આંખ મારવામાં પ્રિયા કરતા પણ ઉત્સાદ નીકળ્યો આ ભારતીય ક્રિકેટર, Video

શ્રીલંકા (Sri Lanka) ની વિરુદ્ધ ટીમ ઈન્ડિયા (Team India) ક્લીન સ્વીપ કરવામાં અસફળ રહી, ત્રીજી વનડેમાં મેજબાન ટીમે ભારતને 3 વિકટથી હરાવ્યા હતા. આ મુકાબલામાં ટીમ ઈન્ડિયાએ 41 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે. એક જ મુકાબલામાં 5 પ્લેયરે ડેબ્યુ કર્યું. પરંતુ આ બદલાવ ભારતીય ટીમ માટે સારો સાબિત નથી થયો અને પરિણામ રૂપે ટીમ હારી ગઈ. 
આંખ મારવામાં પ્રિયા કરતા પણ ઉત્સાદ નીકળ્યો આ ભારતીય ક્રિકેટર, Video

ઝી મીડિયા/બ્યૂરો :શ્રીલંકા (Sri Lanka) ની વિરુદ્ધ ટીમ ઈન્ડિયા (Team India) ક્લીન સ્વીપ કરવામાં અસફળ રહી, ત્રીજી વનડેમાં મેજબાન ટીમે ભારતને 3 વિકટથી હરાવ્યા હતા. આ મુકાબલામાં ટીમ ઈન્ડિયાએ 41 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે. એક જ મુકાબલામાં 5 પ્લેયરે ડેબ્યુ કર્યું. પરંતુ આ બદલાવ ભારતીય ટીમ માટે સારો સાબિત નથી થયો અને પરિણામ રૂપે ટીમ હારી ગઈ. 

જોકે, આ મુકાબલામાં કંઈક એવુ થયું, જેથી લોકોનું ધ્યાન મેચ પરથી હટી ગયું, અને એક શખ્સ પર આવી ગયું. આ શખ્સનો વીડિયો સોશિયલ મીડિયા પર તેજીથી વાયરલ થઈ રહ્યો છે. 

— Trollmama_ (@Trollmama3) July 23, 2021

ઈશાન બન્યો નેશનલ ક્રશ
શ્રીલંકાની વિરુદ્ગ રમાયેલ ત્રીજી વનડેમાં ઈશાન કિશન (Ishan Kishan) ભારતીય ટીમની પ્લેઈંગ ઈવેલનમાં ન હતા. પરંતુ તેમ છતા તેઓ આ મેચને કારણે ચર્ચામાં રહ્યાં. હકીકતમાં મેચ દરમિયાન ઈશાન બહુ જ મજેદાર અંદાજમાં આંખ મારતા નજર આવ્યા અને તેમની આ પળ કેમેરામાં કેદ થઈ ગઈ છે. 

No description available.

સોશિયલ મીડિયા પર તેમનો આ વીડિયો તેજીથી વાયરલ થઈ રહ્યો છે. ક્રિકેટના રસિયા આ વીડિયો (viral video) ને બહુ જ પસંદ કરી રહ્યા છે. સૌથી પહેલી ક્રશ ઓફ ઈન્ડિયા બનેલી પ્રિયા પ્રકાશ વોરિયરનો પણ આંખ મારતો વીડિયો વાયરલ થયો હતો. પરંતુ લોકો તેના કરતા પણ ઈશાન કિશનનો વીડિયો વધુ પસંદ કરી રહ્યાં છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news