આ iPod માં શું છે ખાસ કે 14 લાખમાં વેચાવવા માટે તૈયાર, ખરીદનારાઓની લાગી લાઇન
Trending Photos
નવી દિલ્હી: ટેક્નોલોજીના ભાવ ત્યારે વધી જાય છે, જ્યારે તે વધુ એડવાન્સ અને લેટેસ્ટ હોય છે. પરંતુ Apple ના એક 18 વર્ષ જૂની પ્રોડક્ટની કિંમત ઓછી થવાના બદલે લાખોમાં પહોંચી ગઇ છે. 18 વર્ષ પહેલાં 2001માં તત્કાલિન CEO સ્ટીવ જોબ્સએ iPod ને લોન્ચ કર્યું હતું. તેમાં 1000 ગીતોનું કલેક્શન હતું. આ MP3 પ્લેયર હવે 14 લાખમાં વેચાઇ રહ્યું છે. હવે આ એપ્પલની વિંટેજ પ્રોડક્શન બની ચૂકી છે, જેનું પેકિંગ પણ ખોલવામાં આવ્યું નથી.
આ iPod ને eBay પર ઓનલાઇન સેલિંગ માટે લિસ્ટ કરવામાં આવ્યું છે. તેની કિંમત 19955 ડોલર 14 લાખ રૂપિયા છે. જે સમયે આ iPod લોન્ચ કરવામાં આવ્યું હતું. તેની કિંમત 399 ડોલર, હાલના મુજબ 28,000 રૂપિયા હતી.
સ્ટીવ જોબ્સે તેને લોન્ચ કરતાં કહ્યું હતું કે '' 1000 ગીતો હવે તમારા પોકેટમાં.'' તેની ઇંટર્નલ મેમરી 5જીબી અને 2 ઇંચ LCD સ્ક્રીન હતી. બેટરી ફૂલ ચાર્જ થતાં 10 લાખ સુધી ગીતો સાંભળી શકો છો. આ ખૂબ સ્લિમ iPod હતું, જેની જાડાઇ માત્ર 0.75 ઇંચ હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે