IPL 2021 પહેલાં પાર્થિવ પટેલે મુંબઈ ઈન્ડીયન્સને લઇને આપ્યું આ નિવેદન, કહી આ વાત
મુંબઈ ઈન્ડીયન્સે (Mumbai Indians) તેમની પહેલી 9 મેચ, ચેન્નાઈ (Chennai) અને દિલ્હી (Delhi) ની ટ્રેક ઉપર સ્લો અને લો રમત અંગે વાત કરતાં જણાવ્યુ હતું કે “મને લાગતુ નથી કે આવી રમત મુંબઈ ઈન્ડીયન્સ માટે નુકશાનકારક નિવડશે.
Trending Photos
નવી દિલ્હી: IPL 2021 પહેલાં મુંબઈ ઈન્ડીયન્સે (Mumbai Indian) ટેલેન્ટ સ્કાઉન્ટ તરીકે પૂર્વ ભારતીય વિકેટકીપર બેટ્સમેન પાર્થિવ પટેલ Pathiv Patel) ને પોતાની સાથે જોડ્યા છે. હવે પાર્થિવ પટેલે ટીમની તે રણનીતિ વિશે ખુલાસો કર્યો છે. જેની સામે ટીમ ગત વર્ષથી ઝઝૂમી રહી હતી. પાર્થિવ પટેલે સ્ટાર સ્પોર્ટસના શો ક્રિકેટ કનેક્ટેડમાં ખાસ વાતચીત કરતાં જણાવ્યું કે ચેન્નઇ (Chennai) અને દિલ્હી (Delhi) ની ધીમી અને નીચા બોલવાળી પીચો પર મુંબઈ ઈન્ડીયન્સના સ્પિનર કઇ રીતે ફાયદો ઉઠાવશે.
મુંબઈ ઈન્ડીયન્સે (Mumbai Indians) તેમની પહેલી 9 મેચ, ચેન્નાઈ (Chennai) અને દિલ્હી (Delhi) ની ટ્રેક ઉપર સ્લો અને લો રમત અંગે વાત કરતાં જણાવ્યુ હતું કે “મને લાગતુ નથી કે આવી રમત મુંબઈ ઈન્ડીયન્સ માટે નુકશાનકારક નિવડશે.
કારણ કે મેં મુંબઈ ઈન્ડીયન્સ Mumbai Indians) ની ટીમને ગયા વર્ષે રમતાં જોઈ છે. એમાં નોંધ લેવા જેવી એક બાબત એ હતી કે તેમની પાસે કોઈ અનુભવી સ્પીનર ન હતો. તેમની પાસે કૃણાલ પંડયા અને રાહૂલ ચહર હતા, પરંતુ તેમેને કોઈ અનુભવી વ્યક્તિની જરૂર હતી. અને એમણે કૈક એવો જ નિર્ણય આ વખતના ઓકશનમાં કર્યો છે. તે ખૂબ જ અનુભવી પિયુષ ચાવલાને લઈ આવ્યા છે.
તે જાણે છે કે ચેન્નાઈ (Chennai) ની ધીમી અને લો વિકેટસ ઉપર કેવી બોલિંગ કરવી જોઈએ. આ રીતે મુંબઈ ઈન્ડીયન્સે (Mumbai Indians) તમામ પાયાની બાબતો આવરી લીધી છે. હવે એ બાબત ઉપર આધાર રહેશે કે તેમણે ક્યાં રમવાનુ છે, કે જેથી તેમને કોઈ ગેરલાભ થાય નહી ચેમ્પિયન્સ કૈંક આવુ જ કરતા હોય છે. ટુર્નામેન્ટમાં વિજય હાંસલ કર્યા પછી પણ તે પોતાની ઉણપો ઢાંકવાનો પ્રયાસ કરી રહ્યા છે અને મુંબઈ ઈન્ડિયન્સએ એવુ જ કર્યુ છે. ”
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે