વિશ્વના ટોપ-100 સૌથી વધુ કમાતા ખેલાડીઓમાં કોહલી એકમાત્ર ભારતીય
ગત વર્ષની જેમ આ વર્ષે પણ વિરાટ કોહલી ફોર્બ્સના સૌથી વધુ કમાણી કરનારા ખેલાડીઓની યાદીમાં સામેલ છે. આ વખતે તે 83માં સ્થાને છે.
Trending Photos
નવી દિલ્હીઃ ક્રિકેટ કેપ્ટન વિરાટ કોહલી વિશ્વમાં સૌથી વધુ કમાણી કરનાર ખેલાડીઓમાં સામેલ થઈ ગયો છે જ્યારે ફોર્બ્સની આ યાદીમાં અમેરિકાનો ચેમ્પિયન બોક્સર ફ્લાયડ મેવેદર ટોંચ પર છે.
આ યાદીમાં ભારતમાંથી માત્ર કોહલીનું નામ છે, જે બે કરોડ 40 લાખ ડોલરની કમાણીની સાથે 83માં સ્થાને છે. વિશ્વમાં સૌથી વધુ કમાણી કરનારા ખેલાડીઓની યાદીમાં ટોપ-100માં કોઇ મહિલા ખેલાડી નથી.
ક્રિકેટના દીવાના ભારતમાં કોહલી સૌથી મોટુ નામ જ નહીં પરંતુ સૌથી લોકપ્રિય પણ છે. તેના ટ્વીટર પર અઢી કરોડથી વધુ ફોલોવર છે. મેવેદર આ યાદીમાં પ્રથમ ક્રમે છે તેની ગત વર્ષની કમાણી 25 કરોડ 50 લાખ ડોલર છે.
ફોર્બ્સે કહ્યું, કોહલીની મોટી કમાણી મેદાન બહારની છે, જેમાં તે પ્યૂમા, પેપ્સી, ઓડી અને ઓકલે જેવી મોટી કંપનીઓનો બ્રાન્ડ એમ્બેસેડર છે. આ યાદીમાં એનબીએના 40 ખેલાડી છે. મેવેદર સાત વર્ષમાં ચોથી વખત ટોપ પર છે. આર્જેન્ટીનાનો સ્ટાર ફુટબોલર લિયોનેલ મેસી બીજા સ્થાને છે જ્યારે પોર્ટુગલનો સ્ટાર સ્ટ્રાઇકર રોનાલ્ડો ત્રીજા સ્થાને છે.
મેસીનો પગાર અને બોનસ 8 કરોડ ડોલરથી વધુ છે જ્યારે અઢી કરોડ ડોલરથી વધુ તેને એડીડાસ, ગેટોરેડ, પેપ્સી અને હુવેઇની જાહેરાતમાંથી મળે છે. રોનાલ્ડોની કમાણી 10 કરોડ 8 લાખ ડોલર રહી.
બ્રાઝિલનો ફુટબોલ સ્ટાર નેમાર 13 સ્થાનની છલાંગ લગાવીને પાંચમાં સ્થાન પર છે, તેની આવક 9 કરોડ ડોલર રહી. ટેનિસ સ્ટાર રોજર ફેડરર સાતમાં, ગોલ્ફર ટાઇગર વુડ્સ 16માં, ટેનિસ સ્ટાર રફેલ નડાલ 20માં અને ગોલ્ફર રોરી મૈકલરોય 26માં સ્થાને છે. ટોપ-100માં 22 દેશોના ખેલાડી છે. જેમાં 66 અમેરિકાના છે. બેસબોલ, બાસ્કેટબોલ અને ફુટબોલના 72 ખેલાડીઓ આ યાદીમાં છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે