Champions Trophy 2025 : KL રાહુલ કે રિષભ પંત, ચેમ્પિયન્સ ટ્રોફીમાં કોણ હશે વિકેટકીપર ? ગૌતમ ગંભીરે કર્યો ખુલાસો
Champions Trophy 2025 : કેએલ રાહુલ કે રિષભ પંત ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારતીય ટીમમાં વિકેટકીપર કોણ હશે તેને લઈને ભારતના હેડ કોચ ગૌતમ ગંભીરે ખુલાસો કર્યો છે. ત્યારે આ લેખમાં જાણીશું કે, ચેમ્પિયન્સ ટ્રોફીમાં ગૌતમ ગંભીરની પહેલી પસંદ કોણ હશે ?
Trending Photos
Champions Trophy 2025 : ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારતીય ટીમમાં વિકેટકીપર કોણ હશે તેને લઈને ભારતના હેડ કોચ ગૌતમ ગંભીરે ખુલાસો કર્યો છે. ભારતીય ટીમે તાજેતરમાં ઈંગ્લેન્ડ સામે 3 મેચોની વન ડે સીરિઝ રમી હતી. આ સીરિઝની એક પણ મેચમાં રિષભ પંતનો પ્લેઈંગ ઈલેવનમાં સમાવેશ કરવામાં આવ્યો નહોતો. ત્યારે આગામી સમયમાં રમાનાર ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતીય ટીમમાં વિકેટકીપર કોણ હશે, તેને લઈને ગૌતમ ગંભીરે મોટું નિવેદન આપ્યું છે.
ગૌતમ ગંભીરે શું કહ્યું ?
ભારતના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે સ્પષ્ટ કર્યું છે કે કેએલ રાહુલ ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમ ઈન્ડિયાનો પ્રથમ પસંદગીનો વિકેટકીપર હશે અને આક્રમક બેટ્સમેન ઋષભ પંતનો વિકલ્પ તરીકે પ્લેઈંગ ઈલેવનમાં સમાવેશ કરવા માટે વિચારણા કરવામાં આવશે નહીં. ઈંગ્લેન્ડ સામેની ત્રણ મેચની વનડે સીરિઝમાં કેએલ રાહુલને પ્રથમ બે મેચમાં છઠ્ઠા નંબર પર બેટિંગ કરવા ઉતાર્યો હતો, જેમાં તે કન્ફર્ટ જોવા મળ્યો નહોતો.
જ્યારે ત્રીજી મેચમાં તે તેના ફેવરિટ નંબર 5 પર બેટિંગ કરવા આવ્યો હતો અને તેણે 29 બોલમાં 40 રનનું યોગદાન આપ્યું હતું. ભારતે આ મેચ 142 રને જીતી લીધી હતી. ગૌતમ ગંભીરે મેચ બાદ કહ્યું કે, રાહુલ અત્યારે અમારો નંબર વન વિકેટકીપર છે અને હું અત્યારે એટલું જ કહી શકું છું. ઋષભ પંતને તક મળશે, પરંતુ અત્યારે રાહુલ સારું પ્રદર્શન કરી રહ્યો છે અને અમે બે વિકેટકીપર બેટ્સમેન સાથે રમી શકશું નહીં.
અક્ષર પટેલને પાંચમા નંબરે ઉતારવાનું કારણ
પાંચમા નંબરે સારૂ પ્રદર્શન કરનાર રાહુલની જગ્યાએ પ્રથમ બે મેચોમાં અક્ષર પટેલને ઉતારવાના નિર્ણયને યોગ્ય ઠેરવતા ગંભીરે કહ્યું કે કોઈપણ વ્યક્તિ કરતા ટીમનું હિત વધુ મહત્વપૂર્ણ છે. ગંભીરે કહ્યું, અમે સરેરાશ અને આંકડાને જોતા નથી. અમે એ જોઈએ છીએ કે કયો ખેલાડી સારુ પ્રદર્શન કરી શકે છે.
યશસ્વી જયસ્વાલને કેમ પડતો મૂકાયો ?
આ સાથે ગંભીરે ચેમ્પિયન્સ ટ્રોફી ટીમમાંથી ઓપનર યશસ્વી જયસ્વાલને પડતો મૂકવાના નિર્ણયને પણ યોગ્ય ઠેરવ્યો છે, જેનું સ્થાન સ્પિનર વરુણ ચક્રવર્તીને આપવામાં આવ્યું છે. ગંભીરે કહ્યું કે, આનું એકમાત્ર કારણ એ છે કે અમે વિકેટ લેનારા બોલર તરીકે વિકલ્પ ઇચ્છતા હતા અને આપણે બધા જાણીએ છીએ કે વરુણ ચક્રવર્તી તે વિકલ્પ હોઈ શકે છે. જયસ્વાલ પાસે હજુ લાંબું ભવિષ્ય છે અને અમે ફક્ત 15 ખેલાડીઓને જ પસંદ કરી શકીએ છીએ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે