શું CSK ની કેપ્ટનશીપ છોડશે MS Dhoni? આ ખેલાડી બનશે નવો કેપ્ટન! ધોની પણ કરે છે સપોર્ટ
IPL: મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપમાં સીએસકેએ ચાર વખત આઇપીએલનો ખિતાબ જીત્યો છે. આ ટીમને ધોનીની કેપ્ટનશીપમાં જે કારનામા કર્યા છે કદાચ જ તે બીજો કોઇ કેપ્ટન કરી શકે. પરંતુ ધોની બાદ સીએસકેને એક સારા કેપ્ટનની જરૂર પડશે.
Trending Photos
નવી દિલ્હી: મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપમાં CSK ચાર વખત IPL ટાઈટલ જીતી ચુક્યું છે. ધોનીની કેપ્ટનશીપમાં આ ટીમે જે કારનામું કર્યું છે, તે ભાગ્યે જ કોઈ અન્ય કેપ્ટન કરી શક્યું છે. પરંતુ ધોનીની ઉંમર હવે વધી રહી છે અને તેની અસર તેની રમત પર પણ સ્પષ્ટ દેખાઈ રહી છે. આગામી સિઝન બાદ ધોનીનું IPL માં રમવું પણ નિશ્ચિત નથી. આવી સ્થિતિમાં CSK ને નવા કેપ્ટનની જરૂર પડશે. આ પદ સંભાળવા માટે તેની પાસે પહેલેથી જ એક મહાન ખેલાડી છે.
આ ખેલાડી બની શકે છે નવો કેપ્ટન
IPL 2022 ની મેગા હરાજી પહેલા 4 વખતની ચેમ્પિયન CSK એ એમએસ ધોની, રવિન્દ્ર જાડેજા, ઋતુરાજ ગાયકવાડ અને મોઈન અલીને જાળવી રાખ્યા છે. અગાઉ એવું માનવામાં આવી રહ્યું હતું કે ધોનીની જગ્યાએ સ્ટાર ઓપનર ફાફ ડુ પ્લેસિસને ટીમનો નવો કેપ્ટન બનાવવામાં આવી શકે છે. પરંતુ CSK એ તેને છોડી દીધો. આવી સ્થિતિમાં ધોની બાદ આ ટીમની કમાન રવિન્દ્ર જાડેજા સંભાળી શકે છે. તેને ચેન્નાઈએ 16 કરોડ ચૂકવીને જાળવી રાખ્યો છે. ધોની પોતે જાડેજાને ઘણી હદ સુધી સપોર્ટ કરે છે.
રૈનાને પણ કર્યો ડ્રોપ
ડુ પ્લેસિસ સિવાય એવી અટકળો પણ લગાવવામાં આવી રહી હતી કે ધોની બાદ સુરેશ રૈનાને આ ટીમનો નવો કેપ્ટન બનાવવામાં આવી શકે છે. પરંતુ આમ પણ નહીં થાય કારણ કે CSK એ તેને પણ છોડી દીધો છે. રૈનાનું ફોર્મ પણ ચેન્નાઈ માટે મુશ્કેલી વધારી રહ્યું છે. આવી સ્થિતિમાં તે પણ ચેન્નાઈનો આગામી કેપ્ટન નહીં બની શકે. તેની સાથે જ તેની ઉંમર અને ક્રિકેટમાં ખૂબ સક્રિય ન હોવું પણ એ વાતનો પુરાવો છે કે રૈના કેપ્ટન નહીં બની શકે.
સૌથી સફળ ટીમોમાંથી એક છે CSK
CSK IPL ની બે સૌથી સફળ ટીમોમાંથી એક છે. મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપમાં આ ટીમ અત્યાર સુધીમાં કુલ 4 વખત IPL ટ્રોફી જીતી ચુકી છે. તે જ સમયે, આ ટીમ અત્યાર સુધીમાં 9 વખત આ લીગની ફાઈનલ રમી છે. CSK કરતાં વધુ, માત્ર મુંબઈ ઈન્ડિયન્સે 5 વખત IPL ટ્રોફી જીતી છે. જોકે આ વર્ષે મુંબઈ પ્લેઓફમાં પણ પહોંચી શક્યું નથી.
ક્યારે થસે IPL મેગા ઓક્શન?
આઇપીએલ 2022 મેગા ઓક્શન (IPL 2022 Mega Auction) ની તારીખોની જાહેરાત અત્યારે થઈ નથી, પરંતુ આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, ડિસેમ્બર 2021 એટલે કે જાન્યુઆરી 2022 માં આ મોટી ઇવેન્ટને યોજવામાં આવી શકે છે. જોવાનું રહેશે કે, સીએસક તેના કેટલા જૂના ખેલાડીને ટીમમાં પાછા સામેલ કરવામાં સફળ રહે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે