સૈયદ મુશ્તાક અલીઃ પૃથ્વી શોની ધમાકેદાર વાપસી, ફટકારી તોફાની અડધી સદી
મુંબઈના યુવા બેટ્સમેન પૃથ્વી શોએ આઠ મહિનાના પ્રતિબંધ બાદ ડોમેસ્ટિક ક્રિકેટમાં વાપસી કરી છે. તેણે ટી20 મેચમાં આસામ વિરુદ્ધ શાનદાર અડધી સદી ફટકારી છે.
Trending Photos
મુંબઈઃ ચેમ્પિયન અન્ડર-19 વિશ્વ કપ ટીમના કેપ્ટન રહેલા પૃથ્વી શોએ (prithvi shaw) 8 મહિનાના પ્રતિબંધ બાદ ક્રિકેટમાં દમદાર કમબેક કર્યું છે. તેણે રવિવારે સૈયદ મુશ્તાક અલી ટી-20 ટૂર્નામેન્ટમાં (syed mushtaq ali trophy) મુંબઈ માટે રમતા આસામ વિરુદ્ધ તોફાની અડધી સદી ફટકારી હતી. તેણે શાનદાર બેટિંગ કરી અને માત્ર 32 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી લીધી હતી. ઓપનિંગ કરતા તેણે 39 બોલમાં 63 રન બનાવ્યા હતા.
અડધી સદી ફટકાર્યા બાદ તેણે બેટ ઊંચુ કરીને જશ્ન મનાવ્યો હતો. આ દરમિયાન તેણે બેટ તરફ ઇશારો કર્યો કે બેટ દરેક વાતનો જવાબ આપશે. મહત્વનું છે કે તેને હાલમાં મુંબઈની 15 સભ્યોની ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. 20 વર્ષિય બેટ્સમેન પર બીસીસીઆઈએ માર્ચમાં મુશ્તાક અલી ટ્રોફી દરમિયાન ડોપ પરીક્ષણમાં પોઝિટીવ આવ્યા બાદ જુલાઈમાં તેના પર 8 મહિનાનો પ્રતિબંધ લગાવ્યો હતો.
મુંબઈએ ગુરૂવારે મુશ્તાક અલીની 2 મેચ અને પછી સુપર લીગ સ્ટેજ માટે ટીમની જાહેરાત કરી હતી. આ મુંબઈની છેલ્લી લીગ મેચ છે. શોએ આ પહેલા નેટ્સમાં પ્રેક્ટિસ કરતો એક વીડિઓ પણ શેર કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે પૃથ્વી શોએ અંતિમ આંતરરાષ્ટ્રીય ટેસ્ટ મેચ 23 ઓક્ટોબર, 2018ના વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ હૈદરાબાદમાં રમી હતી. તેણે અત્યાર સુધી ભારત માટે બે ટેસ્ટ રમી છે. તેના નામે એક સદી અને એક અડધી સદી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે