ઈંગ્લેન્ડમાં ટીમ ઈન્ડિયાના ડ્રેસિંગ રૂમમાં પહોંચ્યો ધોની, ખેલાડીઓ સાથે કરી વાત
MS Dhoni: એજબેસ્ટનમાં ટીમ ઈન્ડિયાએ સિરીઝની બીજી ટી20 મેચમાં ઈંગ્લેન્ડને 49 રને પરાજય આપ્યો હતો. આ જીત બાદ એમએસ ધોની ખેલાડીઓને મળવા પહોંચ્યો હતો.
Trending Photos
મુંબઈઃ ટીમ ઈન્ડિયાએ એજબેસ્ટનમાં આયોજીત T-20 મેચમાં ઈંગ્લેન્ડને 49 રનથી મ્હાત આપી છે. આ જીત બાદ ભારતે ત્રણ મેચની સીરિઝમાં 2-0થી જીત મેળવી છે. આ સીરિઝની ત્રીજી મેચ 10 જુલાઈએ નોટિંઘમમાં રમાશે. આ મેચને જીતીને ભારતીય ટીમ ઈંગ્લેન્ડમાં વ્હાઈટવોશ કરવાનું ઈચ્છી રહી છે..
બીજી મેચ બાદ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની ડ્રેસિંગ રૂપમાં ખેલાડીઓથી મળવા માટે પહોંચ્યા હતા. જેના BCCIએ પોતાના ટ્વિટર પેજ પર ફોટા પણ શેર કર્યા છે. આ ફોટામાં ધોની ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી ઈશાન કિશન અને અન્ય ખેલાડીઓ સાથે વાતચીત કરતા નજરે પડી રહ્યા છે.
વિકેટકીપર અને બેટ્સમેન ઋષભ પંતે પણ પોતાના ટ્વીટર પર એક સ્પેશિયલ તસ્વીર પોસ્ટ કરી છે. જેમાં પંત ધોનીના સાથે જોવા મળે છે.
41 વર્ષીય મહેન્દ્રસિંહ ધોની UKના પ્રવાસે છે. 7 જુલાઈના રોજ ધોનીએ પત્ની સાક્ષી અને ટીમ ઈન્ડિયાના ખેલાડી ઋષભ પંત સહિત કેટલાક મિત્રો સાથે જન્મદિવસની ઉજવણી પણ કરી હતી.
જન્મદિવસના એક દિવસ પહેલા ધોનીએ વિમ્બલડન 2022માં પણ નજરે પડ્યા હતા. ધોનીએ આ દરમિયાન ગ્રે કલરનું બ્લેઝર અને બ્લેક ચશ્મા પહેર્યા હતા. આ ફોટો વિમ્બલડનના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ અને CSKએ શેર કર્યા હતા
આ પણ વાંચોઃ 127*: સૂઝી બેટ્સ અને એલિસ પેરીને પાછળ છોડી રોહિત શર્માએ ટી20 ક્રિકેટમાં બનાવ્યો નવો રેકોર્ડ
મહેન્દ્રસિંહ ધોનીએ 15 ઓગસ્ટ 2020એ ઈન્ટરનેશન ક્રિકેટમાંથી સન્યાસ લીધો હતો. ત્યાર બાદ તેઓ IPLમાં રમતા નજરે પડ્યા હતા. ધોનીએ ભારત માટે 350 વનડે, 98 T-20 ઈન્ટરનેશનલ અને 90 મેચમાં 17 હજાર 266 રન બનાવ્યા છે. આ દરમિયાન તેમણે 108 અર્ધશતક અને 16 શતક બનાવ્યા. ધોનીની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયાએ 3 વખત ખિતાબ પણ પોતાના નામે કર્યો છે.
ગઈકાલે રમાયેલા બીજા T-20 મેચ વિશે વાત કરીએ પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 8 વિકેટ ગુમાવીને 170 રન બનાવ્યા હતા. રવિન્દ્ર જાડેજાએ નોટઆઉટ રહી 46 અને રોહિત શર્માએ 26 રન બનાવ્યા. ઈંગ્લેન્ડ તરફથી ક્રિસ જોર્ડને 4 અને રિચાર્ડ ગ્લિસને 3 ખેલાડીઓને આઉટ કર્યા.
ઈંગ્લેન્ડની ટીમ 17 ઓવરમાં ઓલઆઉટ થઈ હતી. ઈંગ્લેન્ડ તરફથી મોઈન અલીએ સૌથી વધુ 35 અને ડેવિડ વિલીએ નોટઆઉટ 33 રન બનાવ્યા હતા. ભારત તરફથી ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારે સૌથી વધુ 3 વિકેટ લીધા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે