહેરાત કરે છે.
કોણ છે જસ્ટિસ એન વી રમન્ના
જસ્ટિસ એન વી રમન્નાનો જન્મ 27 ઓગસ્ટ 1957ના રોજ આંધ્ર પ્રદેશના કૃષ્ણા જિલ્લાના પોન્નવરમ ગામમાં એક ખેડૂત પરિવારમાં થયો હતો. તેમનું આખું નામ નથાલપતિ વેન્કટ રમન્ના છે. હાલ તેઓ સુપ્રીમ કોર્ટમાં જજ છે. રમન્નાએ આંધ્ર પ્રદેશ હાઈકોર્ટમાં વર્ષ 2000 સુધી પ્રેક્ટિસ કરી. ત્યારબાદ 2013માં તેઓએ દિલ્હી હાઈકોર્ટમાં ચીફ જસ્ટિસનું પદ સંભાળ્યું હતું. તેના 3 મહિનાની અંદર જ તેમને સુપ્રીમ કોર્ટમાં પોસ્ટિંગ અપાઈ. રમન્નાનો કાર્યકાળ 26 ઓગસ્ટ 2022ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. આગીમી સીજેઆઈના પદ પર તેઓ 16 મહિના રહી શકશે.
જસ્ટિસ રમન્ના સુપ્રીમ કોર્ટના સીનિયર જજોમાં સીજેઆઈ એસ એ બોબડે બાદ બીજા નંબરે આવે છે. આવામાં આગામી સીજેઆઈ તરીકે તેઓની નિયુક્તિ નક્કી મનાઈ રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે