AUS vs IND: રવિ શાસ્ત્રીનો ટિકાકારોને જવાબ, દૂર બેસીને વાતો કરવી સરળ છે

ભારતીય ક્રિકેટ ટીમના કોચ રવિ શાસ્ત્રીએ આલોચકોને આડે હાથ લીધા છે. તેમણે કહ્યું કે, હજારો માઇલ દૂર રહીને કહેવું સરળ છે. પર્થ ટેસ્ટમાં યજમાન ઓસ્ટ્રેલિયા સામે મળેલા 146 રનના પરાજય બાદથી તે અને ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી પૂર્વ ખેલાડીઓના નિશાન પર છે. 
 

AUS vs IND: રવિ શાસ્ત્રીનો ટિકાકારોને જવાબ, દૂર બેસીને વાતો કરવી સરળ છે

મેલબોર્નઃ ભારતીય ક્રિકેટ ટીમના કોચ રવિ શાસ્ત્રીએ આલોચકો પર પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે, લાખો માઇલ દૂરથી આલોચના કરવી આસાન હોય છે. પર્થ ટેસ્ટમાં યજમાન ઓસ્ટ્રેલિયા સામે 146 રનથી હાર મળ્યા બાદ તે અને ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી પૂર્વ ખેલાડીઓના નિશાના પર છે. પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસકરે ટીમ પસંદગીની પોલિસી અને મેનેજમેન્ટ પર સવાલ ઉઠાવ્યા હતા. મહત્વનું છે કે, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સિરીઝની ત્રીજી ટેસ્ટ 26 ડિસેમ્બરથી મેલબોર્નમાં રમાશે. હાલ બંન્ને ટીમો 1-1ની બરોબરી પર છે. 

શાસ્ત્રીએ કોઈનું નામ ન લીધું પરંતુ આલોચનાઓને તેમણે નકારી અને તેમને આ ટિપ્પણી પસંદ ન આવી. શાસ્ત્રીએ ટીમને નિશાન બનાવનારા પૂર્વ ક્રિકેટરો પર પલટવાર કરતા કહ્યું, જ્યારે તમે લાખો માઇલ દૂર બેઠા હોય ત્યારે સલાહ આપવી સરળ હોય છે. તે ઘણા દૂર બેસીને ટિપ્પણી કરી રહ્યાં છે અને અમે દક્ષિણી ગોળાર્ધમાં છીએ. અમારે તે કરવાનું છે જે ટીમ માટે સર્વશ્રેષ્ઠ છે, આ સામાન્ય વાત છે. પસંદગી મામલામાં શાસ્ત્રીએ કહ્યું કે, એકમાત્ર દુવિધા જાડેજાને રમાડવાને લઈને હતી પરંતુ તેવું કશું નથી જેવું કેટલાક નિષ્ણાંતોએ બનાવી દીધું છે. 

ભારતના મુખ્ય કોચે કહ્યું, જાડેજા સિવાય મને લાગતું નથી કે પસંદગીને લઈને બીજી કોઈ દુવિધા હતી અને તેવું કંઈ હતું તો તે મારી સમસ્યા નથી. બીજી ટેસ્ટ દરમિયાન મેદાન પર જાડેજા અને ઇશાંત શર્માની કેમેરામાં કેદ ઝગડા પર કોચે કહ્યું, હું ક્યારેય ચોંકતો નથી (આ પ્રકારના કવરેજથ). ઘણી રીતે આ ટીમને એક સાથે રહેવા માટે પ્રેરિત કરે છે અને મને આશા છે કે આમ થશે. 

તે સમયે કોઈ પરેશાની ન થઈ જ્યારે શાસ્ત્રીએ કેપ્ટન કોહલીનું સમર્થન કર્યું, જેના મેદાની વર્તન પર ઓસ્ટ્રેલિયન નિષ્ણાંતોએ સવાલ ઉઠાવ્યા હતા. શાસ્ત્રીએ કહ્યું, તે શાનદાર હતું. તેનો વર્તાવમાં શું ખોટુ હતું. તમે સવાલ ઉઠાવી શકો છો, પરંતુ જ્યાં સુધી અમારો સવાલ છે તે જેન્ટલમેન છે. 

શાસ્ત્રીએ સ્વીકાર કર્યો કે, ટોપ ક્રમ ટીમ માટે મુદ્દો છે, કારણ કે લોકેશ રાહુલ અને મુરલી વિજય બે ટેસ્ટની સતત ચાર ઈનિંગમાં નિષ્ફળ રહ્યાં. તેમણે કહ્યું, યોગ્ય વાત છે કે ટોપ ક્રમની સમસ્યા મોટી ચિંતા છે. ટોપ ઓર્ડરે જવાબદારી લેવી પડશે. મને આશા છે કે, તેને પાસે અનુભવ છે અને તે યોગદાન આપશે. 

કોચે પરંતુ સંકેત આપ્યો કે, ટીમ મેનેજમેન્ટ વિકપ્લના રૂપમાં મયંક અગ્રવાલના નામ પર ગંભીરતાથી વિચાર કરી રહ્યું છે. તેમણે કહ્યું, મયંક સારો યુવા ખેલાડી છે. તેણે ભારત એ માટે ઘણા રન બનાવ્યા છે. જો તમે તેનો ડોમેસ્ટિક રેકોર્ડ જુઓ તો તે અન્ય ખેલાડી જેટલો સારો છે. તેથી તેના પર નિર્ણય કરવો પડશે. આ સાથે શાસ્ત્રીએ કહ્યું કે, પર્થમાં હાર બાદ સિરીઝ 1-1થી બરોબર છે અને ભારત સારી સ્થિતિમાં છે. આવી તક ઈંગ્લેન્ડ કે આફ્રિકામાં મળી નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news