કોંગ્રેસે આજે જ કેમ પહેર્યા કાળા કપડા? જાણો આ મામલે શું કહ્યું ગૃહ મંત્રી અમિત શાહે
ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે, આજે તો કોઈ ઇડી દ્વારા પૂછપરછ કરવામાં આવી નથી, તો કાળા કપડામાં કોંગ્રેસે કેમ વિરોધ કર્યો? કોંગ્રેસે જવાબદાર પક્ષ તરીકે કાયદાને સહયોગ કરવો જોઇએ. કોંગ્રેસ તુષ્ટીકરણની રાજનીતિ કરી રહી છે.
Trending Photos
Congress Protest in Black Dress: ગૃહ મંત્રી અમિત શાહે કોંગ્રેસના પ્રદર્શન પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસે આજે જાણી જોઇને કાળા કપડા પહેરી વિરોધ કર્યો. પાર્ટી સંકેત આપવા માંગે છે કે તેઓ આ ખાસ પ્રસંગનો વિરોધ કરે છે. ગૃહ મંત્રીએ આરોપ લગાવ્યો કે કોંગ્રેસ તુષ્ટીકરણની રાજનીતિ કરી રહી છે.
આજે જ કેમ પહેર્યા કાળા કપડા?
ગૃહ મંત્રીએ કહ્યું કે, આજે તો કોઈ ઇડી દ્વારા પૂછપરછ કરવામાં આવી નથી, તો કાળા કપડામાં કોંગ્રેસે કેમ વિરોધ કર્યો? કોંગ્રેસે જવાબદાર પક્ષ તરીકે કાયદાને સહયોગ કરવો જોઇએ. કોંગ્રેસ તુષ્ટીકરણની રાજનીતિ કરી રહી છે. 5 ઓગસ્ટના જે દિવસે રામ મંદિરનો શિલાન્યાસ થયો છે, તે દિવસ છેલ્લા બે વર્ષથી કોંગ્રેસ પ્રોટેસ્ટ કરી રહી છે. કાળા કપડા પહેરી પ્રોટેસ્ટ કરવાનો શું અર્થ છે.
કાયદાને કરે સહયોગ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે કોંગ્રેસને જવાબદાર થવું જોઇએ અને કાયદા અનુસાર સહયોગ કરવો જોઇએ. ફરિયાદના આધાર પર મામલો ચાલી રહ્યો છે. જ્યાં સુધી ઇડીને સવાલ છે, દેશમાં કાયદા-વ્યવસ્થાનિ સ્થિતિનું તમામે સનમાન કરવું જોઇએ.
#WATCH | Congress chose this day for protest and wore black clothes because they want to give a subtle message to further promote their appeasement politics because on this day itself Prime Minister Modi laid the foundation of Ram Janambhoomi: Union Home minister Amit Shah pic.twitter.com/hopwRSPZht
— ANI (@ANI) August 5, 2022
સીએમ યોગીએ પણ કોંગ્રેસને ઘેરી
સાથે યુપીના સીએમ યોગી આદિત્યનાથે પણ કહ્યું કે, અત્યાર સુધી કોંગ્રેસ સામાન્ય પોશાકમાં વિરોધ પ્રદર્શન કરી રહી હતી, પરંતુ આજે તેમણે કાળા કપડા પહેરી વિરોધ કર્યો. આ તમામ રામ ભક્તોનું અપમાન છે. તેમણે આ દિવસ એટલા માટે પસંદ કર્યો કેમ કે આજે અયોધ્યા દિવસ છે જે રામ જન્મભૂમિના નિર્માણની શરૂઆતનો પ્રતિક છે.
કોંગ્રેસે કર્યું પ્રદર્શન
તમને જણાવી દઈએ કે, મોંઘવારી અને બેરોજગારી સામે કોંગ્રેસે આજે દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કર્યું. દિલ્હી સ્થિત કોંગ્રેસ કાર્યાલયમાં મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકર્તાઓ ભેગા થયા હતા. રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરી ભાજપ સરકાર પર પ્રહાર કર્યો હતો. સાથે જ સોનિયા ગાંધીએ સંસદ પરિસરમાં પ્રદર્શન કર્યું. આ દરમિયાન સરકાર વિરૂદ્ધ નારા લગાવ્યા હતા. રાહુલ ગાંધીએ સંસદથી બહાર કોંગ્રેસ નેતાઓની સાથે પ્રદર્શન કર્યું. રાષ્ટ્રપતિ ભવન જતા સમયે તેમની અટકાયત કરવામાં આવી હતી. જોકે, સાંજે પોલીસે પ્રદર્શનકારીઓને છોડી દીધા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે