Extra Marital Affairs: લગ્ન બાદ આખરે કેમ પારકા પુરુષના પ્રેમમાં પડી જાય છે મહિલાઓ? દરેક પુરુષે જાણવા જેવી છે આ વાત

Relationship Tips: લગ્ન બાદ એકસ્ટ્રા મેરિટલ અફેર કોઈ પણ લગ્નજીવનમાં ભૂકંપ લાવી દે છે અને બધુ તહેસનહેસ થઈ જાય છે. એક્સ્ટ્રા મેરિટલ અફેર ફક્ત પુરુષો જ નહીં પરંતુ મહિલાઓના પણ હોય છે. 

Extra Marital Affairs: લગ્ન બાદ આખરે કેમ પારકા પુરુષના પ્રેમમાં પડી જાય છે મહિલાઓ? દરેક પુરુષે જાણવા જેવી છે આ વાત

લગ્ન સંબંધમાં જો સૌથી વધુ મહત્વનો હોય તો પતિ પત્ની વચ્ચે વિશ્વાસ અને પ્રેમ. લગ્નના અનેક વર્ષો બાદ પણ કેટલાક કપલ વચ્ચે પ્રેમની કમી જોવા મળે છે. આવામાં એકસ્ટ્રા મેરિટલ અફેર શરૂ થઈ જાય છે. મોટાભાગના લોકોને લાગે છે કે એકસ્ટ્રા મેરિટલ અફેર માટે ફક્ત અને ફક્ત પુરુષ જવાબદાર હોય છે. પરંતુ એવું કહેવું ખોટું હશે. આજના સમયમાં એકસ્ટ્રા મેરિટલ અફેરમાં મહિલાઓના પણ કેસ સામે આવી રહ્યા છે. 

એકસ્ટ્રા મેરિટલ અફેર કોઈ પણ લગ્નજીવનને બરબાદ કરી દે છે. અફેર પતિ અને પત્નીના સંબંધમાં તોફાનથી જરાય કમ નથી. એકસ્ટ્રા મેરિટલ અફેરના કારણે બાળકોની લાઈફ ઉપર પણ અસર પડે છે. આખરે મહિલાઓ લગ્ન બાદ બીજા પુરુષને દિલ કેમ દઈ બેસે છે એ પણ જાણવા જેવું છે. 

ઈમોશનલ સપોર્ટ
લગ્ન બાદ મહિલાઓના અફેર થવાનું કરાણ ઈમોશનલ સપોર્ટ નથી મળતો. આવામાં મહિલાઓ ઈમોશનલ સપોર્ટ માટે બીજા પુરુષો તરફ આકર્ષાય છે. શરૂઆતમાં તેઓ વાતચીત કરે છે. બીજા પુરુષને ફક્ત સારા મિત્ર માને છે. પરંતુ સમય જતા આ મિત્રતા અફેરમાં ફેરવાઈ જાય છે. 

સમયનો અભાવ
લગ્નના અનેક વર્ષ બાદ પતિ ઘર અને બાળકોની જવાબદારીથી ઘેરાઈ જાય છે. આવામાં પતિ પહેલાની જેમ રોમેન્ટિક રહેતો નથી. અનેકવાર તે પત્નીને સમય આપી શકતો નથી. આવામાં મહિલાઓ બીજા પુરુષો પ્રત્યે આકર્ષાવા લાગે છે. 

સેટિસ્ફેક્શનની કમી
40 વર્ષની ઉંમર બાદ મહિલાઓના એક્સ્ટ્રા મેરિટલ અફેર થવાનું કારણ સેટિસ્ફેક્શનની કમી હોઈ શકે છે. પતિથી શારીરિક સુખ ન મળવાના કારણે મહિલાઓ બીજા પુરુષો પ્રત્યે આકર્ષાય છે. 

રોજની કચકચ
ઘરમાં રોજ કચકચથી પતિ અને પત્ની વચ્ચેના સંબંધમાં પ્રેમ ઘટી જાય છે જે અફેરનું મુખ્ય કારણ બની શકે છે. મહિલાઓ અનેકવાર ઘરેલુ પરેશાનીઓના કારણે તણાવમાં આવી જાય છે. આ તણાવને દૂર કરવા માટે તે ઘરની બહાર પ્રેમ શોધવા લાગે છે. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news