રોનાલ્ડોને આ કામ માટે જોઈએ છે માણસ, મળશે લાખોનો પગાર, જાણો શું હોવી જોઈએ લાયકાત
દિગ્ગજ ફુટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો હવે સાઉદી અરબ શિફ્ટ થઈ ગયો છે. રોનાલ્ડોએ સાઉદી અરબની ક્લબ અલ નિસાર સાથે બે વર્ષનો કરાર કર્યો છે. રોનાલ્ડોને હવે સાઉદી અરબમાં તેની રસોઈ બનાવી શકે તેના શેફની જરૂર છે.
Trending Photos
નવી દિલ્હીઃ Chef Job For Cristiano Ronaldo's House: વિશ્વનો સર્વશ્રેષ્ઠ ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો નોકરી ઓફર કરી રહ્યો છે. તે નોકરી માટે દર મહિને 4,500 યુરોનો પગાર પણ આપશે, જે ભારતીય કરન્સી અનુસાર મહિને સાડા ચાર લાખ અને વર્ષના 54 લાખ 17 હજાર રૂપિયા થાય છે. વાસ્તવમાં તેમને તેમના ઘર માટે સ્વાદિષ્ટ ભોજન બનાવનાર એક શેફની જરૂર છે.
રોનાલ્ડોએ હાલમાં જ નવું ઘર ખરીદ્યું છે. તે પણ પૂરા 17 મિલિયન યુરોનું. પોર્ટુગલના રિવેરાનું રોનાલ્ડોનું નવું ઘર ખૂબ જ વૈભવી છે અને આ ઘરમાં એક શેફની જરૂર છે. જે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને તેની પત્ની તેમજ બાળકો માટે ભોજન બનાવી શકે. તેના બદલે, રોનાલ્ડે મોટો પગાર પણ ચુકવશે.
રોનાલ્ડેને નથી મળી રહ્યો શેફ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફૂટબોલર રોનાલ્ડોને એક શેફની જરૂર છે. પરંતુ તમામ પ્રયાસો પછી પણ તે એવો વ્યક્તિ નથી શોધી શક્યો જે તેને અદ્ભુત વાનગીઓ તૈયાર કરીને આપી શકે. રોનાલ્ડોના પરિવારમાં તેની પત્ની જ્યોર્જીના રોડ્રિગ્ઝ અને 5 બાળકો સહિત કુલ 7 લોકો છે.
આ ભોજન બનાવવતા તો આવડવુ જ જોઈએ
રોનાલ્ડોના બાળકોની ઈચ્છા છે કે તેમને એક શેફની જરૂર છે જે તેમને સુશી અને અન્ય પોર્ટુગીઝ વાનગીઓ બનાવીને આપી શકે. પરંતુ તે શેફે એ જ ઘરમાં રહેવું પડશે અને આખો દિવસ બાળકો જે ખાવા માગે તે બનાવવું પડશે. અને તેના માટે તેને વાર્ષિક 4500 પોર્ટુગીઝ યુરો એટલે કે વર્ષ માટે 5,4 લાખ 17 હજાર 352 રૂપિયા પગાર મળશે.
રોનાલ્ડો હાલમાં સાઉદી અરેબિયાના રિયાધમાં પરિવાર સાથે રહે છે. તે AL-Nassr નામની નવી ફૂટબોલ ક્લબમાં જોડાયો છે. આ સિવાય તેનો મોટો પુત્ર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો જુનિયર પણ આ ફૂટબોલ ક્લબનો ભાગ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે