B'day Special: બેટિંગની જેમ ટ્વિટ્સમાં પણ જોવા મળે છે સહેવાગનો ધાકડ અંદાજ
સેહવાગ હંમેશાં તેની શૈલીને જાળવી રાખીને તમણે બે વખત ટેસ્ટમાં ત્રણ સદી ફટકારી હતી, અને તે હજી પણ ભારતનો એકમાત્ર ક્રિકેટર છે.
Trending Photos
નવી દિલ્હી: ટીમ ઇન્ડિયાના સાહસી ઓપનર બેટ્સમેનનું નામ આવે છે તો તેમાં વિરેન્દ્ર સહેવાગનું નામ મુખ્યત્વે આવે છે. શનિવારે સહેવાગે તેમનો 40મો જન્મદિવસ ઉજવી રહ્યાં છે. સેહવાગ હંમેશાં તેની બેટિંગ સ્ટાઇલ પસંદ કરે છે અને તેણે હંમેશાં રન બનાવવાનો પ્રયાસ કર્યો છે. આ શૈલીને જાળવી રાખીને તમણે બે વખત ટેસ્ટમાં ત્રણ સદી ફટકારી હતી, અને તે હજી પણ ભારતનો એકમાત્ર ક્રિકેટર છે. સેહવાગ ક્રિકેટથી નિવૃત્ત થયો હતો, પરંતુ તે પોતાની શૈલીમાંથી નિવૃત્ત થયો ન હતો. તે આ અંદાજમાં નિવેદનો, મંતવ્યો અને ટ્વીટ્સ કરી રહ્યો છે.
સહેવાગનો જન્મ 20 ઓક્ટબર 1978માં હરિયાણાના એક જાટ પરિવારમાં થયો છે. તેના માતા-પિતાની તે ત્રીજી સંતાન છે. પોતાની શાનદાર રમતથી તેણે લોકો એટલો પ્રભાવિત કર્યા કે લોકો તેને ‘નઝફગઢના નવાબ’ના નામથી બોલાવવા લાગ્યા હતા. આજે પણ સહેવાગને ઘણાં નામમાંથી એક ‘નઝફગઢના નવાબ’ પણ જાણીતું છે.
વાચવાં માટે ક્લિક કરો: ભાવેશ પટેલની અમ્પાયર તરીકે પસંદગી, ૨૭ વર્ષ બાદ ગુજરાતમાંથી પસંદ થનાર એક માત્ર ગુજરાતી
સહેવાગ બિનબંધિત અંદાજમાં બેટિંગ કરવા માટે ઓળખાતો હતો. તેને પિચના મૂડની ચિંતા હતી જ નહી, સામેથી બોલિંગ કરનાર બોલરના બોલ પર એકવાર સહેવાગે મોટો શોર્ટ મારવાના ચક્કરમાં આઉટ થઇ ગયો હતો જ્યારે તેને પુછવામાં આવ્યું કે તેણે તેના વિકેટને શા માટે ફેંકી દીધો? ત્યારે સહેવાગે કહ્યું હતું કે, જો બોલ આવે તો હું તેને આજ રીતે મારીશ.
Beautiful-
This is an engineering graduate , Hisamuddin Khan who's father is a rickshaw puller. Back from convocation he drives his parents home 🙏🏼 pic.twitter.com/GHZOTdV4Ys
— Virender Sehwag (@virendersehwag) October 18, 2018
સહેવાગની નિર્ભયતા આ વર્ષે પણ જોવા મળી હતી. આઈપીએલમાં કિંગ્સ ઈલેવન પંજાબના માર્ગદર્શકની રચના પછી, તેનો અભિપ્રાય એ હતો કે જ્યારે ક્રિસ ગેલે આ વખતે આઈપીએલમાં કોઈ ખરીદનાર મળ્યો ન હતો, ત્યારે પંજાબએ ગેઇલને ખરીદ્યો હતો અને જ્યારે તેને પસંદ કરેલી મેચોમાં રમતથી છવાઇ ગયો હતો. જ્યારે ગેલની ખરીદી પર બધાને આઘાત લાગ્યો હતો.
વાચવાં માટે ક્લિક કરો: એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીઃ પ્રથમ મેચમાં ભારતની શાનદાર શરૂઆત, ઓમાનને 11-0થી હરાવ્યું
Correction- The boys name is Wali Ullah who graduated as an accountant from Accountancy & Information Systems at University of Dhaka and is son of a farmer. Nevertheless, a truly beautiful gesture and photograph ! https://t.co/nwSea3N2UC
— Virender Sehwag (@virendersehwag) October 19, 2018
સહેવાગ આ વર્ષે પણ પોતાના નિવેદનને લઇને ચર્ચામાં રહ્યા છે. પરંતુ તેનાથી વધારે તેની અનોખી ટ્વિટ્સ માટે પણ છે. હાલમાં જ તેણે એખ ટ્વીટ કરી હતી જેમાં એક છોકરો ટાઇ પહેલા રિક્ષામાં પોતાના માતા-પિતાને લઇ જઇ રહ્યો છે. તેમએ કહ્યું હતું કે આ એક એન્જીનિયરિંગ ગ્રજ્યૂએટ છે અને તેમના પિતા રિક્ષા ચલાવે છે. તે તેના કોન્વેકેશનથી પરત ફી પોતાના માતા-પીતાને ઘરે લઇ જઇ રહ્યો છે.
વાચવાં માટે ક્લિક કરો: 950 વનડે મેચ રમનારો ભારત બનશે પ્રથમ દેશ, જીતમાં બીજો તો હારમાં છે નંબર 1
જ્યારે સહેવાગની ટ્વિટર પર આ વાત ખબર પડી કે આ ફોટો અન્જિનીયરની નથી તો સહેવાગે તેમની ભૂલ સ્વિકારી અને ભૂલને સુધારી ટ્વિટ કરી જણાવ્યું કે આ છોકરો ઉહલાહ છે જે ઢાંકામાં એક એકાઉન્ટન્ટ છે અને ખેડૂત પૂત્ર છે.
Guru karna jaan kar, Paani peena chaan kar .
Jai Bhole ! Jai Shri Ram ! Jai Bajrangbali ! pic.twitter.com/9utbMVP08z
— Virender Sehwag (@virendersehwag) August 3, 2018
સહેવાગે ટ્વિટર પર ભારતીય ખેલાડીઓની સફળતા પર તેમને અભિનંદન પાઠવવામાં આગળ રહે છે. તેમની ટ્વીટ્સમાં સામાજિક ચિંતાનો પણ સમાવેશ થાય છે, અને ક્યારેક તેના રમૂજી રીત પણ છે. આ અંદાજથી તેના ચાહકો પણ ઘાયલ છે. એટલા માટે જ રિટાર્યડ થયા બાદ પણ તેના ફેન્સ ઓછા થતા નથી. તેમની એક તસવીર જે આ વર્ષે ઘણી ચર્ચામાં રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે