Yuzvendra Chahal Dhanashree Relation: સંબંધ તૂટવા મુદ્દે ધનશ્રીએ કર્યો ખુલાસો, કહ્યું-હું તકલીફમાં છું

Dhanashree Instagram Post: યુજવેન્દ્ર ચહલ અને ધનશ્રી (Yuzvendra Chahal Dhanashree Relation) ના સંબંધો તૂટવાની તૈયારીમાં છે. ત્યારે ધનશ્રીએ આ અંગે પહેલુ રિએક્શન આપ્યું 

Yuzvendra Chahal Dhanashree Relation: સંબંધ તૂટવા મુદ્દે ધનશ્રીએ કર્યો ખુલાસો, કહ્યું-હું તકલીફમાં છું

chahal dhanshree relation :યુજવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માએ પોતાના સંબંધો પર પૂર્ણવિરામ મૂકવાની ઘટનાને નકારી કાઢી છે. હવે બંનેએ ખુલાસો કર્યો છે. ધનશ્રીએ ઈન્સ્ટાગ્રામ પર લાંબી લચક પોસ્ટ શેર કરીને જણાવ્યું કે, અમારી અલગ થવાની ખબરો તકલીફ આપનારી હતી. તેણે કહ્યું કે, ડાન્સ કરતા સમયે થયેલી ઈજાને કારણે તેના ઘૂંટણનું ઓપરેશન થયું હતું. તે તકલીફમાં છે અને આવા સમયે લોકો તેમના અલગ થવાની વાત કરી રહ્યાં છે. આ મને દુભાય તેવી વાત છે. તો બીજી તરફ ધનશ્રીએ ચહલની તસવીરને પોતાની ઈન્સ્ટા સ્ટોરી બનાવી છે. 

ધનશ્રીએ ઈન્સ્ટાગ્રામ પર વ્યક્ત કરી પીડા
ધનશ્રીએ પોતાની પોસ્ટમાં લખ્યું કે, ડાન્સ કરતા દરમિયાન હું પડી ગઈ હતી અને મારા ઘૂંટણમાં ગંભીર ઈજા પહોંચી હતી. ઈજા એટલી મોટી હતી કે, મારું લિગામેન્ટ તૂટી ગયુ હતું. હવે ડાન્સ કરવા માટે મારા ઘૂંટણની સર્જરી કરવી પડશે. 

ધનશ્રીની આ પોસ્ટને ચહલે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. ધનશ્રીએ કહ્યું કે, એક તો હું ઈજા થવાની સમસ્યાને લઈને પરેશાન છું, તો આવા સમયે કેટલાક લોકો અમારા સંબંધ વિશે સવાલો કરી રહ્યાં છે. આવી પરિસ્થિતિમાં અમારા સંબંધો પહેલાથી વધુ મજબૂત અને પરિપક્વ બન્યાં છે. 

ધનશ્રીની પોસ્ટ અને તસવીર શેર કરવાની સાથે યજુવેન્દ્ર ચહલે હાર્ટ ઈમોજી પણ બનાવ્યું છે. સાથે નજરવાળું ઈમોજી પણ શેર કર્યું છે. ફેન્સને ચહલ અને ધનશ્રીનું આ બોન્ડિંગ પસંદ આવ્યું છે અને તેઓ કપલ પર અભિનંદન વરસાવી રહ્યાં છે.   

હાલ ચહલને ઝિમ્બાબ્વે ટુર પર આરામ આપવામાં આવ્યો છે. તેઓ પરિવાર સાથે રજા વિતાવી રહ્યાં છે. ચહલ અને ધનશ્રી ઈન્સ્ટાગ્રામ પર સતત એક્ટિવ રહે છે. બંનેના વીડિયો સોશિયલ મીડિયા પર પોપ્યુલર બને છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news