Vastu Tips: સપ્તાહના આ 2 દિવસ પૂજામાં ન કરવી જોઈએ અગરબત્તી, કરનાર થાય છે કંગાળ
Vastu Tips: અગરબત્તી કરવા અંગેના કેટલાક નિયમ છે જેનું પાલન કરવામાં ન આવે તો વ્યક્તિને ખરાબ પરિણામ ભોગવવા પડે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં રોજ અગરબત્તી કરી શકાય છે તેનાથી સકારાત્મક ઊર્જા વધે છે પરંતુ અઠવાડિયાના બે દિવસ એવા છે જ્યારે અગરબત્તી કરવાની મનાઈ હોય છે.
Trending Photos
Vastu Tips: આપણા જીવનમાં પૂજા પાઠનું વિશેષ મહત્વ હોય છે. દરેક ઘરમાં રોજ પૂજા પાઠ કરવામાં આવે છે. પૂજા પાઠ સંબંધિત પણ કેટલાક વાસ્તુ નિયમ હોય છે. આ નિયમોનું પાલન કરવામાં આવે તો ઘરમાં સુખ સમૃદ્ધિ હંમેશાં જળવાઈ રહે છે. ઘણા લોકો એવા હોય છે જે નિયમિત પૂજા પાઠ કરતા હોય તેમ છતાં તેમને ઇચ્છિત પરિણામ મળતું નથી. આમ થવાનું કારણ હોય છે કે પૂજા પાઠ દરમિયાન તેઓ અજાણતા કેટલીક ભૂલ કરે છે. આવી જ એક ભૂલ છે અગરબત્તી સંબંધિત. અગરબત્તી કરવા અંગેના કેટલાક નિયમ છે જેનું પાલન કરવામાં ન આવે તો વ્યક્તિને ખરાબ પરિણામ ભોગવવા પડે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં રોજ અગરબત્તી કરી શકાય છે તેનાથી સકારાત્મક ઊર્જા વધે છે પરંતુ અઠવાડિયાના બે દિવસ એવા છે જ્યારે અગરબત્તી કરવાની મનાઈ હોય છે.
આ પણ વાંચો:
મોટાભાગના લોકો પૂજા કરવાના આ નિયમ અંગે જાણતા નથી જેના કારણે અજાણતા તેઓ ભૂલ કરે છે અને તેનું પરિણામ આખું જીવન ભોગવવું પડે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર અઠવાડિયાના બે દિવસ એટલે કે રવિવારે અને મંગળવારે ઘરમાં અગરબત્તી ન કરવી જોઈએ. આ બે દિવસ દરમિયાન ઘરમાં અગરબત્તી કરવામાં આવે તો વ્યક્તિ કંગાળ થઈ જાય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર આ બે દિવસ એવા છે જ્યારે વાંસ સળગાવવું અશુભ માનવામાં આવે છે. અગરબત્તી કરવાની મનાઈ એટલા માટે હોય છે કે અગરબત્તીમાં જે સ્ટીક હોય તે વાંસમાંથી બનેલી હોય છે. તેથી જો મંગળવાર અથવા રવિવારે તમે ઘરમાં અગરબત્તી કરો છો તો તેના કારણે તમને આર્થિક અને માનસિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તેનાથી ઘરમાં કલેશ પણ વધે છે.
શાસ્ત્રોમાં એવું પણ કહેવાયું છે કે ઘરમાં અગરબત્તીને બદલે ધૂપબત્તી, કપૂર, અને દીવાનો પ્રયોગ કરી શકાય છે. તેનાથી ઘર પરિવારમાં સુખ શાંતિ વધે છે. અગરબત્તી વાંસમાંથી બનાવવામાં આવે છે. ધાર્મિક કાર્યો દરમિયાન વાંસ સળગાવવાથી દુર્ભાગ્ય વધે છે. તેથી જો તમારે માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવી હોય અને ઘરમાં સુખ શાંતિ વધે તેવી ઈચ્છા હોય તો અગરબત્તીને બદલે ધૂપબત્તીનો ઉપયોગ કરવો જોઈએ.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે