Amarnath Yatra 2023 : અમરનાથ યાત્રાએ ગયેલા 30 ગુજરાતીઓ ફસાયા, વરસાદમાં ગરમ કપડા પણ પલળ્યા
Amarnath Yatra Update : સતત બીજા દિવસે પણ અમરનાથ યાત્રા રદ કરાઈ... ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે નેશનલ હાઈવે બંધ કરાયો... વાતાવરણ સ્વચ્છ થયા પછી શરૂ થઈ શકે છે યાત્રા...
Trending Photos
Amarnath Yatra temporarily suspended due to bad weather : ખરાબ હવામાન અને ભારે વરસાદને કારણે ભારતની પ્રસિદ્ધ અમરનાથ યાત્રા હાલ પૂરતી બંધ કરવામાં આવી છે. જેને કારણે અનેક શ્રદ્ધાળુઓ બાબા અમરનાથના દર્શન કરવાના રસ્તે અટવાઈ પડ્યા છે. જેમાં અમરનાથની યાત્રા દરમિયાન ગુજરાતના શ્રદ્ધાળુઓ ફસાયા છે. સુરતના 10થી વધુ લોકો ખરાબ વાતાવરણના કારણે અટવાયા છે. તો વડોદરાના પણ 20 જેટલા લોકો યાત્રામાં ફસાયા છે. ભારે વરસાદના કારણે યાત્રાળુઓનો સામાન પણ પલળ્યો છે. આ તમામ ગુજરાતી યાત્રાળુઓ અમરનાથના પંચતરમાં ફસાયા હોવાના અહેવાલ છે.
અમરનાથની જાત્રાએ ગયેલા ગુજરાતના યાત્રાળુ ત્રણ દિવસથી મોસમ ખરાબ થવાથી ફસાયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, અમરનાથમાં સુરતના 10 લોકો ફસાયા છે. તો વડોદરાના 20 લોકો પણ સાથે ફસાયા છે. ફસાયેલાગ ગુજરાતી યાત્રાળુના ગરમ પહેરવાની ચીજ વસ્તુઓ પણ પલળી ગઈ છે. કાતિલ ઠંડીમાં તેઓ ઠુઠવાઈ રહ્યાં છે. છેલ્લા ત્રણ દિવસથી આ શ્રદ્ધાળુઓ ફસાયા છે, જેથી તેઓ ખરાબ વાતાવરણને કારણે બીમાર પણ પડી રહ્યાં છે.
અચાનક પહાડ પરથી પડવા લાગ્યા પથ્થર, કાર ચાલકે આ રીતે મોતને આપી માત! #Monsoon #Monsoon2023 #Viral #ViralVideo #HimachalPradesh #India pic.twitter.com/eZfBuy4Dgh
— Zee 24 Kalak (@Zee24Kalak) July 8, 2023
ગુજરાતના લગભગ 30 લોકો અમરનાથના પંચતરમા ફસાયા છે. આ કારણ તેઓને ગરમ કપડા માટે પણ બમણા ભાવ ચૂકવવા પડી રહ્યાં છે. જેથી તમામ ગુજરાતીઓએ ગુજરાત સરકારને અપીલ કરી છે.
કાશ્મીરમાં અમરનાથ યાત્રા રોકાઈ
જમ્મુ અને કાશ્મીરમાં ભારે વરસાદના પગલે અમરનાથ યાત્રા હાલ રોકવામાં આવી છે. રિપોર્ટ્સ છે કે પવિત્ર ગુફા પર હળવી બરફવર્ષા થઈ છે. હવામાન ખાતાનું કહેવું છે કે આગામી કેટલાક દિવસ સુધી જમ્મુ કાશ્મીરમાં સતત વરસાદ વરસી શકે છે. જ્યારે હવામાન સારુ થશે ત્યારે યાત્રા ચાલુ કરવા પર વિચાર કરાશે.
ગુજરાત માટે આગામી ત્રણ કલાક 'ભારે'; જાહેર કરાયું 'નાઉકાસ્ટ' #Monsoon #Monsoon2023 #GujaratRains pic.twitter.com/aPivZNb4rc
— Zee 24 Kalak (@Zee24Kalak) July 8, 2023
શ્રદ્ધાળુઓની સંખ્યા એક લાખને પાર થઈ શકે
અમરનાથ યાત્રા માટે દેશ-વિદેશથી હજારો શ્રદ્ધાળુઓ જમ્મુ કાશ્મીર પહોંચ્યા છે ત્યારે અમરનાથ યાત્રાનો વધુ એક સમૂહ બાબા બર્ફાનીના દર્શન કરવા માટે રવાના થયો હતો જો કે આ સમૂહને ખરાબ હવામાનને પગલે વચ્ચે જ રોકી દેવામાં આવ્યો હતો. આ દરમિયાન ગઈકાલે 17202 શ્રદ્ધાળુઓએ બાબા બર્ફાનીના દર્શન કર્યા હતા જ્યારે યાત્રાના પ્રારંભથી અત્યાર સુધીમાં કુલ 84768 ભક્તોએ બાબા બર્ફાનીના દર્શનનો લાભ લીધો હતો. યાત્રા શરૂ થયા બાદ આગામી બે-ત્રણ દિવસમાં દર્શન કરવા આવનાર શ્રદ્ધાળુઓની સંખ્યા એક લાખને પાર થઈ શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે