Ola Electric Car ના ઇંટીરિયર અને ટચસ્ક્રીનની જોવા મળી ઝલક, તમે પણ જુઓ ટીઝર વીડિયો
Ola Electric Car: આશા છે કે નવી ઓલા ઇવીમાં 70-80kWh નું બેટરી પેક હશે, જે 500 કિમીથી વધુની રેંજ ઓફર કરી શકશે. આ 5 સેકન્ડમાં 0-100kmph ની સ્પીડ પ્રાપ્ત કરવામાં સક્ષમ હોઇ શકે છે.
Trending Photos
Ola Electric Car Teaser: ઓલા ઇલેક્ટ્રિક (Ola Electric) એ દિવાળીના અવસર પર પોતાની અપકમિંગ ઇલેક્ટ્રિક કાર (Ola Electric Car) નું નવું ટીઝર વીડિયો જાહેર કર્યું છે. આ વખતે ટીઝરથી ઇંટીરિયરની નાનકડી ઝલક પણ જોવા મળી છે. ઓલા ઇવી એસયૂવીને 2023 માં કોઇપણ સમયે લોન્ચ કરવાની આશા છે. ભારતીય ઇવી સ્ટર્ટ-અપ કંપની તરફથી પોતાની કારના કોન્સેપ્ટ વર્જનને જાન્યુઆરીમાં થનારા ઓટો એક્સપો 2023 માં આપવાની સંભાવના છે. ટીઝરથી ખબર પડે છે કે ઓક્ટાગોનલ સેંટર સાથે 2-સ્પોક સ્ટીયરિંગ વ્હીલ આપવામાં આવ્યા છે. જેમાં ઓલા લોગો જોવા મળી રહ્યો છે.
સ્ટીયરિંગ પર બેકલિટ ટચ કંટ્રોલ અને ટોગલ સ્વિચ પણ જોવા મળી રહી છે. રેક્ટેંગુલર શેપના સ્ટીયરિંગની પાછળ બ્લૂ ઇંટ છે અને ફ્રી સ્ટેડિંગ ઇંસ્ટ્રુમેંટ કંસોલ છે. તેમાં ડિજિટલ સ્પીડોમીટર છે. તેનું ડેશબોર્ડ ક્લીન ડિઝાઇન સાથે છે. ડેશબોર્ડ ઉપર સ્લિમ એમ્બિએંટ લાઇટિંગ સ્ટ્રિપ છે, જે એસી વેંટની ઉપરથી જાય છ. તેમાં લેડસ્કેપ-ઓરિએન્ટેડ ટચસ્ક્રીન છે, જે ફ્લોટિંગ ડિઝાઇનમાં છે. ડેશબોર્ડ પર સ્વિચગિયર જોવા ન મળી. બની શકે છે કે ટચસ્ક્રીન પર જ મોટાભાગનો કંટ્રોલ આપવામાં આવે.
ટીઝરમાં એક્સટીરિયર પણ જોવા મળે છે, જેથી ખબર પડે છે કે નવી ઓલા ઇવી હાઇ રાઇડિંગ વ્હીકલ હશે. તેની વિંડસ્ક્રીન ખૂબ અપરાઇટ છે. તેના ઓઆરવીએમની જગ્યાએ કેમેરો હોઇ શકે છે. તેની આગળની તરફ કેનેક્ટિંગ એલઇડી ડીઆરએલ હશે, જેમ કે ટીઝરમાં દેખાઇ રહ્યું છે. કંપની ઇવીને ક્રોસ ઓવર અને સેડાન જેવા મોડલ સહિત ઘણી બોડી સ્ટાઇલમાં શોકેસ કરી શકે છે.
આશા છે કે નવી ઓલા ઇવીમાં 70-80kWh નું બેટરી પેક હશે, જે 500 કિમીથી વધુની રેંજ ઓફર કરી શકશે. આ 5 સેકન્ડમાં 0-100kmph ની સ્પીડ પ્રાપ્ત કરવામાં સક્ષમ હોઇ શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે