IPL 2020: માત્ર 17 કરોડ ખિસ્સામાં લઈને બેસેલી સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમે ખાસ બાબત પર કર્યું હતું ફોકસ
Trending Photos
અમદાવાદ :ઈન્ડિયન પ્રીમિયર લીગના 2020ની એડિશનની હરાજી (IPL Action) પૂરી થયા બાદ હવે તમામ ટીમોના પ્લેયર નક્કી થઈ ગયા છે. આ વખતે ઓક્શનમાં સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમ (Sunrisers Hyderabad) પાસે સૌથી વધુ વિકલ્પ ન હતા. કેમ કે, તેમની પાસે ખરીદવા માટે ઓછા પ્લેયર હતા.
ઓછા પ્લેયર્સ પર દાવ લગાવ્યો
આ વખતે ઓક્શનમાં હૈદરબાદના પર્સમાં માત્ર 17 કરોડ રૂપિયા જ હતા, અને ટીમે પહેલા રાઉન્ડમાં વધારીને બોલી ન લગાવી. પરંતુ બાદમાં ટીમે ફેબિયન એલન અને મિશેલ માર્શ જેવા પ્લેયર્સ પર બોલી લગાવી અને એટલું જ નહિ, ટીમે આ આઈપીએસના સૌથી યુવા પ્લેયર સંજય યાદવને પણ પોતાની ટીમમાં કરી લીધા.
યુવાઓ પર જોર આપ્યું
ટીમે આ વખતે યુવા ક્રિકેટર્સ પર વધુ ફોકસ કર્યું હતું, જે તેના રિટેન્શન પ્લાનમાં પણ બતાવવામાં આવ્યું હતું. કેન વિલિયમ્સની કેપ્શનશિપવાળી ટીમે વિરાટ સિંહને 1.9 કરોડમાં ખરીદ્યો, જે સૈયદ મુશ્તાક ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવવનાર પ્લેયર હતો. વિરાટે આ ટુર્નામેન્ટમાં 57.16ની એવરેજથી રન બનાવ્યા હતા. આ ઉપરાંત આગામી વર્ષે થનારી 19 વર્લ્ડ કપની ટીમ ઈન્ડિયાના કેપ્ટન પ્રિયમ ગર્ગને પણ ટીમે ખરીદ્યું હતું.
આ પ્લેયર રિલીઝ કરાયા
આ વખતે ટીમને નવો કોચ મળ્યો છે. અત્યાર સુધી કોચ રહેલા ટોમ મૂડીને બદલે ઈંગ્લેન્ડની વર્લ્ડકપ જીતાડનારા ટ્રેવર બેલિસ નવા કોચ બન્યા છે. તો ઓસ્ટ્રેલિયાના પૂર્વ વિકેટકીપર બ્રેડ હેડિન પણ સહાયક કોચની તરીકે ટીમમાં આવ્યા છે. આ વખતે ટીમે માર્ટિન ગપ્ટિલ, દીપક હુડા, રિકી બિહુ અને યુસુફ પઠાણને રિલીઝ કર્યો હતો, જ્યારે કે શાકિબ અલ હસન બૈન આ વર્ષથી નહિ રમે.
કયા પ્લેયર્સને ખરીદાયા
આ વખતે હૈદરાબાદના હિસ્સામાં એલન ફેબિયન (50 લાખ), મિશેલ માર્શ (2 કરોડ), સંજય યાદવ (20 લાખ), વિરાટ સિંહ (1.9 કરોડ) અને અબ્દુલ શમદ (20 લાખ).
હૈદરાબાદની નવી ટીમ
- બેટ્સમેન
કેન વિલિયમસન, ડેવિડ વોર્નર, મનીષ પાંડે, વિરાટ સિંહ, પ્રિયમ ગર્ગ, અબ્દુલ શમદ
- બોલર
ભુવનેશ્વર કુમાર, ખલીલ અહેમદ, સંદીપ શર્મા, સિદ્ધાર્થ કોલ, બિલી સ્ટેનલેક, ટી નટરાજ, અભિષેક શર્મા, શહબાજ નદીમ
- ઓલરાઉન્ડર
મિશેલ માર્ચ, ફેબિયન એલન, વિજય શંકર, મોહંમદ નબી, રાશિદ ખાન, સંજય યાદવ
- વિકેટ કીપર
જોની બેયરસ્ટો, ઋદ્ધિમાન સાહા, શ્રીવત્સ ગોસ્વામી
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે