OMG..બધા રેકોર્ડ તૂટ્યા! 300 બોલમાં 563 રન ઠોક્યા, વિરોધી ટીમ માત્ર 19 રનમાં ઓલઆઉટ, વિગતો જાણી અચંબિત થશો
બોલરોની આવી હાલત કદાચ તેમણે સપનામાં પણ નહીં વિચારી હોચ. કલ્પના કરો વનડેમાં 300 બોલમાં ટીમે 563 રન ઠોકી માર્યા અને ત્યારબાદ વિરોધી ટીમનો વારો આવ્યો તો 19 રનમાં તો આખી ટીમ પેવેલિયન ભેગી થઈ ગઈ.
Trending Photos
ભારતીય ક્રિકેટ ટીમ દુનિયાભરમાં પોતાના વિસ્ફોટક બેટર્સ માટે પણ જાણીતી છે. વનડે ક્રિકેટમાં સૌથી વધુ બેવડી સદી ફટકારવામાં રોહિત શર્મા નંબર વન છે તો ટેસ્ટમાં સૌથી ઝડપી ટ્રિપલ સેન્ચ્યુરી જમાવવાનો રેકોર્ડ વીરેન્દ્ર સહેવાગના નામે છે. પરંતુ અત્યારે તો 14 વર્ષની એક કિશોરીએ વનડેમાં ધમાલ મચાવી દીધી છે જેણે 157 બોલમાં અણનમ 346 રન ફટકાર્યા. જાણો વિગતો.
ઈરા જાધવે 157 બોલમાં અણનમ 346 રન કરીને મુંબઈને મહિલાઓની અંડર 19 વનડે ટ્રોફી ટુર્નામેન્ટમાં મેઘાલય સામે 544 રનની રેકોર્ડ જીત અપાવી. જાધવે 42 ચોગ્ગા, 16 છગ્ગા ફટકાર્યા અને 220.38ની સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરતા ટીમના સ્કોરને 3 વિકેટના નુકસાને 563 સુધી પહોંચાડ્યો.
જાધવે મેઘાલયની બોલિંગને બરાબર ઝૂડી
ઈરા જાધવની ઓપનિંગ ભાગીદારી અલીના મુલ્લા સાથે માત્ર 39 રનની જ રહી પરંતુ ત્યારબાદ કેપ્ટન હર્લે ગાલા સાથે મળીને બીજી વિકેટ માટે 274 રનની ભાગીદારી કરી. જ્યારે કેપ્ટન 79 બોલમાં 116 રન કરીને આઉટ થઈ ગઈ ત્યારે મુંબઈનો સ્કોર 32 ઓવર પહેલા જ 313 રન થઈ ગયો હતો. આ ભાગીદારીમાં જાધવે 71 બોલમાં 149 રન કર્યા હતા.
3⃣4⃣6⃣* runs
1⃣5⃣7⃣ balls
1⃣6⃣ sixes
4⃣2⃣ fours
Watch 🎥 snippets of Mumbai batter Ira Jadhav's record-breaking knock vs Meghalaya in Women's Under 19 One Day Trophy at Alur Cricket Stadium in Bangalore 🔥@IDFCFIRSTBank | @MumbaiCricAssoc
Scorecard ▶️ https://t.co/SaSzQW7IuT pic.twitter.com/tWgjhuB44X
— BCCI Domestic (@BCCIdomestic) January 12, 2025
ત્યારબાદ જાધવે દીક્ષા પવાર સાથે 186 રનની ભાગીદારી કરી જેમાં તેના 50 બોલમાં 137 રન હતા. પવાર 45મી ઓવરમાં આઉટ થઈ ત્યારે મુંબઈનો સ્કોર 499 રન હતો. ત્યારબાદ મુંબઈએ બાકીના 41 બોલમાં 64 રન કરીને 3 વિકેટના ભોગે 563 રનનો પહાડ જેટલો મોટો સ્કોર ઊભો કરી દીધો.
19 રનમાં ઓલઆઉટ
મુંબઈએ આપેલા 564 રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી મેઘાલયની ટીમ બોલિંગ બાદ બેટિંગમાં પણ કથળી ગઈ. આખી ટીમ 25.4 ઓવરમાં માત્ર 19 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ. 6 બેટર્સ તો પોતાનું ખાતું પણ ખોલી શક્યા નહીં. મેઘાલય માટે સુચિયાંગે સૌથી વધુ 3 રન કર્યા. 544 રનના વિશાળ માર્જિનથી મેચ જીતીને મુંબઈની ટીમે રેકોર્ડ બુકમાં જગ્યા બનાવી. વનડે ઈન્ટરનેશનલમાં સૌથી મોટી જીતનો રેકોર્ડ ભારતીય ટીમના નામે નોંધાયેલો છે. 15 જાન્યુઆરી 2023ના રોજ ટીમ ઈન્ડિયાએ શ્રીલંકા વિરુદ્ધ 390 રન કર્યા બાદ આખી ટીમ માત્ર 73 રન પર ઓલઆઈટ થઈ જતા ભારતે 317 રને જીત મેળવી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે