IPL 2021: ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ પ્લેઓફમાં પહોંચશે કે નહીં? ગૌતમ ગંભીરે કરી ભવિષ્યવાણી

Gautam Gambhir on IPL 2021 Playoffs: ગૌતમ ગંભીરે કહ્યુ કે, ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ આ વર્ષે આઈપીએલ પ્લેઓફમાં પહોંચી શકશે નહીં. તેનું કહેવું છે કે ચેન્નઈની ટીમ પાંચમાં સ્થાને રહેશે. 
 

IPL 2021: ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ પ્લેઓફમાં પહોંચશે કે નહીં? ગૌતમ ગંભીરે કરી ભવિષ્યવાણી

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઓપનિંગ બેટ્સમેન ગૌતમ ગંભીર (Gautan bambhir) નું માનવુ છે કે ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) ની ટીમ આ વખતે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2021) ના પ્લેઓફમાં જગ્યા બનાવી શકશે નહીં. એક હાલમાં આપેલા ઈન્ટરવ્યૂમાં ગંભીરે કહ્યુ કે, ચેન્નઈની ટીમ આઈપીએલની આ સીઝનમાં પાંચમાં સ્થાન પર રહેશે. 

આકાશ ચોપડા અને સંજય માંજરેકરનો મત પણ કંઈ એવો છે કે એમએસ ધોનીની આગેવાનીવાળી ટીમ આ વખતે અંતિમ ચારમાં જગ્યા બનાવી શકશે નહીં. 

આકાશ ચોપડાએ ઈએસપીએનક્રિકઇન્ફોની સાથે વાતચીતમાં કહ્યુ, મને લાગે છે કે ચેન્નઈનું પ્રદર્શન પાછલી સીઝન કરતા થોડુ સારૂ હશે પરંતુ ક્વોલિફિકેશન દૂરની વાત છે. 

તો વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ ફાસ્ટ બોલર ઇયાન બિશપ માને છે કે ચેન્નઈ સુપર કિંગ્સ પ્લેઓફમાં પહોંચી શકે છે. તેમણે લીગ સ્ટેજમાં ચેન્નઈ ચોથા સ્થાને રહેશે તેવી ભવિષ્યવાણી કરી છે. 

તે આ વર્ષે ફેબ્રુઆરીમાં થયેલી હરાજીમાં ચેન્નઈ સુપરકિંગ્સની રણનીતિથી ખુબ પ્રભાવિત જોવા મળ્યા હતા. ગંભીરે ચેન્નઈથી પ્રભાવિત થતા આઈપીએલના ઈતિહાસમાં અત્યાર સુધીની સર્વશ્રેષ્ઠ ટીમ ગણાવી હતી. તે વાતથી ખાસ ગંભીર ખુશ હતો કે ચેન્નઈએ આઈપીએલ 2020ની સીઝન ખરાબ રહ્યા બાદ પણ વધુ નવુ કરવાનો પ્રયાસ કર્યો નથી અને પોતાની તાકાત સાથે યથાવત રહ્યાં. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news