2024માં શનિ કુંભ રાશિમાં રહી સૂર્ય સહિત અન્ય ગ્રહો સાથે બનાવશે યુતિ, આ જાતકોનું ભાગ્ય ચમકી જશે
શનિ વર્ષ 2024માં કુંભ રાશિમાં રહેશે. આ વર્ષે શનિની સાથે કુંભ રાશિમાં અન્ય ગ્રહો પણ આવશે. આવો જાણીએ આ ગ્રહોનો પ્રભાવ શું હશે અને તેનાથી કયાં જાતકોને ફાયદો થશે.
Trending Photos
નવી દિલ્હીઃ Rashifal શનિ નવા વર્ષ 2024માં શનિ કુંભ રાશિમાં રહેશે. આ વર્ષે શનિની સાથે કુંભ રાશિમાં ઘણા અન્ય ગ્રહો પણ આવશે, આવો જાણીએ આ ગ્રહોનો પ્રભાવ શું હશે અને તેનાથી કયાં જાતકોને લાભ થશે. શનિ 30 વર્ષ બાદ 2023માં પોતાની સ્વરાશિ કુંભમાં આવ્યા હતા. આ વર્ષે 2024માં શનિ રાશિ પરિવર્તન કરશે નહીં, પરંતુ શનિની કુંભ રાશિમાં ઘણા ગ્રહો આવશે. તેથી આ ગ્રહોના કુંભ રાશિમાં શનિની યુતિ નવા વર્ષમાં શુક્ર સહિત ઘણા ગ્રહો સાથે બનશે, સૂર્ય પણ આ રાશિમાં વર્ષ 2024માં આવશે.
શનિની યુતિ 2024
મકર સંક્રાતિ બાદ પિતા-પુત્ર એટલે સૂર્ય શનિની રાશિ કુંભમાં હશે. સૌથી પહેલા સૂર્ય 15 જાન્યુઆરીએ મકર રાશિમાં પ્રવેશ કરશે, ત્યારબાદ સૂર્ય કુંભ રાશિમાં 13 ફેબ્રુઆરી, 2024ના પ્રવેશ કરશે. આ પ્રકારે શનિની યુતિ સૂર્ય, શુક્ર સહિત અન્ય ગ્રહો સાથે બનશે. આ સિવાય શનિની સાડાસાતી ચાલતી હોય તેને પણ લાભ થશે. કુંભ રાશિના જાતકો પર શનિની સાતાસાતી 24 જાન્યુઆરી 2022થી શરૂ થઈ છે અને 3 જૂન 2027ના સમાપ્ત થશે.
સૂર્યની શનિની સાથે યુતિ બનવાથી ઘણા જાતકોને લાભ થશે, તેનાથી સિંહ રાશિજને વધુ ફાયદો થવાની આશા છે. ઘણા જાતકોને લાભ મળશે. ખાસ કરીને આ રાશિના લોકોને અચાનક લાભ થશે, આ સિવાય ગુસ્સામાં પણ થોડો વધારો થઈ શકે છે. કુંભ રાશિ માટે આ સમય ખુબ સારો છે. આ રાશિના જાતકોને શનિની સાડાસાતીથી થોડી રાહત મળશે. સૂર્ય આવવાથી તેની એનર્જી વધશે. તો તુલા રાશિના જાતકો માટે પણ સમય સારો રહેશે.
(ડિસ્ક્લેમરઃ આ લેખમાં આપવામાં આવેલી જાણકારી પર અમે તે દાવો નથી કરતા કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. વધુ જાણકારી માટે તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લો)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે