સ્પેન વિરુદ્ધ હેટ્રિકની સાથે રોનાલ્ડોએ બનાવ્યો નવો રેકોર્ડ
સ્પેન વિરુદ્ધ શાનદાર હેટ્રિક કરીને કરિશમાઇ ફોરવર્ડ ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ ફરી એકવાર દુનિયાને પોતાની પ્રતિભાની દિવાની બનાવી લીધી છે.
Trending Photos
રશિયાઃ સ્પેનની વિરુદ્ધ ફીફા વર્લ્ડ કપના પોતાના પ્રથમ મેચમાં હેટ્રિક લગાવીને પોર્ટુગલના સ્ટાર સ્ટ્રાઇકર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ચાર વર્લ્ડ કપમાં ગોલ કરનારો વિશ્વનો ચોથો ફુટબોલર બની ગયો છે.
પોર્ટુગલના કેપ્ટને સ્પેન સાથે 3-3થી ડ્રો રમ્યા બાદ કહ્યું, હું ખુબ ખુશ છું. પોતાના નામે વધુ એક રેકોર્ડ કરીને આનંદ થઈ રહ્યો છે. આ પહેલા બ્રાઝીલના પેલે, જર્મનીના યૂવી સીલેર અને મિરોસ્લાવ ક્લોજે આ કારનામું કરી ચૂક્યા છે.
રોનાલ્ડોએ કહ્યું, સૌથી મહત્વની વાત મારા માટે તે છે કે, મેં વિશ્વકપની પ્રબળ દાવેદાર મનાતી ટીમની વિરુદ્ધ આ ગોલ કર્યા. તે હવે સતત આઠ મોટી ટૂર્નામેન્ટમાં ગોલ કરી ચૂક્યો છે, જેની શરૂઆત યૂરો 2004થી થઈ હતી.
રોનાલ્ડોનું સંપૂર્ણ ધ્યાન વિશ્વકપ પર છે અને પોર્ટુગલે હવે બુધવારે મોરક્કો સામે રમવાનું છે. તેણે કહ્યું, વિશ્વકપ હજુ શરૂ થયો છે. પોર્ટુગલ પ્રથમ રાઉન્ડમાંથી આગળ જશે અને અમને ખ્યાલ છે કે, ગ્રુપ સ્ટેજ ખૂબ મુશ્કેલ હોઈ છે.
તમને જણાવી દઈએ કે મેચ દરમિયાન તમામની નજર રોનાલ્ડો પર ટકેલી હતી. તેમણે પોતાની શાનદાર રમતથી દર્શકોનું દિલ જીતી લીધું. રોનાલ્ડોએ હેટ્રિક કરીને પોતાની ટીમને હારથી બચાવી લીધી. સ્પેન તરફી ડિએગો કોસ્ટાએ 2 ગોલ કર્યા, જ્યારે નૈચોએ એક ગોલ ફટકાર્યો હતો.
આ સિવાય રોનાલ્ડોએ 3-3થી ડ્રો રહેલા મેચમાં 3 ગોલ કર્યા. વિશ્વકપના ઈતિહાસમાં હેટ્રિક કરનાર તે સૌથી મોટી ઉંમરનો ખેલાડી બની ગયો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે