Indian Railways: ટ્રેનની બહાર TTE ચેક ન કરી શકે ટિકિટ, TC પાસે હોય છે અલગ અધિકાર, જાણો બંને વચ્ચેનો તફાવત

Difference Between TTE And TC: શું તમે જાણો છે કે ટિકિટ ચેક કરતાં TC અને TTE વચ્ચે મોટો તફાવત હોય છે?  તેમના અધિકારો પણ અલગ અલગ હોય છે. જો આ અંગે તમને જાણકારી નથી તો ચાલો જણાવીએ તમને તેના વિશે વિગતવાર.

Indian Railways: ટ્રેનની બહાર TTE ચેક ન કરી શકે ટિકિટ, TC પાસે હોય છે અલગ અધિકાર, જાણો બંને વચ્ચેનો તફાવત

Difference Between TTE And TC: શું તમે વિચાર્યું છે કે ટિકિટ ચેક કરતાં TC અને TTE વચ્ચે શું તફાવત હોય છે?  અને તેમની પાસે શું શું અધિકારો હોય છે. જો તમને નથી ખબર તો ચાલો જણાવીએ. ટ્રાવેલિંક ટિકિટ એક્ઝામિનર એટલે કે TTEની નિમણૂક વાણિજ્ય વિભાગ દ્વારા કરવામાં આવે છે. તેમની નિમણૂક મેલ ટ્રેનોથી લઈને એક્સપ્રેસ ટ્રેનો માટે કરવામાં આવે છે. 

ટીટીઈનું કામ પ્રવાસ દરમિયાન મુસાફરોની ટિકિટ ચેક કરવાનું અને વેરિફિકેશન કરવાનું હોય છે. તેઓ પ્રીમિયમ ટ્રેનોમાં ટિકિટ પણ ચેક કરી શકે છે. જો કોઈ ટ્રેનમાં ટિકિટ વગર મુસાફરી કરે છે તો દંડ થઈ શકે છે.

આ પણ વાંચો:

બીજી તરફ, જો કોઈ મુસાફરને સીટની જરૂર હોય અને સીટ ખાલી હોય, તો તે વાજબી ફી સાથે સીટ ફાળવી શકે છે. જો કે આ તમામ તપાસ ટ્રેનની અંદર જ થઈ શકે છે.

વાણિજ્ય વિભાગ હેઠળ ટીસીની નિમણૂક પણ કરવામાં આવે છે અને તેનું કામ ટીટીઈ જેવું જ છે. તેમને ટ્રેનની ટિકિટ ચેક કરવાનો અધિકાર પણ આપવામાં આવ્યો છે.

જો કે, ટીસી ફક્ત પ્લેટફોર્મ અને એક્ઝિટ અથવા એન્ટ્રી ગેટ પર જ ટિકિટ ચેક કરી શકે છે. ટ્રેનની અંદર ટિકિટ ચેક કરવાનો કોઈ અધિકાર નથી.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news