હવે બજારમાં આવી ગયું આત્મહત્યા કરવાનું મશીન, માત્ર એક મિનિટમાં શાંતિપૂર્ણ રીતે થઈ જશે મોત
Switzerland Approves Euthanasia Device: યુરોપીય દેશ સ્વિત્ઝર્લેન્ડે આત્મહત્યા કરવામાં મદદ કરનાર મશીનને કાયદાકીય મંજૂરી આપી છે. આ મશીન માત્ર 1 મિનિટમાં આત્મહત્યા કરવાની પ્રક્રિયા પૂરી કરી દેશે. તેમાં વ્યક્તિ કોઈ દર્દ વગર હંમેશા માટે મોતની નિંદરમાં સુઈ શકે છે.
Trending Photos
જ્યૂરિખઃ સ્વિત્ઝર્લેન્ડે તાબૂતના આકારના એક મશીનને મંજૂરી આપી છે. આ મશીનની મદદથી લોકો માત્ર 1 મિનિટમાં કોઈપણ મુશ્કેલી વગર શાંતિપૂર્ણ રીતે મોતને ગળે લગાવી શકશે. આ મશીનને બનાવનારી કંપનીએ જાણકારી આપી છે. જાણવા મળી રહ્યું છે કે મશીનની અંદર ઓક્સીજનનું સ્તર ખુબ ઓછુ થઈ જાય છે, જેનાથી વ્યક્તિનું હાયપોક્સિયા અને હાઇપોકૈનિયાથી મોત થઈ જાય છે.
આ મશીનને અંદર બેસીને પણ સંચાલિત કરી શકાય છે. આ મશીન તેવા દર્દીઓ માટે મદદરૂપ છે જે બીમારીને કારણે બોલી કે હલી શકતા નથી. આ મશીનને યૂઝર પોતાની પસંદગીની જગ્યાએ લઈ જવુ પડશે. ત્યારબાદ મશીનને નષ્ટ થવા યોગ્ય કેપ્સૂલ અલગ થઈ જાય છે જેથી તાબૂતની જેમ તેનો ઉપયોગ કરી શકાય. જાણવા મળી રહ્યું છે કે આત્મહત્યાનું મશીન બનાવવાનો વિચાર એનજીઓ એક્ઝિટ ઇન્ટરનેશનલના ડાયરેક્ટર અને ડોક્ટર ડેથ કહેવાતા ડોક્ટર ફિલીપ નિટસ્ચકે આપ્યો છે.
આ પણ વાંચોઃ કંપનીના CEO એ Zoom મીટિંગ યોજી એક ઝટકે 900 કર્મચારીઓને કાઢી મૂક્યા, કારણ જાણી દંગ રહી જશો
ડોક્ટર ડેથની મોટા પાયે થઈ રહી છે ટીકા
સ્વિત્ઝર્લેન્ડમાં મદદની સાથે આત્મહત્યા કરવી ગેરકાયદેસર માનવામાં આવી છે અને પાછલા વર્ષે 1300 લોકોએ આ સેવાનો ઉપયોગ આત્મહત્યા કરવા માટે કર્યો. ડોક્ટર ડેથે કહ્યુ કે, જો કોઈ અણધારી મુશ્કેલી નહીં આવે તો આગામી વર્ષ સુધી સાર્કો મશીનને દેશમાં ઉપલબ્ધ કરાવી દેશું. આ અત્યાર સુધીનો ખુબ મોંઘો પ્રોજેક્ટ છે પરંતુ અમને વિશ્વાસ છે કે અમે તેને શરૂ કરવાની ખુબ નજીક છીએ.
તો ડોક્ટર ડેથની મોટા પાયે ટીકા થઈ રહી છે. લોકો તેના મશીનના ઉપયોગ થનારી રીતને ખોટી ઠેરવી રહ્યાં છે. તેમનું કહેવું છે કે આ એક ગેસ ચેમ્બરની જેમ છે. કેટલાક અન્ય લોકોએ કહ્યું કે, આ મશીન આત્મહત્યાને પ્રોત્સાહન આપે છે. વર્તમાન સમયમાં બે સાર્કો પ્રોટાઇપ બનીને તૈયાર થઈ ગયું છે. હવે એક ત્રીજા મશીનને બનાવવામાં આવી રહ્યું છે જે આગામી વર્ષ સુધી તૈયાર થઈ જશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે