Mobiistar એ લોન્ચ કર્યો ઓછી કિંમતમાં શાનદાર સ્માર્ટફોન X1 Notch
Trending Photos
એક્સ 1 નોચના લોન્ચ સાથે મોબીસ્ટાર પોતાના આ હેતુની ખૂબ નજીક પહોંચતું જોવા મળી રહ્યું છે કારણ કે શાનદાર લુકવાળા આ હેંડસેટમાં ઘણા એવા સારા ફિચર્સ છે, જે તેને પ્રીમિયમ સેગમેંટમાં મુકે છે, એક્સ નોચ વ્યાજબી ભાવે સુંદર ડિઝાઇન અને ડિસેંટ સેલ્ફી કેમેરાવાળો એક સારો ફોન છે, જે ઝડપથી કંપનીના ટાર્ગેટ યૂજર્સમાં જમાવટ બનાવી શકે છે.
પહેલી નજરમાં એક્સ 1 નોચ કોઇપણ એંગલથી બધા-10,000 સેગમેંટનો ફોન જોવા મળતો નથી. ગ્લાસી પોલિકાર્બોનેટથી સજ્જ આ ફોન પ્રીમિયમ ગ્લાસ-સેડવિંચ ડિવાઇસની માફક નજરે પડે છે. તેના બેંકમાં સારા ગ્રેડિએન્ટ હ્યૂનો ઉપયોગ થયો છે. એક ખાસ એંગલથી જોતાં તેનાથી એક ખાસ ચમક નિકળે છે, જે ખૂબ આકર્ષક લાગે છે. કંપનીએ આ ડિવાઇસની સાથે એક ટ્રાંસપેરેંટ કેસ પણ મફત આપવામાં આવે છે, જેને લગાવવાથી ફોન વધુ આકર્ષક દેખાવવા લાગે છે.
આકર્ષક ડિઝાઇન
ડિઝાઇનની વાત કરીએ તો તેમાંથી 3.5 એમએમ ઓડિયો જેક ટોપ પર લાગેલો છે જ્યારે સ્પીકર ગ્રિલની સાખ માઇક્રો યૂએસબી પોર્ટ બોટમમાં આપવામાં આવ્યું છે. આ ડ્યુઅલ સિમ ટ્રેથી સુસજ્જિત છે, જેમાં માઇક્રોએસડી કાર્ડ સ્લોટ પણ છે. કાર્ડ અને સિમ સ્લોટ ડાબી બાજુ છે જ્યારે ઓન ઓફ બટન અથવા વોલ્યૂમ વધ-ઘટ બટન જમણી તરફ છે. ગ્લાસી રિયર પેનલમાં ગોલાકાર ફિંગરપ્રિંટ સ્કેનર છે. અહીં સિંગલ કેમેરા અને એલઈડી ફ્લેશ પણ છે અને તેની 19:9 નોચ ડિસ્પ્લે ખૂબ આકર્ષક લાગે છે. કુલ મળીને એક્સ1 નોચ સુંદર રીતે ડિઝાઇન કરવામાં આવેલો સ્માર્ટફોન છે, જે પોતાની શાનદાર પેનલના લીધે પ્રીમિયમ લુક આપે છે. ડિઝાઇન આ ફોનને સૌથી સ્ટ્રોંગ પોઈન્ટમાંથી એક છે.
સોફ્ટવેરની વાત કરીએ તો મોબીસ્ટાર એક્સ1 નોચ એંડ્રોઇડ 8.1 ઓરિયોથી સજ્જ છે. આ સોફ્ટવેર પર આ ડિવાઇસ સારો અનુભવ પુરો પાડે છે અને સ્મૂધલી કામ કરે છે. તેનું ટચ ડીસેંટ છે. એપ્લીકેશન્સ દરમિયાન એપ્સ પર સ્વિચ કરતી વખતે થોડી સમસ્યા થાય છે પરંતુ કુલ મળીને સારું પ્રદર્શન છે. તેમાં લાગેલ સોફ્ટવેર યૂજર્સને બાયોમેટ્રિક ઓથેંટિકેશન માટે ફેનઅનલોક ઓપ્શન પણ યૂઝ કરવાની છૂટ આપે છે પરંતુ લો-લાઇટ કંડીશનમાં ફેસ અનલોક સટીક કામ કરતું નથી.નથી. એવામાં ડિવાઇસને અનલોક કરવા માટે ફિંગરપ્રીંટ સેંસરને ઉપયોગમાં લેવું સારું રહેશે.
એક્સ1 નોચ મોબીસ્ટારનો પહેલો નોચ્ડ ડિસ્પ્લેવાળો ફોન છે. તેની ડિસ્પ્લે મેડર 5.7 ઈંચ છે અને એચડી પ્લસ રિઝોલ્યૂવેશન તથા ટોપ ર 2.5ડી કર્વ્ડ ગ્લાસ લેયરથી સજ્જ છે. ફોનના કલર્સ ખૂબ બ્રાઇટ છે અને ટેક્સ્ટ ખૂબ શાર્પ છે. તેમાં લાગેલ મીડિયાટેક હેલિયો એ22 ચિપસેટથી બે સ્પેશ ઓપ્શન મળે છે. 3GB/32GB ની ફ્રીસ્ટોરેજ સ્પેસ મળે છે. ફોનના સોફ્ટવેર સાથે જેસ્ચર સપોર્ટ અને ડ્યૂરાસ્પીડ જેવા ફિચર્સ પણ મળે છે.
AI થી સજ્જ છે મોબીસ્ટાર
મોબીસ્ટાર એક્સ1 નોચને આર્ટિફિશિયલ ઇંટેલીજેંસ (એઆઇ) યુક્ત સેલ્ફી કેમેરા તરીકે બજારમાં ઉતારવામાં આવ્યો છે અને તેના લીધે આ ફીચર પર ધ્યાન આપવું ખૂબ જરૂરી છે. તેમાં ફ્રંટ અને રિયર પેનલમાં 13 મેગાપિક્સલનો કેમેરો લાગેલો છે, જે એઆઇ બ્યૂટીફિકેશન અને સીન ડિટેક્શન જેવા ફિચર્સથી સુજ્જ છે. એક્સ1 નોચની કેમેરા એપ નાઇડ મોડ, ફેસબ્યૂટી, લાઇવ ફિલ્ટર્સ, પ્રો મોડ, એચડીઆર, એંટી ફ્લિકર, એંટી શેક જેવા ફિચર્સથી સજ્જ છે. ફ્રંટ અને રિયર કેમેરા વડે લેવામાં આવેલા ફોટા ઘણા સારા જોવા મળ્યા અને એઆઇ કેમેરો પોતાની સાખ અનુરૂપ કામ કરતો જોવા મળ્યો. તેમાં સુધારાની જરૂરીયાત છે.
કુલ મળીને બજેટ સેગમેંટમાં મોબીસ્ટાર એક્સ1 નોચ એક સારો સ્માર્ટફોન છે. ઓફલાઇન માર્કેટ પર આશ્રિત રહેનાર માટે સરેરાશ કિંમતમાં એક સારો ઓપ્શન છે. પોતાની શાનદાર ડિઝાઇન, સારી ડિસ્પ્લે, સરેરાશ દરજ્જાના કેમેરા અને ડીસેંટ બેટરી લાઇફના લીધે તેને વેલ્યૂ ફોર મની કહેવામાં કંઇ ખોટું નથી. આ ફોનને જોકે ગ્રાહકોના દિલમાં સ્થાન બનાવવા માટે ઘણી અન્ય બ્રાંડ્સ સાથે ટક્કર આપવી પડશે. ખાસકરીને જો ખરીદદાર ઓનલાઇન જવું પસંદ હોય તો તેની પાસે ઘણી સારી ઓફર છે.
આ છે કિંમત
આ સ્માર્ટફોન બે વેરિએન્ટમાં છે. 2GB/16GB વેરિએન્ટની કિંમત 8499 રૂપિયા છે જ્યારે 3GB/32GB વેરિએન્ટની કિંમત 9499 રૂપિયા છે.
એક વર્ષ પહેલાં ભારતમાં આવ્યો મોબીસ્ટાર
મોબીસ્ટારને ભારતમાં એન્ટ્રી કર્યાને એક વર્ષ થયું છે. ગત વર્ષે તેણે ફ્લિપકાર્ટ સાથે દીર્ધકાલીન ભાગીદારી સાથે ભારતીય બજારમાં પ્રવેશ કર્યો હતો અને ઓછી કિંમતવાળા કેટલાક પ્રભાવશાળી ફોન લોન્ચ કર્યા હતા. કંપની સેલ્ફી સેંટરિક ફોનના માધ્યમથી તે ભારતીયો વચ્ચે પોતાનો પગપેસારો કરવા માંગે છે, જે બેસિક ફોનથી સ્માર્ટફોન તરફ વળવા માંગે છે અને તેને ઓછી કિંમતમાં સારા ફિચર્સવાળા ફોન શોધી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે