T20 વર્લ્ડ કપ માટેની ભારતીય ટીમમાં થઈ શકે છે ધરખમ ફેરફાર, આ ખેલાડીને બહાર કરવાની પૂરજોશમાં થઈ માગણી

ટી20 વર્લ્ડ કપની શરૂઆત 17 ઓક્ટોબરથી યુએઈમાં થશે. ટી20 વર્લ્ડ કપમાં ભારત પોતાની પહેલી મેચ 24 ઓક્ટોબરના રોજ પાકિસ્તાન સામે રમશે. ટી20 વર્લ્ડ કપમાં તક મળ્યા બાદથી જ આ ખેલાડીનો આઈપીએલમાં સતત ફ્લોપ શો ચાલું છે. 

T20 વર્લ્ડ કપ માટેની ભારતીય ટીમમાં થઈ શકે છે ધરખમ ફેરફાર, આ ખેલાડીને બહાર કરવાની પૂરજોશમાં થઈ માગણી

નવી દિલ્હી: ટી20 વર્લ્ડ કપની શરૂઆત 17 ઓક્ટોબરથી યુએઈમાં થશે. ટી20 વર્લ્ડ કપમાં ભારત પોતાની પહેલી મેચ 24 ઓક્ટોબરના રોજ પાકિસ્તાન સામે રમશે. ટી20 વર્લ્ડ કપમાં તક મળ્યા બાદથી જ આ ખેલાડીનો આઈપીએલમાં સતત ફ્લોપ શો ચાલું છે. સિલેક્ટર્સે ટી20 વર્લ્ડ કપમાં આ ખેલાડી માટે શ્રેયસ ઐયર જેવા ધૂરંધર ખેલાડીની અવગણના કરી. શ્રેયસ ઐયર રિઝર્વ ખેલાડી તરીકે રખાયો છે. આ ખેલાડી પંજાબ કિંગ્સ વિરુદ્ધ મંગળવારે રમાયેલી મેચમાં શૂન્યના સ્કોરે આઉટ થઈ ગયો હતો. 

તમને ખબર તો પડી જ ગઈ હશે કયા ખેલાડીની વાત થઈ રહી છે. બિલકુલ સાચી વાત. અહીં વાત થઈ રહી છે સૂર્યકુમાર યાદવની. આઈપીએલમાં સૂર્યકુમાર યાદવનું ખરાબ ફોર્મ સતત ચાલુ છે. આ ખરાબ પ્રદર્શનને જોયા બાદ ફેન્સ પણ ખુબ નિરાશ છે. ભારતીય ફેન્સના મનમાં સતત અનેક પ્રકારના સવાલ ઉઠી રહ્યા છે. આઈપીએલમાં સતત ખરાબ પ્રદર્શનના કારણે સૂર્યકુમાર યાદવને સોશિયલ મીડિયામાં ખુબ ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. આઈસીસીના નિયમોનું માનીએ તો હજુ પણ ટીમ મેનેજમેન્ટ 10 ઓક્ટોબર સુધીમાં પોતાની સ્ક્વોડમાં ફેરફાર કરી શકે છે. આવામાં સૂર્યકુમાર યાદવને ટી20 વર્લ્ડ કપ ટીમમાંથી બહાર કરવાની માગણી ઉઠી છે. 

ખુબ જ ખરાબ રહ્યું છે પ્રદર્શન
આઈપીએલ 2021 ના બીજા તબક્કાને ટી20 વર્લ્ડ કપની તૈયારીની રીતે જોવામાં આવી રહ્યો છે. અત્યાર સુધીમાં  ભારત તરફથી ટી20 વર્લ્ડ કપ માટે ચૂંટાયેલા કેટલાક ખેલાડીઓનું પ્રદર્શન બીજા તબક્કામાં ખુબ ખરાબ રહ્યું છે. ખાસ કરીને સૂર્યકુમાર યાદવ પર એક નજર નાખીએ તો યુએઈ લેગમાં તે મુંબઈ ઈન્ડિયન્સ તરફથી 4 મેચ રમ્યો છે પરંતુ તેના બેટમાંથી રન નીકળ્યા જ નથી. 

