Roti Upay: થાળીમાં રોટલી પીરસતી વખતે કે કોઈને આપતી વખતે ન કરો આ ભુલ, છીનવાઈ જશે ઘર-પરિવારની ખુશીઓ
Roti Upay: ઘરમાં બનતી સૌથી પહેલી રોટલી ગાયને ખવડાવવી અને છેલ્લી રોટલી કૂતરાને ખવડાવી જોઈએ. આ નિયમથી તો લગભગ દરેક વ્યક્તિ પરિચિત હશે. પરંતુ લોકો ભૂલ રોટલી પીરસતી વખતે કરી બેસે છે જેના કારણે તેમના ઘરની હાલત ખરાબ થવા લાગે છે.
Trending Photos
Roti Upay: સ્વસ્થ જીવન જીવવા માટે રોજ પૌષ્ટિક આહાર લેવો જરૂરી છે. આપણા શરીર માટે આહાર ખૂબ જ જરૂરી છે. રોજના ભોજનની વાત કરીએ તો દરેક ઘરમાં રોટલી બનતી જ હોય છે. રોટલી સાથે અલગ અલગ વાનગી પીરસાય છે પરંતુ સવારે અને સાંજે રોટલી તો ભોજનનો ભાગ હોય જ છે. ઘરમાં બનતી આ રોટલી ખુબ જ સામાન્ય લાગે છે પરંતુ આ રોટલી ઘરમાં દરિદ્રતા અને કલેશનું કારણ પણ બની શકે છે. રોટલી ઘરમાં રોજ બનતી હોય છે તેથી તેનું મહત્વ મોટાભાગના લોકો સમજતા નથી. ધાર્મિક દ્રષ્ટિએ રોટલી મહત્વની છે જે વ્યક્તિના ભાગ્યને પણ અસર કરે છે. રોટલી સંબંધિત કેટલીક ભૂલ કરવામાં આવે તો વ્યક્તિ પોતાના દુર્ભાગ્યને આમંત્રણ આપે છે.
ઘરમાં બનતી સૌથી પહેલી રોટલી ગાયને ખવડાવવી અને છેલ્લી રોટલી કૂતરાને ખવડાવી જોઈએ. આ નિયમથી તો લગભગ દરેક વ્યક્તિ પરિચિત હશે. પરંતુ લોકો ભૂલ રોટલી પીરસતી વખતે કરી બેસે છે જેના કારણે તેમના ઘરની હાલત ખરાબ થવા લાગે છે.
શાસ્ત્ર અનુસાર ઘણી વખત અજાણતા કરેલી નાની નાની ભૂલ પણ જીવનમાં ભારી પડી જાય છે. લોકોને ખબર પણ હોતી નથી કે તેઓ ક્યાં ચૂકી ગયા. આવી જ ભૂલ છે રોટલી પીરસવાની ખોટી રીત.. પરિવારના લોકોને ગરમાગરમ રોટલી જમાડવી સારી બાબત છે પરંતુ આ રોટલી પીરસતી વખતે જો 2 ભૂલ કરવામાં આવે તો તેના કારણે આર્થિક તંગી અને પરિવારમાં કલેશ વધી શકે છે.
થાળીમાં 3 રોટલી પીરસવી
સનાતન ધર્મ અનુસાર ઘરમાં ભોજન કરતી કોઈપણ વ્યક્તિને થાળીમાં ક્યારેય એક સાથે 3 રોટલી પીરસવી નહીં. થાળીમાં એકસાથે 3 રોટલી પીરસવામાં આવે ત્યાં સુખ શાંતિનો ભંગ થાય છે અને પરિવારમાં નકારાત્મક ઉર્જા હાવિ થઈ જાય છે. આ અપશુકનથી બચવું હોય તો થાળીમાં હંમેશા 2 રોટલી જ પીરસવી.
હાથમાં રાખીને રોટલી આપવી
ઘણા ઘરમાં તમે જોયું હશે કે કોઈ એક વ્યક્તિ ભોજન કરતી હોય તો તેને રોટલી પીરસતી વખતે ઉતાવળમાં ગૃહિણી પ્લેટનો ઉપયોગ કરતી નથી અને હાથમાં રાખીને જ રોટલી થાળીમાં આપી દે છે. આ રીતે રોટલીને હાથમાં રાખીને કોઈને પીરસવી પણ દરિદ્રતાને આમંત્રણ આપવા જેવું છે. કોઈને જમાડતી વખતે જ નહીં પરંતુ કોઈ ભૂખ્યાને રોટલી આપતી વખતે પણ આવી ભૂલ કરવી નહીં. રોટલી થાળીમાં પીરસતી વખતે રોટલીને નાની પ્લેટમાં રાખીને જ પીરસવી જોઈએ. જો તમે રોટલી કોઈને આપવા જઈ રહ્યા છો તો પણ તેને કોઈ પાત્રમાં રાખીને જ આપવી જોઈએ. હાથથી રોટલી થાળીમાં મૂકવાથી અપશુકન થાય છે.
વાસી રોટલી બીજાને ખવડાવવી
રોટલી એવી વસ્તુ છે જેને ગણીને બનાવવાની પણ મનાઈ હોય છે. તેથી દરેક ઘરમાં ગૃહિણીઓ થોડી રોટલી વધારે જ કરે છે જેથી કોઈ મહેમાન આવે તો તે શાંતિથી જમી શકે. આ રીતે ઘણી વખત રોટલી વધતી પણ હોય છે. ઘણા ઘરમાં વાસી રોટલીને પરિવારના લોકો જ ઉપયોગમાં લઈ લેતા હોય છે. આ સારી બાબત છે પરંતુ વાસી રોટલી ભુલથી પણ મહેમાન, સાધુ કે ભૂખ્યા વ્યક્તિને ખવડાવી નહીં. તો વાસી રોટલી તમે આ ત્રણ લોકોને ખવડાવો છો તો તેનાથી ભગવાન નારાજ થાય છે. આ ત્રણ લોકોને હંમેશા તાજી રોટલી જ ખવડાવી જોઈએ તેમને વાસી કે વધેલું ભોજન ખવડાવવું અપશુકન છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે