NZ vs AFG: અફઘાનિસ્તાનને હરાવી ન્યૂઝીલેન્ડ સેમીફાઇનલમાં, ભારત બહાર

T20 World cup: આઈસીસી ટી20 વિશ્વકપમાં અફઘાનિસ્તાનની જીતની આશા કરી રહેલા કરોડો ભારતીય ક્રિકેટ ફેન્સને ઝટકો લાગ્યો છે. ન્યૂઝીલેન્ડે અફઘાનિસ્તાનને પરાજય આપીને સેમીફાઇનલની ટિકિટ કન્ફર્મ કરી લીધી છે, આ સાથે ભારતીય ટીમનું સેમીમાં પહોંચવાનું સપનું રોળાય ગયું છે. 

NZ vs AFG: અફઘાનિસ્તાનને હરાવી ન્યૂઝીલેન્ડ સેમીફાઇનલમાં, ભારત બહાર

અબુધાબીઃ ભારતીય ક્રિકેટ ટીમનું આઈસીસી ટી20 વિશ્વકપની સેમીફાઇનલમાં પહોંચવાનું સપનું રોળાઈ ગયું હતું. ન્યૂઝીલેન્ડે મહત્વની મેચમાં અફઘાનિસ્તાનને વિકેટે પરાજય આપી સેમીફાઇનલમાં એન્ટ્રી કરી લીધી છે. હવે ભારત અને નામીબિયા વચ્ચે સોમવારે રમાનારી મેચ માત્ર ઔપચારિક બની રહેશે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી અફઘાનિસ્તાનની ટીમે 20 ઓવરમાં 8 વિકેટે 124 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ન્યૂઝીલેન્ડે 18.1 ઓવરમાં 2 વિકેટે 125 રન બનાવી સેમીફાઇનલમાં પહોંચી ગયું છે. મહત્વનું છે કે આ મેચમાં અફઘાનિસ્તાનની જીત થઈ હોત તો ભારત પાસે સેમીફાઇનલમાં પહોંચવાની તક હતી, એટલે કરોડો ભારતીયો આજની મેચમાં અફઘાનિસ્તાનની જીતની દુવા કરી રહ્યાં હતા. 

સેમીફાઇનલની ચાર ટીમ નક્કી
આઈસીસી ટી20 વિશ્વકપ 2021ની ચાર સેમીફાઇનલની ટીમ નક્કી થઈ ગઈ છે. ગ્રુપ-એમાંથી ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાની ટીમ સેમીફાઇનલમાં પહોંચી છે, જ્યારે ગ્રુપ-બીમાંથી પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડની ટીમ સેમીફાઇનલમાં પહોંચી છે. 

ન્યૂઝીલેન્ડના ઓપનરો સેટ થયા બાદ આઉટ
અફઘાનિસ્તાને આપેલા 125 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડની ટીમે સારી શરૂઆત કરી હતી. પરંતુ ટીમને 26 રનના સ્કોર પર પ્રથમ ઝટકો લાગ્યો હતો. ડેરિલ મિશેલ 17 રન બનાવી મુજીબનો શિકાર બન્યો હતો. ન્યૂઝીલેન્ડે પાવરપ્લેમાં 1 વિકેટે 45 રન બનાવ્યા હતા. 

કેન વિલિયમસન અને કોનવેની વિજયી ભાગીદારી
ન્યૂઝીલેન્ડને 57 રનના સ્કોર પર બીજો ઝટકો લાગ્યો હતો. ત્યારબાદ કેન વિલિયમસન (40*) અને ડેવોન કોનવે (36*) ની અણનમ 67 રનની ભગીદારીએ કીવી ટીમને શાનદાર જીત અપાવી હતી. 

સેમીફાઇનલની ચાર ટીમ નક્કી
આઈસીસી ટી20 વિશ્વકપ 2021ની ચાર સેમીફાઇનલની ટીમ નક્કી થઈ ગઈ છે. ગ્રુપ-એમાંથી ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાની ટીમ સેમીફાઇનલમાં પહોંચી છે, જ્યારે ગ્રુપ-બીમાંથી પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડની ટીમ સેમીફાઇનલમાં પહોંચી છે. 

ન્યૂઝીલેન્ડના ઓપનરો સેટ થયા બાદ આઉટ
અફઘાનિસ્તાને આપેલા 125 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડની ટીમે સારી શરૂઆત કરી હતી. પરંતુ ટીમને 26 રનના સ્કોર પર પ્રથમ ઝટકો લાગ્યો હતો. ડેરિલ મિશેલ 17 રન બનાવી મુજીબનો શિકાર બન્યો હતો. ન્યૂઝીલેન્ડે પાવરપ્લેમાં 1 વિકેટે 45 રન બનાવ્યા હતા. 

ગુપ્ટિલ બન્યો રાશિદ ખાનનો શિકાર
ન્યૂઝીલેન્ડની ટીમને 57 રનના સ્કોર પર બીજો ઝટકો લાગ્યો હતો. માર્ટિન ગુપ્ટિલ સેટ થયા બાદ 28 રન બનાવી રાશિદનો શિકાર બન્યો હતો. ગુપ્ટિલે 23 બોલમાં 4 ચોગ્ગા ફટકાર્યા હતા. 

પાવરપ્લેમાં ન્યૂઝીલેન્ડની દમદાર બોલિંગ
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી અફઘાનિસ્તાનની શરૂઆત ખરાબ રહી હતી. ટીમને 8 રનના સ્કોર પર પ્રથમ ઝટકો લાગ્યો હતો. મોહમ્મદ શહઝાદ (2) રન બનાવી ટ્રેન્ટ બોલ્ટનો શિકાર બન્યો હતો. ત્યારબાદ ઝઝઈ (4) ને મિલ્નેએ આઉટ કરીને કીવી ટીમને બીજી સફળતા અપાવી હતી. ગુરબાઝ (6) ટીમ સાઉદીની ઓવરમાં LBW આઉટ થયો હતો. અફઘાનિસ્તાને પાવરપ્લેમાં 3 વિકેટે 23 રન બનાવ્યા હતા. 

નજિબુલ્લાહએ સંભાળી ઈનિંગ
અફઘાનિસ્તાનની ટીમ મુશ્કેલીમાં હતી ત્યારે નજિબુલ્લાહ ઝાદરાને ઈનિંગ સંભાળી હતી. પહેલા તેને ગુલબદીને (15) એ સાથ આપ્યો હતો. ગુલબદીન ઈશ સોઢીની ઓવરમાં આઉટ થયો હતો. મોહમ્મદ નબીએ 20 બોલમાં 14 રન બનાવ્યા હતા. નજિબુલ્લાહે શાનદાર અડધી સદી ફટકારતા 73 રન બનાવ્યા હતા. તેણે 48 બોલમાં 6 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. ટ્રેન્ટ બોલ્ટે નજિબુલ્લાહને આઉટ કર્યો હતો. 

બોલ્ટનો તરખાટ
કરિમ જનત બે રન બનાવી ટ્રેન્ટ બોલ્ટનો શિકાર બન્યો હતો. રાશિદ ખાને ત્રણ રન બનાવ્યા હતા. ન્યૂઝીલેન્ડ તરફથી ટ્રેન્ટ બોલ્ટે 4 ઓવરમાં 17 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. આ સિવાય ટિમ સાઉદીએ 24 રન આપીને બે સફળતા મેળવી હતી. મિલ્ને, નીશમ અને સોઢીને એક-એક વિકેટ મળી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news