Bowler : I need a wicket.
Suryakumar Yadav : pic.twitter.com/WXQJXeYSYI

— Varad Ralegaonkar (@varadr_tistic) September 28, 2021

— Arnab Ray (@greatbong) September 28, 2021

— Lohit (@CALohitPoddar) September 28, 2021

3
3
5
8
0#MIvPBKS

— ComeOn Cricket 🏏🇮🇳 (@ComeOnCricket) September 28, 2021

— Arun Kumar (@imNarayan_10) September 28, 2021

રનોની વરસાદ કરી રહ્યો છે શ્રેયસ
બીજી બાજુ જે પ્રકારે શ્રેયસ ઐયર યુએઈની પીચો પર રનનો વરસાદ કરી રહ્યો છે તે જોતા ટી20 વર્લ્ડ કપ 2021ની જાહેર થયેલી 15 સભ્યોની ટીમના મીડલ ઓર્ડરમાં મોટો ફેરફાર થઈ શકે છે. સૂર્યકુમાર યાદવના ખરાબ ફોર્મને જોતા આ ફેરફાર ભારતીય ટીમમાં થઈ શકે છે. જો કે શ્રીલંકા વિરુદ્ધ તેણે ખુબ સારું પ્રદર્શન કર્યું હતું. આ અગાઉ ઈંગ્લેન્ડ વિરુદ્ધ ડેબ્યુ સમયે પણ બે શાનદાર ઈનિંગ રમી હતી. એટલે કે શ્રેયસ ઐયરનું ફોર્મ સૂર્યાના ખરાબ પ્રદર્શન પર ભારે પડી શકે છે. 

ક્યારે શરૂ થશે ટી20 વર્લ્ડ કપ
ટી20 વર્લ્ડ કપની શરૂઆત 17 ઓક્ટોબરથી યુએઈમાં થશે. આ ટુર્નામેન્ટમાં 16 ટીમો ભાગ લેશે. ટુર્નામેન્ટની શરૂઆત ઓમાન અને પાપુઆ ન્યૂ ગિની વચ્ચે રાઉન્ડ 1 ગ્રુપ બીની મેચથી થશે. જેમાં ગ્રુપ બીની અન્ય ટીમો સ્કોટલેન્ડ અને બાંગ્લાદેશ આપસમાં ટકરાશે. ગ્રુપ એમાં આયરલેન્ડ, નેધરલેન્ડ, શ્રીલંકા અને નામિબિયા સામેલ છે. રાઉન્ટ 1ની મેચ 17ઓક્ટોબરથી 22 ઓક્ટોબર સુધી રમાશે. દરેક ગ્રુપમાંથી બે ટોપ ટીમો 23 ઓક્ટોબરથી શરૂ થનારી સુપર 12 તબક્કામાં જશે. પહેલી સેમીફાઈનલ 10 નવેમ્બરે અબુધાબીમાં રમાશે. બીજી સેમીફાઈનલ 11 નવેમ્બરે દુબઈમાં રમાશે. બંને સેમીફાઈનલમાં રિઝર્વ ડે રખાયા છે. ટુર્નામેન્ટની ફાઈનલ દુબઈમાં 14 નવેમ્બરે રમાશે. ફાઈનલ માટે પણ રિઝર્વ ડે રખાયો છે. 

ટી20 વર્લ્ડ કપ માટે ભારતની ટીમ
વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઈસ કેપ્ટન), કે એલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટ કિપર), ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, રાહુલ ચાહર, રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, વરુણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ, ભુનિેશ્વર કુમાર, મોહમ્મદ શમી

સ્ટેન્ડબાય- શ્રેયસ ઐય્યર, શાર્દુલ ઠાકુર, દીપક ચાહર
કોચ- રવિ શાસ્ત્રી
મેન્ટર- એમ એસ ધોની

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news