T20 World Cup 2022 માં રોહિત-રાહુલ નહીં પણ આ જોડી છે નંબર વન, જાણો કારણ

ઓસ્ટ્રેલિયામાં થનારી ટી-20 વર્લ્ડ કપની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. 16 ઓક્ટોબરથી વર્લ્ડ કપની શરૂઆત થશે. તેની વચ્ચે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે ઓસ્ટ્રેલિયામાં આગામી અઠવાડિયાથી શરૂ થઈ રહેલ ટી-20 વર્લ્ડ કપ 2022 માટે બધી 16 ટીમના ઓપનર્સને રેન્કિંગ આપ્યું છે.

T20 World Cup 2022 માં રોહિત-રાહુલ નહીં પણ આ જોડી છે નંબર વન, જાણો કારણ

નવી દિલ્લી: ઓસ્ટ્રેલિયામાં થનારી ટી-20 વર્લ્ડ કપની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. 16 ઓક્ટોબરથી વર્લ્ડ કપની શરૂઆત થશે. તેની વચ્ચે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે ઓસ્ટ્રેલિયામાં આગામી અઠવાડિયાથી શરૂ થઈ રહેલ ટી-20 વર્લ્ડ કપ 2022 માટે બધી 16 ટીમના ઓપનર્સને રેન્કિંગ આપ્યું છે. આ યાદીમાં ભારતની ઓપનિંગ જોડી લોકેશ રાહુલ અને રોહિત શર્માને બીજો નંબર મળ્યો છે.

 

પાકિસ્તાનની ઓપનિંગ જોડીને પહેલો નંબર:
1. પહેલા નંબર પાકિસ્તાનની ઓપનિંગ જોડી મોહમ્મદ રિઝવાન અને બાબર આઝમ બિરાજમાન છે. આઈસીસીએ છેલ્લા પ્રદર્શન અને હાલના ફોર્મને જોતાં ટી-20 વર્લ્ડ કપની ઓપનિંગ પાર્ટનરશીપને રેન્ક આપ્યો છે.

બાબર આઝમ:
આઈસીસી રેન્કિંગ - 3
સ્ટ્રાઈક રેટ - 130.03
કારકિર્દીની એવરેજ - 43.41
લેટેસ્ટ ટી-20 સ્કોર - 4,87, 9,36,8

મોહમ્મદ રિઝવાન:
આઈસીસી રેન્કિંગ - 1
સ્ટ્રાઈક રેટ - 128.57
કારકિર્દીની એવરેજ - 52.53
લેટેસ્ટ સ્કોર - 1,63, 88,8, 88

બીજા નંબર પર રોહિત-રાહુલની જોડી:
બીજા નંબરે ભારતની ઓપનિંગ જોડી લોકેશ રાહુલ અને રોહિત શર્મા છે. જે પાંચ વર્ષથી સૌથી શાનદાર જોડીમાંથી એક છે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ જોડી ગયા વર્લ્ડ કપની ખરાબ યાદોને પાછળ છોડીને આ વખતે ભારત માટે શાનદાર પ્રદર્શન કરશે. રાહુલ છેલ્લી ટુર્નામેન્ટમાં ભારતનો મુખ્ય સ્કોરર રહ્યો હતો. પરંતુ રોહિતની પાસે સૌથી મોટો સ્કોર કરવાની ક્ષમતા છે. સાથે જ આ વખતે તે કેપ્ટનની ભૂમિકા પણ ભજવશે.

લોકેશ રાહુલ:
આઈસીસી રેન્કિંગ - 14
સ્ટ્રાઈક રેટ - 140.40
કારકિર્દીની એવરેજ - 39.57
લેટેસ્ટ સ્કોર - 57,51, 1, 10, 55

રોહિત શર્મા:
આઈસીસી રેન્કિંગ - 16
સ્ટ્રાઈક રેટ- 140.59
કારકિર્દીની એવરેજ - 31.94
લેટેસ્ટ સ્કોર - 0,43, 0, 17, 46

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news