મહિલાના પેટમાં હતુ ટ્યુમર: ડોક્ટર્સે ગર્ભવતી ગણાવીને 9 મહિના સારવાર કરી
પીડિત મહિલાએ ડોક્ટર્સની વિરુદ્ધ કાર્યવાહી કરવા અને પાંચ લાખ રૂપિયાના વળતરની માંગ સાથે મદ્રાસ હાઇકોર્ટમાં અરજી દાખલ કરી
Trending Photos
ચેન્નાઇ : તમિલનાડુની એક સરકારી હોસ્પિટલમાં પેટમાં ટ્યૂમરની સારવાર ગર્ભાવસ્તા થરીકે કરવામાં આવ્યા બાદ પીડિત મહિલાઓ ડોક્ટર્સની વિરુદ્ધ કાર્યવાહી કરવા અને પાંચ લાખ રૂપિયાના વળતરની માંગ કરતા મદ્રાસ હાઇકોર્ટમાં કેસ દાખલ કર્યો છે. ન્યાયમૂર્તિ ટી.રાજાની કોર્ટમાં શુક્રવારે કેસ આવ્યો હતો. તેમણે સરકારી વકીલને મહિલાની મેડિકલ રિપોર્ટ અંગે સ્પષ્ટીકરણની માંગ કરી હતી. આ મુદ્દે આગામી સુનવણી બે અઠવાડીયા બાદ થશે.
અરજીમાં ફરિયાદ કરનારે કહ્યું કે, માસિક ધર્મમાં અનિયમિતતાના કારણે તેણે માર્ચ 2016ના રોજ હોસ્પિટલ ગયા હતા. ફરિયાદકર્તાએ કહ્યું કે, તપાસ બાદ ડોક્ટર્સે તેમને જણાવ્યું કે તે ગર્ભવતી છે અને પ્રસવ નવેમ્બરમાં થશે. સમય આવ્યા છતા પ્રસવ પીડા નહોતી થઇ. આ અંગે મહિલા ફરી હોસ્પિટલમાં ગઇ હતી. ડોક્ટર્સ દ્વારા તેનેસ્કેન કર્યા બાદ જણાવ્યું કે, બાળક એકદમ સ્વસ્થ છે. તેને થોડા વધારે દિવસ માટે રોકાઇ જવા માટે જણાવ્યું હતું.
મહિલાએ કહ્યું કે 21 નવેમ્બરે તેના પેટમાં અસાધારણ દુખાવો થયો. ત્યાર બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાંઆવી. તે ત્યારે આશ્ચર્યચકિત રહી ગઇ જ્યારે ડોક્ટર્સે તેમને જણાવ્યું કે, તે ગર્ભવતી નથી અને તેના પેટમાં એક નાનકડુ ટ્યુમર છે. ત્યાર બાદ ફરિયાદકર્તાએ ખાનગી સ્કેન કરાવ્યા બાદ તેની પૃષ્ટી થઇ કે તેના ગર્ભાશયમાં એક નાનકડો તંતુમય પદાર્શ બની રહ્યો છે અને તે ગર્ભવતી નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે