8 ઓવર, 8 વિકેટ અને પાછી હેટ્રિક... 100 વર્ષમાં પણ કોઈ નહીં તોડી શકે આ વન-ડે વર્લ્ડ રેકોર્ડ
Unbreakable Cricket Record: ક્રિકેટની દુનિયામાં ઘણા રેકોર્ડ બનતા અને તૂટતા જોયા છે, પરંત અમુક વખતે એવું થાય છે કે જે ઈતિહાસમાં અમર થઈ જાય છે. આવો જ એક રેકોર્ડ છે એક વનડે મેચમાં સૌથી વધુ વિકેટ લેવાનો જે શ્રીલંકાના પેસરના નામે નોંધાયેલા છે. આ ખેલાડીએ એકલા હાથે આખી ટીમને ઢેર કરી દીધી હતી.
Trending Photos
Unbreakable Cricket Record: ક્રિકેટની દુનિયામાં ઘણા રેકોર્ડ બને છે અને તૂટે છે, પરંતુ કેટલાક એવા હોય છે જે ઈતિહાસમાં અમર બની જાય છે. આવો જ એક રેકોર્ડ વનડે મેચમાં સૌથી વધુ વિકેટ લેવાનો છે, જે શ્રીલંકાના ફાસ્ટ બોલરના નામે નોંધાયેલો છે. આ ખેલાડીએ એકલા હાથે આખી ટીમના પાટિયા પારી દીધી હતા. આ ખેલાડીને ODIનો કિંગ અથવા ઈતિહાસનો સૌથી ઘાતક પેસર કહેવો ખોટું નહીં હોય. આ બોલરે એક વન ડેમાં એટલી બધી વિકેટ લીધી જે કોઈ ચમત્કારથી ઓછી નથી.
38 પર આખી ટીમ ધરાશાયી
આ વર્ષ 2001 હતું, જ્યારે આ રેકોર્ડ ક્રિકેટ ઈતિહાસના પાનાઓ પર હંમેશાં માટે નોધાઈ ગયો. શ્રીલંકા અને ઝિમ્બાબ્વેની ટીમો એકબીજાને ટક્કર આપવા ઉતરી. કોલંબોના મેદાન પર ઝિમ્બાબ્વેની ટીમ પ્રથમ બેટિંગ કરવા ઉતરી અને શ્રીલંકાના ફાસ્ટ બોલર ચામિંડા વાસે ભૂખ્યા સિંહની જેમ ટીમ પર ત્રાટક્યો. તેણે પહેલા જ બોલ પર એક બેટ્સમેનને પેવેલિયન મોકલી દીધો હતો. પરંતુ કોણ જાણતું હતું કે આ બોલર આખી ટીમને તબાહ કરી નાખશે. બોલિંગ એટલી ઘાતક હતી કે ઝિમ્બાબ્વેના બેટ્સમેનો રન માટે તડપતા હતા અને આખી ટીમ માત્ર 38ના સ્કોર પર સમેટાઈ ગઈ હતી.
વાસે હેટ્રિક લીધી
વાસે પ્રથમ ઓવર પછી પાંચમી ઓવરમાં બેટ્સમેનોને મૂંઝવણમાં મૂક્યા. તેણે આ ઓવરમાં બે બેટ્સમેનોને આઉટ કર્યા હતા. પિક્ચર હજી પૂરું થયું ન હતું કે 11મી ઓવર નાખવા આવેલા ચામિંડા વાસે ત્રીજા, ચોથા અને પાંચમા બોલ પર વિકેટ લઈને ઈતિહાસ રચી દીધો હતો. તેણે હેટ્રિક લીધી ત્યાં સુધીમાં તેણે 6 વિકેટ પોતાના નામે કરી લીધી હતી, જે એક રેકોર્ડ હતો. પણ ચામિંડા વાસ અહી અટક્યા નહીં.
શ્રીલંકાની 9 વિકેટે જીત
શ્રીલંકાની ટીમે આ મેચ 9 વિકેટે જીતી લીધી હતી. શ્રીલંકાએ આ મેચ 274 બોલ બાકી રહેતા જીતી લીધી હતી. આ મેચમાં ઝિમ્બાબ્વેના 10 બેટ્સમેન ડબલ ફિગર પાર કરવામાં પણ સફળ રહ્યા ન હતા. કોઈ પણ બોલર માટે આ રેકોર્ડ તોડવો અસંભવ હશે. ચામિંડા વાસે તેની કારકિર્દીમાં 322 ODI અને 111 ટેસ્ટ રમી જેમાં તેમણે અનુક્રમે 400 વિકેટ અને 355 વિકેટ લીધી હતી. ટી-20માં તેણે માત્ર 6 મેચ રમી હતી, જેમાં તેણે માત્ર 6 વિકેટ લીધી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે